મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજનો શતાબ્દિ સમૂહ લગ્નોત્સવ 11/01/2017 6:23 am Khushali Dave મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ- માતૃસંસ્થાનો ૧૦૦મો ક્રાંતિકારી સમૂહ લગ્નોત્સવ આઠમી જાન્યુઆરીએ ચાંગા ખાતે સંપન્ન થયો હતો. આ સમૂહ લગ્નમાં ૪૭ યુગલો લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. અત્યાર સુધીમાં માતૃસંસ્થાના સમૂહ લગ્નોત્સવમાં કુલ ૨૭૧૯ યુગલોએ ગૃહસ્થ જીવનની કેડી પર પગરણ માંડ્યા છે. આ લગ્ન ઉત્સવ પ્રસંગે નવયુગલોને આશીર્વાદ આપતાં ચારુસેટ યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્ર પટેલે કહ્યું હતું કે, દીકરા કરતાં દીકરીને સવાઈ ગણવી એ વર્તમાન સમયનો યુગધર્મ છે. ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજે વર્ષ ૧૯૮૫માં રૂઢિચુસ્ત વાતાવરણ વચ્ચે સમૂહલગ્નની પહેલ કરી હતી અને પાટીદારો માટે સમૂહલગ્ન ઉત્સવ દીવાદાંડી સમાન બની ગયો છે.
‘આ શિયાળે સ્વસ્થ રહો અભિયાન’ પર જનજાગૃતિ કેળવવા બેઠક યોજાઈ 11/01/2017 6:21 am Jitendra Umatia લંડનઃ NHS ENGLANDએ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) સાથે મળીને હિંદુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી લોકોનું પ્રતિનિધિત્વ કરતી FAITH તથા BME સંસ્થાઓ સાથે બેઠક યોજી હતી.બેઠકમાં BME સમુદાયો આ શિયાળામાં કેવી રીતે સ્વસ્થ રહી શકે તેની માહિતી સમુદાય મેળવી શકે તે સુનિશ્ચિત કરવા માટે ધાર્મિક સંસ્થાઓ NHS અને PHE સાથે મળીને કેવી કામગીરી કરી શકે તેના પર વિશેષ ધ્યાન અપાયું હતું.
• રૂ. ૬૫ કરોડથી વધુના આરટીજીએસ દ્વારા સોનાની ખરીદીનું કૌભાંડ 11/01/2017 6:35 am Khushali Dave નોટબંધી બાદ ૨૩૧ સેવિંગ્સ અને ૯ કરંટ એકાઉન્ટ ખોલાવી તેમાં રૂ. ૬૫ કરોડથી વધુ રૂપિયા જમા કરાવી તે રૂપિયાનું આરટીજીએસ દ્વારા સોનું ખરીદીને ‘બ્લેકના વ્હાઈટ’ કરવાના કૌભાંડમાં સુરતના મહર્ષિ ચોકાસ અને હિમાંશુ રજનીકાંત શાહની ગાંધીનગર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આઠમીએ પણ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
ડર્બનમાં કાર અકસ્માતમાં ભરૂચનાં ત્રણ, નડિયાદના એક યુવકનું મૃત્યુ 11/01/2017 6:26 am Khushali Dave સાઉથ આફ્રિકાના ડર્બનમાં ચોથીએ રાત્રે ટોઇંગ વાનને ઓવરટેક કરવા જતાં ભરૂચના વેપારી સરવર મહેબૂબખાન પઠાણની કારનો અકસ્માત થયો હતો. જેમાં સરવર ખાન તથા તેના ત્રણ મિત્રો યાસીન યાકુબ પટેલ (ભરૂચ), મોહસીન પટેલ (ભરૂચ) તથા જીજ્ઞેશ પટેલ (નડિયાદ)નાં મૃત્યુ નીપજ્યા હતા. ચારેય વેપાર અર્થે ડર્બન ગયા હતા. ત્યાંથી પરત ફરતાં હાઈ વે નજીક એક ટોઇંગ વાનને ઓવરટેક કરવા જતાં આ અકસ્માત થયો હતો. જેમાં ગંભીર ઈજાઓ સાથે ચારેયના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતા.
ટર્નઓવર રૂ. ૩૦ લાખ છતાં ૧૫ દિવસમાં રૂ. ૧૫ કરોડના સોનાનું વેચાણ 11/01/2017 6:30 am Khushali Dave સ્થાનિક ઇન્કમટેક્સ વિભાગના ઇન્વેસ્ટીંગેશન વિંગે પાંચમીએ નડિયાદ-આણંદના ઝવેરાત જવેલર્સ તથા નડિયાદના સહજાનંદ ગોલ્ડના સંચાલકો પર સર્વે હાથ ધર્યો હતો. જેમાં નડિયાદના સહજાનંદ ગોલ્ડ (જ્વેલર્સ)ના સંચાલકો ૮મી નવેમ્બરથી ૨૩ નવેમ્બર સુધીના માત્ર ૧૫ દિવસમાં એક કરોડ નહીં પણ રૂપિયા ૧૫ કરોડનું ગોલ્ડ વેચી નાંખ્યું હોવાનું દર્શાવ્યું છે. જોકે આઇટીના અધિકારીઓની તપાસમાં સંચાલકોએ સોનું વેચ્યા વગર માત્ર કાગળ પર ખોટા સ્ટોક અને વેચાણના રેકોર્ડ ઉભા કરીને રૂપિયા ૧૫ કરોડના પૈસાની હેરાફેરી કરી છે તેવી શંકા સેવાઈ રહી છે.
કોડાય સ્વામિનારાયણ ગુરુકુળમાં દશાબ્દિ મહોત્સવ ઉજવાયો 11/01/2017 6:21 am Khushali Dave સ્વામિનારાયણ ગુરુકુળમાં સાતમી જાન્યુઆરીએ દશાબ્દિ મહોત્સવનો પ્રારંભ થયો હતો. ગુરુકુળનું નરનારાયણદેવ ભુજ મંદિરમાંથી વિલીનીકરણ થયા બાદ આ પ્રથમ ધર્મ મહોત્સવ છે. મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી અને અન્ય સંતોએ દીપ પ્રાગટ્યથી ઉત્સવનો આરંભ કરાવ્યા પછી મહોત્સવના પ્રારંભે વહેલી સવારે પોથીયાત્રા રાસની રમઝટ સાથે નીકળી હતી. યજમાન પરિવારો દ્વારા પોથીપૂજન બાદ મહંત સ્વામી ધર્મનંદનદાસજી, પાર્ષદ જાદવજી ભગતે આશીર્વચન પાઠવ્યા હતા.
શ્રમિક મહિલાએ એકસાથે ચાર બાળકોને જન્મ આપ્યો 11/01/2017 6:31 am Khushali Dave ડેડીયાપાડા તાલુકાના કુંડીઆંબા ગામના ખેતમજૂર વિનોદભાઈ રમેશભાઈ વસાવાની પત્ની ઉષાબહેનને પ્રસવ પીડા ઉપડતાં છઠ્ઠી જાન્યુઆરીએ સેવા રૂરલ સંચાલિત કસ્તુરબા પ્રસૂતિ ગૃહમાં દાખલ કરાયા હતા. સાતમીએ વહેલી સવારે ઉષાબહેને થોડા થોડા સમયના અંતરે ચાર પુત્રોને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ ઉષાબહેન તથા ચારેય પુત્રો સ્વસ્થ હોવાનું તબીબે જણાવ્યું હતું.