બદ્રીનાથ મંદિરના દ્વાર ખુલ્લા મુકાયા 29/04/2015 8:24 am Viren Vyas છ મહિનાના વિરામ બાદ બદરીનાથ ધામનાં દ્વાર રવિવારે ખુલ્લાં મૂકાયાં હતાં.
Cameron visits Neasden temple for the third time 05/05/2015 10:09 am Rupanjana Dutta The British Prime Minister, speaking to a TV correspondent from an Indian media, addressed the Indian voters in Hindi saying, "Phir ek baar, Cameron Sarkar" (Literal translation: Once more, Cameron government). It was a take-off on the Indian PM Narendra Modi's successful poll mantra last year that went 'Abki baar, Modi Sarkar'. He also described Modi's 3D holograms used during the election campaign as "very impressive". The British PM's remarks came a day after the Conservative party, released a song in Hindi.
પહેલો સગો પડોશીઃ નેપાળની વ્હારે ભારત 29/04/2015 8:25 am Vikram Nayak નેપાળમાં હાહાકાર મચાવનાર વિનાશક ભૂકંપે ફરી એક વખત મનુષ્યને પ્રકૃતિ સમક્ષ વામણો પુરવાર કર્યો છે. પાતાળથી માંડીને અવકાશ સુધીના ક્ષેત્રે નીતનવા સંશોધનો કરનાર કાળા માથાનો માનવી હજી ભૂકંપની આગાહી કરવાનું કૌશલ્ય કેળવી શક્યો નથી. કા...શ જો આ શક્ય બન્યું હોત તો આજે નેપાળમાં હજારો માનવજિંદગીને બચાવી શકાઇ હોત, માલ-મિલ્કતને કરોડો રૂપિયાનું નુકસાન થતું અટકાવી શકાયું હોત અને વૈશ્વિક ધરોહર સમાન નેપાળના પ્રાચીનતમ વારસાને કાટમાળનો ઢગલો બનતાં રોકી શકાયો હોત.
Labour leader visits Harrow 05/05/2015 10:25 am Rupanjana Dutta In his final attempt to impress the Asian voters and support the party candidates, Ed Miliband, the Labour leader visited Harrow (Belmont circle) on the weekend and was joined by Harrow East candidate Uma Kumaran, Harrow West candidate Gareth Thomas and Ruislip, Northwood and Pinner’s Michael Borio as part of his campaign tour. He spoke to voters about a variety of key issues including tuition fees, diversity and the NHS.
પરેશાન પ્રજા દરિયામાં ઝંપલાવે ક્યારે? 29/04/2015 8:29 am Vikram Nayak વડીલો સહિત સહુ વાચક મિત્રો, યુરોપિયન યુનિયન (ઇયુ)ના ૨૮ દેશો માટે અત્યારે સૌથી વધુ શિરદર્દ સમાન સવાલ લાખો નિર્વાસિતોના ધસારાનો છે. યુરોઝોનના દેશોમાં આર્થિક અસ્વસ્થતા, ગ્રીસના અર્થતંત્રની કફોડી હાલત તેમ જ અન્ય આંતરિક અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નો કરતાં પણ દરિયાઇ માર્ગે ખખડધજ બોટ કે સાવ સાદા તરાપામાં બેસીને ભૂમધ્ય સમુદ્ર (મેડિટેરીયન સી)માં અસંખ્ય બેહાલ નિર્વાસિત અબાલવૃદ્ધો ઝંપલાવી રહ્યા છે તે બાબત અતિશય કરુણ છે. છેલ્લા આંકડા અનુસાર, ૨૦૧૪-૧૫માં સીરિયામાંથી ૬૫ હજાર, ઇરીટ્રિયામાંથી ૩૨ હજાર, અફઘાનિસ્તાનમાંથી ૧૨ હજાર એમ જુદા જુદા દેશોમાંથી નીકળેલા લોકોના આંકડાનો સરવાળો કરીએ તો લગભગ ૩ લાખ લોકોએ યુરોપમાં શરણાગતિ માટે જીવન-મરણનો દાવ ખેલ્યો છે. ભૂમધ્ય સાગરની અફાટ જળરાશિમાં નીકળી પડેલા આ નિરાશ્રિતો ઇટલી, ગ્રીસ અને માલ્ટાની સરહદમાં જમીન તટે બેહાલ હાલતમાં ઉતર્યા કે તેમને બચાવી લેવામાં આવ્યા.