યુરોપમાં ૧૦૦ ચો. મીટરના જમીનના ટુકડા પર નવા દેશની સ્થાપના! 19/05/2015 1:10 pm Viren Vyas યુરોપમાં કેટલાક લોકોએ ૧૦૦ ચો. મીટરના જમીનના એક ટુકડા પર એક નવો દેશ બનાવ્યો છે.
વડા પ્રધાન મોદી હવે ચીન, મોંગોલિયા, સાઉથ કોરિયાના પ્રવાસે 14/05/2015 7:03 am Nilesh Parmar નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના ચાર દિવસના પ્રવાસે પહોંચી ગયા છે. ૧૪થી ૧૯ મે સુધીને છ દિવસના પ્રવાસમાં તેઓ ચીન ઉપરાંત મોંગોલિયા અને સાઉથ કોરિયાની પણ મુલાકાત લેશે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ૧૫ દેશોનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. કાર્યકાળ દરમિયાન તેઓ લગભગ ૪૦ દિવસ વિદેશમાં રહ્યા, જ્યારે બાવન પ્રવાસ દેશમાં ખેડ્યા છે.
દારૂ પીને વિમાન ઉડાડવા જતો એર ઇન્ડિયાનો પાયલોટ પકડાયો 19/05/2015 1:17 pm Viren Vyas પોતાની ખરાબ સર્વિસને કારણે એર ઈન્ડિયા પ્રવાસીઓમાં બદનામ છે.
ભારત-ચીન સંબંધો વધુ મજબૂત બનશેઃ વડા પ્રધાન મોદી 14/05/2015 7:12 am Nilesh Parmar નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારથી ત્રણ દેશોનો પ્રવાસ શરૂ કર્યો છે. ચીન ઉપરાંત તેઓ મોંગોલિયા અને સાઉથ કોરિયાની પણ મુલાકાત લેશે. સમગ્ર દુનિયાની નજર વડા પ્રધાનના ચીનપ્રવાસ પર છે. વડા પ્રધાન મોદીએ ચીન પ્રવાસના પ્રારંભ પૂર્વે ચીનના અખબારોને આપેલી મુલાકાતમાં આશાવાદ દર્શાવ્યો હતો કે તેમનો ચીન પ્રવાસ બન્ને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
ઓસ્ટ્રેલિયામાં ભારતીય સાંસદે ગીતા પર હાથ રાખી શપથ લીધા 14/05/2015 7:37 am Viren Vyas મેલબોર્નઃ ભારતીય મૂળના ડેનિયમ મુખી ઓસ્ટ્રેલિયાના પ્રથમ એવા રાજકારણી બની ગયા છે, જેમણે ગીતા પર હાથ રાખીને ન્યુ સાઉથ વેલ્સ સંસદમાં સભ્ય તરીકે શપથ લીધા હોય.
સેવા સાથે મોજ-મસ્તી અને ખાણી પીણીનો આનંદ એટલે આનંદ મેળો 19/05/2015 1:48 pm Kamal Rao બ્રિટનમાં વ્યાપક ફેલાવો ધરાવતા લોકપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ ખાતે સેવા સાથે મોજ-મસ્તી અને ખાણી પીણીના સમન્વય સમા સૌ કોઇના લોકપ્રિય એવા પાંચમા 'આનંદ મેળા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મનોરંજનથી ભરપૂર 'આનંદ મેળા'માં સાડી-જ્વેલરી, શણગાર, મહેંદી અથવા ચટપટા નાસ્તા કે ઘર સજાવટની વસ્તુઅોની ખરીદી ઉપરાંત પારંપરિક અને સ્વાદિષ્ટ એવા પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાણીપુરી અને ચાટ્સ, દાબેલી, ફરસાણ, પાઉંભાજી વગેરે વ્યંજનોની મોજ માણી શકશો. આટલું જ નહિં 'આનંદ મેળા'માં બ્યુટી અને વેડીંગ, ટ્રાવેલ અને ટૂરીઝમ, આરોગ્ય, જ્વેલરી, શિક્ષણ, ફાઇનાન્સ - બેન્કિંગ અને ઇન્સ્યુરંશ ક્ષેત્ર સહિત વિવિધ સેવાઅો અને પ્રોડક્ટનું વેચાણ કરતા સ્ટોલનો લાભ મળશે અને વ્યાજબી ભાવે આપ વિવિધ સેવાઅો મેળવી શકશો. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળો ૫,૦૦૦ જેટલા લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે.
ઉત્તર કોરિયામાં મિટિંગમાં ઊંઘતા પ્રધાનની ક્રુર હત્યા કરાવી 14/05/2015 7:45 am Viren Vyas ઉત્તર કોરિયાના સંરક્ષણ પ્રધાન હ્યોન યોંગ ચોલને જાહેરમાં તોપ (એન્ટી એરક્રાફ્ટ ગન) વડે ઉડાવાયા છે. તેમનો ગુનો એટલો હતો કે તેઓ સરમુખત્યાર કિમ જોંગ ઉનની હાજરીમાં એક બેઠકમાં ઊંઘી રહ્યા હતા.