Advanced search


Punjab Congress leader Captain Amarinder Singh said Navjot Singh Sidhu would join the Congress soon, and campaign against Finance Minister Arun Jaitley if he decides to contest the Lok Sabha by-election in Amritsar.

virat-letest-00187

virat-letest-00187

જયારે સરદાર પટેલ એક મતે અમદાવાદ શહેર સુધરાઈની ચુંટણીમાં પરાજિત થયા હતા!

જાન્યુઆરીના પ્રારંભે ચોથી તારીખે એક નાનકડો પણ યાદગાર કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં બરાબર ૧૦૦ વર્ષ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલે અમદાવાદ શહેર સુધરાઈની ચુંટણી લડી હતી તેને નિમિત્ત બનાવીને એક પુસ્તકનું વિમોચન થયું. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ એકતાની પ્રતિમા નર્મદા કિનારે બની રહી છે જે દુનિયાની સહુથી અધિક ઊંચી હશે, અમેરિકાની સ્વાતંત્ર્ય પ્રતિમા કરતા યે ઊંચેરી, ૧૮૨ મીટરની. તેને માટે રચાયેલા સરદાર વલ્લભ ભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના સભ્ય સચિવ કે.શ્રીનિવાસે આ કાર્યક્રમમાં ટ્રસ્ટના અધ્યક્ષ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હાથે પુસ્તક ખુલ્લું મુકાવ્યું તેમાં સરદારના જીવન પર પ્રાપ્ત કેટલાક દસ્તાવેજોની અને પુસ્તકોની માહિતી છે. 

‘ગિફ્ટ’ સિટી દસકામાં કેપિટલ માર્કેટમાં ડંકો વગાડશે

શહેર નજીક આવેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ) સિટી ખાતે બીએસઇ દ્વારા સ્થાપવામાં આવેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સ્ચેન્જનું સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે વડા પ્રધાને જણાવ્યું હતું કે આગામી ૨૦ વર્ષોમાં ભારતમાં રોજગારીની નવી ૩૦ કરોડ તકોનાં સર્જનની જરૂર છે. ‘ગિફ્ટ’ સિટી સંપૂર્ણ કાર્યરત થઇ જશે ત્યારે તે પ્રત્યક્ષ રોજગારીની ૫ લાખ તકોનું સર્જન કરશે અને સાથે સાથે ૫ લાખ લોકોને પરોક્ષ રોજગારી પણ આપશે.

વાઇબ્રન્ટ ગુજરાતની સાથે સાથે...

• ટેરેસ પર ગાલા ડિનરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરમાં વિશ્વના ટોચના ૫૦ સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ મિટિંગ યોજી હતી. બાદમાં મંદિરના ટેરેસ પર ટોપ ગ્લોબલ સીઈઓ સાથે ગાલા ડિનર યોજ્યું હતું. આ શાહી ભોજન માટે મંદિરની છત પર ૪૬ હજાર ચોરસ મીટરમાં આર્ટિફિશિયલ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો હતો અને તેમાં યુરોપમાં તૈયાર થયેલા કૃત્રિમ ઘાસનો ઉપયોગ થયો હતો. ગાલા ડિનરમાં વિદેશીઓએ ગુજરાતી ભોજન પણ માણ્યું હતું. જેમાં સુરતી ઊંધિયું, જલેબી, ઢોકળા અને ખમણ જેવી વાનગીઓનો પણ સમાવેશ થાય છે. ભોજનની વ્યવસ્થા માટે પણ ખાસ ડોમ તૈયાર કરાયા હતા. ગાલા ડિનર દરમિયાન દરમિયાન પિયાનો, રાવણહથ્થો, મંજીરા, જોડિયા-પાવા જેવા લોક વાદ્યોની સંગીત સૂરાવલી સતત વહેતી રહી હતી.

