Root tipped to replace Cook as captain 11/01/2017 6:37 am Mitul Paniker Joe Root, the current vice captain, will most probably be named as England captain as reports suggested that Alastair Cook will resign as England captain when he meets Andrew Strauss, the Director of Cricket of England and Wales Cricket Board (ECB), later this week
ખોડલધામમાં મા ખોડિયારનો ૧૭મી જાન્યુઆરીથી ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 11/01/2017 6:06 am Khushali Dave કાગવડમાં લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક ખોડલધામનું નિર્માણકાર્ય પાંચ વર્ષે સંપન્ન થઈ ગયું છે. ૧૭મી જાન્યુઆરીથી ૨૧ જાન્યુઆરી સુધી ખોડલધામમાં મા ખોડિયારની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. વિશ્વનું આ પ્રથમ એવું મંદિર બનશે કે જેના પ્રવેશદ્વારે રાષ્ટ્રધ્વજ ફરકતો હશે. પાંચ દિવસના આ મહોત્સવમાં દેશભરમાંથી લાખો ભાવિકો ઉમટી પડશે.
પતંગોત્સવમાં ૩૨ દેશો અને ૧૦ રાજ્યોના પતંગબાજોએ પતંગ ચગાવ્યા 11/01/2017 5:33 am Khushali Dave અમદાવાદ રિવરફ્રન્ટના આંગણે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, રાજ્યપાલ ઓ. પી. કોહલી, વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સનો પ્રારંભ થયો હતો. ઋષિકુમારોએ સૂર્યવંદના કરી હતી, તો મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓના બે હજાર વિદ્યાર્થીઓએ યોગ નિદર્શન રજૂ કર્યું હતું. આ વખતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ૩૨ દેશોના ૧૧૩ અને ૧૦ રાજ્યોના ૫૦ મળીને કુલ ૧૬૩ પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. પતંગત્સવના પ્રારંભની સાથે જ આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવવાની શરૂઆત કરી હતી.
વેપારી મંડળોના સંકલનથી નેશનલ કાઉન્સિલ બનાવો: પંકજ પટેલ 11/01/2017 5:34 am Khushali Dave ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલની ફિક્કીના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ એ બદલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને જુદી જુદી ઔદ્યોગિક સંસ્થાઓએ પંકજ પટેલનો સન્માન સમારોહ તાજેતરમાં યોજ્યો હતો. આ સમારોહમાં ફેડરેશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી-ફિક્કીના નવા ચેરમેન પંકજ પટેલે ફિક્કી સાથે સંકળાયેલી વિવિધ રાજ્યોની ચેમ્બર બોડીને જોડીને એક નેશનલ કાઉન્સિલ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. પંકજ પટેલની સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ રહેલા અને હાલના વાહનવ્યવહાર પ્રધાન વલ્લભભાઈ કાકડિયાનું પણ સન્માન કરાયું હતું.
જવાનોના જીવનની ઝાંખી કરાવતું ગુજરાતનું સીમા દર્શન 11/01/2017 7:16 am Khushali Dave ‘પપ્પા, સરહદ પર જવા માટેના કાર પાસ ક્યારે મળશે?’... અમદાવાદના ઉદ્યોગપતિ કેતન પારેખ એમના પત્ની સાથે અને પારિવારિક મિત્ર ગુંજન મિરાણી સાથે બનાસકાંઠા જિલ્લાના નડાબેટ પાસે શરૂ થયેલા જલોયા પ્રવાસી માહિતી કેન્દ્ર પર આવ્યા થોડો વધુ સમય પસાર થયો ત્યારે એમના યુવાન દીકરાએ આતુરતાથી આ સવાલ એમને કર્યો હતો. ૨૪ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજથી ગુજરાત સરકારના પ્રવાસન નિગમ અને સીમા સુરક્ષા દળ - બીએસએફના સંયુક્ત ઉપક્રમે ‘સીમા દર્શન’ કાર્યક્રમનો આરંભ નડાબેટ સરહદથી થયો હતો.
Two centuries of intellectual glory 11/01/2017 7:15 am Mitul Paniker The bicentenary of Presidency College, Calcutta, is being celebrated with great gusto.