એડ મિલિબેન્ડ તો વિજય પ્રવચન લખવામાં મશગુલ હતા 12/05/2015 2:54 pm Achyut Sanghavi લંડનઃ ગુરુવારની રાત્રે લેબર પાર્ટી માટે આઘાતજનક એક્ઝિટ પોલના તારણો જાહેર કરાયા ત્યારે તો પોતાની પાર્ટીના વિજય માટે આત્મવિશ્વાસી એડ મિલિબેન્ડ સાઉથ યોર્કશાયરમાં તેમના મતક્ષેત્રના નિવાસે વિજય પ્રવચન લખવામાં મશગુલ હતા. એક્ઝિટ પોલના તારણો નિહાળતા જ તેમણે તેમના મુખ્ય રણનીતિકાર લોર્ડ વૂડને આદેશ કરી શેડો મિનિસ્ટર્સને રેડિયો અને ટેલિવિઝન પર વિજયી મુદ્રામાં ન દેખાવા સૂચના પહોંચાડી હતી.
બોરિસ જ્હોન્સન સાત વર્ષે હાઉસ ઓફ કોમન્સમાં પરત 12/05/2015 2:59 pm Achyut Sanghavi લંડનઃ લંડનના મેયર બોરિસ જ્હોનસન સાત વર્ષની ગેરહાજરી પછી વેસ્ટમિન્સ્ટરમાં પાછા ફર્યા છે. કન્ઝર્વેટિવ નેતા (૨૨,૫૧૧ મત)એ વેસ્ટ લંડનમાં અક્સબ્રિજ એન્ડ સાઉથ રાયસ્લિપ મતક્ષેત્રમાં ૧૦,૦૦૦ મતથી વધુ સરસાઈ સાથે લેબર પાર્ટીના ઉમેદવાર અને બીબીસી જર્નાલિસ્ટ ક્રિસ સમર્સ (૧૧,૮૧૬ મત)ને પરાજિત કર્યા હતા. Ukipના ઉમેદવાર જેક ડફિન (૬,૩૪૬) અને લિબરલ ડેમોક્રેટના ઉમેદવાર માઈકલ ફ્રાન્સિસ કોક્સ (૨,૨૧૫) અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને રહ્યા હતા. જહોન્સન લંડનના મેયર અને સાંસદ તરીકે બેવડી જવાબદારી નિભાવશે.
નંબર 10માં કેમરનનું સ્ટાફ દ્વારા ભવ્ય સ્વાગત 12/05/2015 3:03 pm Achyut Sanghavi લંડનઃ સામાન્ય ચૂંટણીમાં સંપૂર્ણ બહુમત મેળવી નંબર ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટમાં પરત આવેલા ડેવિડ કેમરનને તેમના સ્ટાફે આનંદપૂર્વક વધાવી લીધા હતા. બકિંગહામ પેલેસમાં ક્વીન એલિઝાબેથને ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ભવ્ય વિજયની માહિતી આપ્યા પછી કેમરન બીજી મુદત માટે વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા. કેમરન તેમના આંતરિક ઈવેન્ટ્સ ઓર્ગેનાઈઝર કેરોલ કેમ્પ્ટનને ભેટી પડ્યા ત્યારે લાગણીભીની પળો સર્જાઈ હતી. કેરોલ તેમની આંખ લૂછતાં નજરે પડ્યાં હતાં.
દૂધીઃ ગરમીમાં ‘અતિ શિતલા’ 07/05/2015 7:38 am Nilesh Parmar દૂધી વધારે બુદ્ધિ એવી ઉક્તિ આપણે અનેક વખત સાંભળી છે. જોકે બારેમાસ છૂટથી મળતું આ શાક સીધી જ મેધાશક્તિ વધારનારું નથી, પણ ઠંડકના ગુણને કારણે ઉનાળામાં મગજ, આંખો ને ચેતાતંત્રને શાતા અને શક્તિ બક્ષતું હોવાથી દૂધીથી બુદ્ધિશક્તિમાં ફાયદો થાય છે