Advanced search


લોકશાહી શાસન પ્રણાલીમાં ધરણાં, વિરોધ પ્રદર્શન, આંદોલન ભલે પાયાનો અધિકાર ગણાતા હોય, પણ આ જ વિરોધ જ્યારે બેકાબૂ બની જાય છે ત્યારે સૌથી પહેલો ભોગ જાહેર સંપત્તિનો લેવાતો હોય છે. વળી, આવા આંદોલનોથી આમ આદમીને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તે અલગ. આવા નિરંકુશ વિરોધ પ્રદર્શન સામે ઘણી વખત સરકાર પણ નિસહાય બની જતી હોય છે અને સુપ્રીમ કોર્ટ પણ આવા સંજોગો અંગે એકથી વધુ વખત ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. જોકે હવે આવા આંદોલનો સામે આકરો કાયદો ઘડવા ભારત સરકારે કમર કસી છે. 

Chandra Das

Chandra Das

મોરારિબાપુના હસ્તે જશીબહેનનું સન્માન - જયેશ પટેલ, રેશ્મા અને તુષાર ત્રિવેદી

વડીલો સહિત સહુ વાચક મિત્રો,
મનુષ્ય સહિત સહુ ભૂચર અને જળચર પશુપંખીઓમાં ઊંડે ધરબાયેલી એષણા એ કુદરતની કરામત છે. નાનામાં નાના જીવજંતુથી માંડીને સર્વ જીવ ડીએનએની આગવી ઓળખ ધરાવે છે. એષણા કે જીજીવિષા એ દરેક જીવ સાથે જાય. સંતાન, સ્વજન, સંસ્કાર, સ્વધર્મ આદિ પ્રત્યે માનવમાત્ર, અન્ય જીવોની જેમ પોતીકી ઓળખ જાળવવા અને તેનો વિકાસ સાધવા, જાણ્યે-અજાણ્યે સતત પ્રયત્નશીલ હોય છે. ઉત્ક્રાંતિના સિદ્ધાંતનું આ પાયાનું પરિબળ છે. પોતાના કરતાં પોતાના સંતાન વધુ સિદ્ધિ પ્રાપ્ત કરે, સુખશાંતિ મેળવે તેવું તો સહુ કોઇ ઇચ્છતા હોય છેને? જોકે અમુક અંશે આ તે આપોઆપ બનતી ઘટના કે પ્રક્રિયા હોવા છતાં આજુબાજુના સર્વાંગી પરિબળો તેમાં પાયાની ભૂમિકા ભજવતા હોય છે.

કાર્લોસ સ્લિમના ભારતમાં પગરણ

મુંબઈઃ વિશ્વના બીજા નંબરના સૌથી ધનાઢય અને મેક્સિકોના ઇન્વેસ્ટર અને બિઝનેસમેન કાર્લોસ સ્લીમે હવે મૂડીરોકાણ માટે ભારત પર નજર માંડી છે. તેઓ ભારતમાં ટેલિકોમ સેકટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે.

વોડાફોનનો ભારતમાં ૪ બિલિયન ડો

નવી દિલ્હીઃ બ્રિટનની ટોચની ટેલિકોમ કંપની વોડાફોન આગામી નાણાકીય વર્ષમાં વોડાફોન ઇન્ડિયા માટે ચાર બિલિયન ડોલર ઊભા કરવા આઈપીઓ લાવવાની યોજના બનાવી રહી છે. જાહેર ભરણા માટે દસ્તાવેજો અને માર્ગદર્શિકા તૈયાર કરવા વોડાફોને એનએમ રોધચાઈલ્ડ કંપનીને કામ સોંપ્યું છે.

એક ઘટનાનું વિશ્લેષણ...
એક બેન્કમાં લૂંટારાઓ લૂંટ કરવા ગયા. ગેંગના લિડરે બધાને કીધુંઃ ‘ડરો નહિ, આ પૈસા દેશના છે, પણ જીવ તમારો પોતાનો છે... ચૂપચાપ જમીન પર સૂઈ જાવ!’
બધા સૂઈ ગયા... આને કહેવાય ‘માઇન્ડ ચેઇન્જીંગ કન્સેપ્ટ’
ગેંગનો એક સાથી જે બીકોમ પાસ હતો. એ બોલ્યો, ‘બોસ, જતાં પહેલાં રૂપિયા ગણી લઈએ?’
બોસે કીધું, ‘ડોબા, એ તો ટીવી પર જોઈ લઈશું!’
આને કહેવાય... ‘એક્સપિરીયન્સ’
લૂંટ ૨૦ લાખ લાખની થઈ હતી. બેંકના અધિકારીએ કહ્યું, ‘એફઆરઆઈ કરાવવી પડશેને?’ મેનેજરે કહ્યું, ‘એક કામ કરો. બીજા ૧૦ લાખ કાઢી લો. અને આપણે ભેગા મળીને ૫૦ લાખનો ફ્રોડ કર્યો હતો એ પણ આમાં ઉમેરી દો...’
આને કહેવાય... ‘ઓપોર્ચ્યુનીટી’
ટીવી પર ન્યૂઝ આવ્યાઃ ફલાણી બેન્કમાં ૮૦ લાખની લૂંટ! લૂંટારાઓએ રૂપિયા ગણ્યા, નીકળ્યા ૨૦ લાખ! બીકોમ થયેલા સાથીએ કહ્યું, ‘જોયું? બિઝનેસનું રિસ્ક આપણે લીધું. પણ બેન્કવાળાઓએ બેઠાં બેઠાં ૬૦ લાખ બનાવી લીધા...
આને કહેવાય... ‘ક્રિએટિવ મેનેજમેન્ટ...’