Advanced search


ભાડાની વાર્ષિક સમીક્ષા અગાઉ ટ્રાન્સપોર્ટ ફોર લંડન (Tfl)એ શહેરમાં મુસાફરી માટે જરૂર કરતાં વધુ રકમનો ખર્ચ ન થાય તે માટે તેઓ યોગ્ય ટિકિટ ખરીદે છે કે નહિ તે ચકાસવા નાગરિકોને અનુરોધ કર્યો છે. અગાઉ, જાહેર કરાયા મુજબ લંડનના મેયર સાદિક ખાને Tfl દ્વારા નિયત કરાયેલા તમામ ભાડાં આગામી ૨૦૨૦ સુધી યથાવત રાખ્યા છે. તે મુજબ બસ અથવા ટ્રામમાં મુસાફરી માટે લોકો ૨૦૧૬માં જે રકમ ચૂકવતા હતા તેનાથી એક પણ પેની તેમણે વધારે ચૂકવવાની નથી.

લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને ૧૯૮૦ના દાયકામાં શીખ અસંતોષને દાબવા ભારતને લશ્કરી સહાય પૂરી પાડવામાં બ્રિટનની કથિત ભૂમિકાના મુદ્દે નવેસરથી સ્વતંત્ર તપાસની માગણી કરી છે. એંગ્લો-ઈન્ડિયન સંબંધો વિશેની સંખ્યાબંધ ફાઈલો નેશનલ આર્કાઈવ્ઝમાંથી દૂર કરાઈ હોવાનો ઘટસ્ફોટ ધ ટાઈમ્સના અહેવાલમાં કરાયા પછી લેબર નેતા કોર્બીને વડા પ્રધાન થેરેસા મેને પત્ર લખ્યો હતો. શીખ ફેડરેશને કોર્બીનની માગણીને આવકાર આપ્યો છે. અગાઉ, શીખ ફેડરેશને કેબિનેટ સેક્રેટરી સર જેરેમી હેવૂડ દ્વારા ૨૦૧૪માં આ મુદ્દે કરાયેલી ઈન્ક્વાયરીની પ્રામાણિકતા સંબંધે પ્રશ્ન ઉઠાવ્યો હતો.

બ્રિટનનો હેડન ક્રોસ બાળકને જન્મ આપનારો પ્રથમ પુરુષ બનશે. ક્રોસ છેલ્લા ત્રણ વર્ષથી કાયદેસર પુરુષ તરીકે જીવન જીવી રહ્યો છે અને તેણે હોર્મોનની સારવારથી સ્ત્રીમાંથી પુરુષ બનવાની તૈયારી કરી રાખી હતી પરંતુ તેણે હવે પુરુષ બનવાનું મુલતવી રાખ્યું હતું. સોશિયલ મિડિયા પર તેને સ્પર્મનું દાન કરનાર દાતા મળી આવવાથી તે હવે બાળકને જન્મ આપશે.

બ્રિટનમાં નકલી ડીગ્રીઓ વેચનારી ૪૦ વેબસાઇટ બંધ કરી દેવાઈ છે. આ વેબસાઈટ્સ ચીન સહિત અનેક દેશોમાં બ્રિટનની અસલી કે નકલી યુનિવર્સિટીઓની નકલી ડીગ્રીઓ વેચી રહી હતી. તેમાંની અનેક વેબસાઇટ્સ બ્રિટનની અસલી યુનિવર્સિટીઓની આબેહૂબ નકલ હતી. તેના કારણે વિદ્યાર્થીઓની કારકિર્દીની સાથે ચેડાં થતાં હોવાનું પણ સત્તાધીશોએ જણાવ્યું હતું.

મિલ્સ્ટન ક્લોઝ ખાતે કાઉન્સિલનું મકાન મેળવવા માટેની અરજીમાં ખોટી માહિતી રજૂ કરવા બદલ મોસલીના ચીન બ્રુક રોડ ખાતે રહેતા ૩૭ વર્ષીય મુબારક અબ્દુલ્લાને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ૧૬ મહિનાની જેલની સજા ફરમાવી હતી. અબ્દુલ્લાએ ઘરવિહોણા માટેની અરજી અને હાઉસિંગની અરજીમાં ખોટી વિગતો રજૂ કરીને ૨૦૧૨માં બ્રેન્ડવુડમાં કાઉન્સિલનું મકાન મેળવ્યું હતું. આ ગુના બદલ બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટે ૨૦૧૬માં તેને દોષિત ઠેરવ્યો હતો.

New article...

The father of a suspected drug baron shot dead by police on a motorway has criticised officers for killing his son and failing to wear body cameras.

Lucy Mitchell

Lucy Mitchell

In a landmark judgment on vote bank politics, India’s Supreme Court has barred political parties from using religion and caste to seek votes. Anyone who violates this will be disqualified if elected. The order comes just ahead of state elections in Uttar Pradesh, Uttarakhand, Punjab, Manipur and Goa. The ruling puts the regional politicians in a jam and this could force political parties to change their strategy for the coming Assembly elections. The top court said electoral malpractice would invite consequences under the Representation of the People Act, 1951. It said elections are a secular activity and religion has no place in polls.

Lucy Mitchell has been described as the " First Lady of Chinatown".

Queen Elizabeth II made her first public appearance in almost a month on Sunday, allaying concerns about her health after she missed Christmas and New Year’s Day church services because of what Buckingham Palace described as a persistent cold.