સંસ્થા સમાચાર 26/05/2015 12:14 pm Kamal Rao * ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JNખાતે તા. ૨૯-૫-૧૫ શુક્રવારે સાંજે ૭-૩૦ કલાકે ગાયત્રી જયંતિ પ્રસંગે ૧૦૮ સમૂહ ગાયત્રી મંત્રના જાપ થશે. તા. ૩૦-૫-૧૫ શનિવારથી તા. ૪-૬-૧૫ ગુરૂવાર દરમિયાન રોજ બપોરે ૪થી ૬ શ્રીમદ ભાગવદ્ ગીતા પર મંદિરના પૂજારી શ્રી જતીનભાઇ વ્યાસ ચિંતન સત્સંગનો લાભ આપશે. તા. ૩૧-૫-૧૫ના રોજ સવારે ૧૦-૩૦થી વટ સાવિત્રી વ્રતનું પૂજન થશે. તા. ૫-૬-૭ જૂન રોજ સાંજે ૭-૩૦થી ૯-૩૦ દરમિયાન ડો. ભાગીશ્વરી દેવીજીના સત્સંગનો લાભ મળશે. તા. ૬ જૂન સવારે ૧૦-૩૦થી ૪-૩૦ મહિલા ભજન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 01772 253 901.
બુલોપાવાસી (યુગાન્ડા)અોનું સ્નેહસંમેલન 26/05/2015 12:17 pm Kamal Rao યુગાન્ડાના બુસોગા ડિસ્ટ્રીક્ટના ગોકુળીયા ગામ બુલોપાના રહેવાસી ભાઇ-બહેનો અને દીકરીઅોના સૌ પ્રથમ સંમેલનનું શાનદાર આયોજન તા. ૧૪-૬-૧૫ રવિવારના રોજ સવારે ૧૦થી સાંજના ૬.૩૦ દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, સાઉથ હેરો, લંડનHA2 8AX ખાતે કરવામાં આવ્યું છે. યુગાન્ડા છોડ્યા પછીના અા પહેલા સ્નેહસંમેલનમાં પધારવા સૌ બુલોપાવાસીઅોને ભાવભીનું અામંત્રણ છે. પ્રવેશ મફત છે. સવારે ચા નાસ્તો તેમજ સાંજે ભોજનનો લાભ મળશે. સંપર્ક: પ્રભુદાસ મોદી 020 8204 1313, સુરેશભાઇ રાજા 07956 847191, દિલીપભાઇ રાજા 07956 847190.
ગુજરાતી રાઇટર્સ ફોરમનો રજતજયંતિ કાર્યક્રમ અને મુશાયરો યોજાયો 26/05/2015 12:19 pm Kamal Rao શુક્રવાર તા. ૧૫મી મે ૨૦૧૫ના રોજ બાટલીના અલ-હિકમાહ સેન્ટર ખાતે ‘ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલી’ની રજત જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુ.એસ.એ.થી આ કાર્યક્રમ માટે ખાસ પધારેલ કવયિત્રી દેવિકા ધ્રુવના મુખ્ય મહેમાનપદે બાટલીના છ ગઝલકારોની કાવ્યકૃતિઅો સમાવેયેલ કવિ અહમદ ગુલ સંપાદિત ‘ગુલદાન’ તેમજ બાટલી અને બાટલી ગર્લ્સ હાઇ સ્કૂલના નવોદિત કવિઓની અંગ્રેજી રચનાઓ સમાવાયેલ પુસ્તક ‘Batley Bond’ અને ‘Batley Buds’નું વિમોચન કરવામાં આવ્યું હતું.
Lanka women cricketers forced to perform sexual favours 27/05/2015 10:34 am K.K. Joseph Sri Lanka Sports Ministry in a shocking revelation said that according to an investigation evidence had been found that the members of Sri Lankan National Women’s team had been forced to perform sexual favours for the officials so that they could retain or find a place in the squad
સાઉથ લંડનમાં યોગ મેલાનું આયોજન: તા. ૨૧મી જૂનના રોજ ઇન્ટરનેશનલ યોગા ડે ઉજવાશે 26/05/2015 12:21 pm Kamal Rao દત્તસહજ યોગ મિશન યુકે દ્વારા અગામી તા. ૨૧મી જૂન, ૨૦૧૫ના રોજ સવારના ૮થી સાંજના ૪ દરમિયાન આર્ચબિશપ લેનફ્રેન્ક એકેડેમી, મિચમ રોડ, ક્રોયડન CR9 3AS ખાતે તા. ૨૧ મી જૂન રવિવારના રોજ ઇન્ટરનેશનલ યોગા ડેની શાનદાર ઉજવણી કરાશે. આ પ્રસંગે યોગા મેલાનું આયોજન પણ કરાયું છે.
South Africa to tour India in Oct/Nov 27/05/2015 10:34 am K.K. Joseph Delhi, Ahmedabad, Bangalore and Nagpur will host the four-Test matches against South Africa when the Proteas tour the country in October and November.
Interest Rate likely to be gradual 26/05/2015 12:26 pm Urja Patel Bank holiday weekend has provided a relatively quiet start to the week for the pound.
હિતેન પટેલઃ આધુનિક કાળમાં પણ પળોમાં જીવવાની ફિલોસોફી મૂર્તિમંત બનાવતા કળાકાર 27/05/2015 10:35 am Achyut Sanghavi લંડનઃ હિતેન પટેલ પોતાની ખેલ ભજવણીની કળા અને શિલ્પાકૃતિઓ મારફત પળોમાં જીવવાની ફિલોસોફીને મૂર્તિમંત બનાવે છે. બન્ને પાસાને ઓળખવા તેઓ સુપરહિરો ફિલ્મોની સાથોસાથ કળામય ફિલ્મો પણ પસંદ કરે છે અને તમામ સાથે ઓળખ ઉપસાવે છે. હાલ સેડલર્સ વેલ્સ થિયેટરમાં ન્યૂ વેવ એસોસિયેટ હોવાની સાથે હિતેન સમગ્ર વિશ્વમાં ટેટ મોડર્ન તથા મુંબઈમાં ચેટરજી અને લાલ ગેલેરી સહિતના સ્થળોએ પ્રોફેશનલ કલ્પનાલક્ષી (કોન્સેપ્ટયુઅલ) કળાકારની નામના ધરાવે છે.