યુવાનો દેશ સામેનો ગરીબીનો પડકાર ભૂલી ન જાય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મોડી સાંજે સાયન્સ સિટીમાં ૯ નોબલ વિજેતા વિજ્ઞાનીઓની ઉપસ્થિતિમાં ‘નોબલ પ્રાઇઝ સીરિઝ’ વિજ્ઞાન પ્રદર્શન ખૂલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે તેમણે એમ્ફી થિયેટરમાં એકત્ર કરાયેલા વિજ્ઞાનરસિક વિદ્યાર્થીઓના માધ્યમથી થકી દેશના યુવાવર્ગને જણાવ્યું હતું કે તમે આજના વિદ્યાર્થીઓ આવતીકાલના ભારતનું ભવિષ્ય છો. ભારત જેવા દેશમાં સ્થાનિક ઉદ્યોગ-વ્યાપારની જરૂરિયાત અનુસાર વૈજ્ઞાનિક માનસિકતા ઊભી થાય, શિક્ષિત યુવાનોને પૂરતી અને ઇચ્છીત રોજગારની તક મળે તે જરૂરી છે અને તેના માટે આ બીજ વાવવામાં આવ્યા છે, પણ જોજો ભણીગણીને વિજ્ઞાની બનીને ભારત સામે ગરીબી નિર્મૂલનનો જે મોટો પડકાર છે તેને ભૂલી ના જતાં.

વહેલાલ-ઝાંકજીઆઈડીસીમાં આવેલી રિયા ઈન્ડસ્ટ્રીઝના શેડમાંથી મળેલા ૨૭૦ કરોડના એફેડ્રીન ડ્રગ્સ કેસના મુખ્ય સૂત્રધાર અને નવ મહિનાથી વોન્ટેડ કિશોરસિંહ રાઠોડને રાજસ્થાનના કોટા પાસે આવેલા બારા ગામના રેલવે સ્ટેશનની બહારથી ગુજરાત એટીએસએ રવિવારે ઝડપી લીધો હતો. એટીએસએ એપ્રિલ મહિનામાં પાડેલી રેડ બાદ કિશોર સૌરાષ્ટ્ર, દિલ્હી, આગ્રા અને છેલ્લા મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં સંતાયેલો હતો. વિકી ગૌસ્વામી અને અંડરવર્લ્ડની સહાયથી કિશોર રાઠોડ છેલ્લા ત્રણ મહિનાથી મુરૈના જિલ્લાના અલગ અલગ ગામોમાં રહેતો હતો. જેના માટે કિશોરે માથે મૂંડન કરાવ્યું હતું.

અમેરિકામાં ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ્સમાં પ્રિયંકા ચોપરા અને દીપિકા પદૂકોણ છવાયા

ટીવી સિરીઝ ‘ક્વોન્ટિકો’માં અભિનય સાથે આંતરરાષ્ટ્રીય ફલક પર સફળ પ્રવેશ મેળવ્યા બાદ પ્રિયંકા ચોપરા તેના અલ્ટ્રા ગ્લેમરસ લુક સાથે રેડ કાર્પેટ પર જોવા મળે છે. કેલિફેર્નિયાના બેવરલી હિલ્સમાં બેવરલી હિલ્ટન હોટલ ખાતે ગત ૮ જાન્યુઆરીએ યોજાયેલા ૭૪મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ૩૪ વર્ષીય ચોપરા એક પ્રેઝન્ટર તરીકે રેડ કાર્પેટ પર પહોંચી હતી. અભિનેત્રી દીપિકા પદૂકોણ પણ એવોર્ડ શો બાદ વોર્નર બ્રધર્સ સ્ટુડિયો અને ઈનસ્ટાઈલ મેગેઝિન દ્વારા યોજાયેલી ગ્લોબ્સ આફ્ટર પાર્ટીમાં ઉપસ્થિત રહી હતી. ચોપરાએ ‘વોકિંગ ડેડ’માં નેગનની ભૂમિકા ભજવતા જેફરી ડિન મોર્ગન સાથે ‘બેસ્ટ એક્ટર ઈન ટીવી સિરીઝ – ડ્રામા’ કેટેગરી માટે ‘ગોલિયાથ’ માટે બિલી બોબને ટ્રોફી અર્પણ કરી હતી. 

ફોર્બ્સ અંડર-૩૦ પ્રતિભાશાળી યુવાઓની યાદીમાં કરણ જાની

વિશ્વમાં પ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝિને ૩૦ વર્ષથી નીચેની વય ધરાવતાં વિશ્વના ૩૦ પ્રતિભાશાળી યુવાઓની યાદીમાં વડોદરાના યુવા વૈજ્ઞાનિક કરણ જાનીનો સમાવેશ કર્યો છે. કરણ જાનીએ તાજેતરમાં ગ્રેવિટેશનલ વેવ્સને લગતી સદીની સૌથી મહત્વની અને ઐતિહાસિક શોધ સાથે સંકળાયેલી વૈજ્ઞાનિકોની ટીમના સભ્ય તરીકે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. 

Karan

Karan