શુધ્ધ, સાત્વિક અને સ્વાદિષ્ટ શાકાહારી રસોઇ માટે ખ્યાતિ પામનાર યુરોપના સૌથી મોટા અદ્યતન કેટરીંગ યુનિટ "શાયોના" કેટરર્સનું ઉદઘાટન 03/06/2015 9:22 am Kamal Rao બ્રિટીશ વડાપ્રધાનના નિવાસસ્થાન ૧૦ ડાઉનીંગ સ્ટ્રીટમાં દિપાવલીના સપરમા ટાંણે મઘમઘતી મિઠાઇઅો અને ચટપટા ફરસાણોનો અન્નકૂટ સજાવાય છે અને જ્યાં નૂતનવર્ષે નીસડન મંદિરમાં ભગવાનશ્રી સ્વામિનારાયણ સમક્ષ હજારો મિઠાઇ, પાક-પકવાન અને રંગબેરંગી સલાડ, શીખંડ ને શરબતોનો મનોહારી અન્નકૂટ જોવા લંડનના ખૂણે ખૂણેથી થોકબંધ હિન્દુ શ્રધ્ધાળુઅો ઉમટે છે એ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની સબસીડરી કેટરીંગ કંપની ”શાયોના” દિનપ્રતિદિન સિધ્ધિના શિખરો સર કરી રહી છે.
ધરતીકંપના નામે ઉઘરાણું 09/06/2015 11:39 am Kamal Rao જ્યારે જ્યારે દુનિયામાં કોઈ પણ જગ્યાએ કુદરતી આફત આવી પડે છે અને તેમાં થતી તબાહી, જાન-માલને થતા ભયંકર નુકસાન અને પાણી-ખોરાક માટે તરફડતા લોકોના સમાચાર વાંચીને અને ટી.વી. ઉપર તેનાં દ્રશ્યો જોઈને હૃદય કંપી ઊઠે છે. બનતી મદદ કરવા હૃદયમાં અનંત ઈચ્છા થાય છે. સામાજીક, ધાર્મિક સંસ્થાના નામે ઉઘરાણા કરતા કેટલાક લોભીયા-ધૂતારા લોકોનો રાફડો દેશ-પરદેશમાં ઊભો થાય છે. પરસેવો પાડીને કરેલી કમાણીમાંથી કરાતા લોકોના દાનનો ઉપયોગ તેઓ પોતાના મોજ-શોખ માટે કરે છે.
તા. ૧૩ જૂન, ૨૦૧૫થી ૧૯ જૂન, ૨૦૧૫ 03/06/2015 9:26 am Nilesh Parmar વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
'ક્વીન્સ એવોર્ડ ફોર વોલંટીયર સર્વિસ ૨૦૧૫'નો એવોર્ડ મેળવતી એકમાત્ર ગુજરાતી સંસ્થા "નવજીવન વડિલ કેન્દ્" 09/06/2015 11:40 am Kamal Rao નોર્થ વેસ્ટ લંડનમાં વયોવૃધ્ધ અને એકલવાયું જીવન જીવતા વડિલોના જીવનને નવું જીવન બક્ષવાના હેતુથી શરૂ થયેલ “નવજીવન વડિલ કેન્દ્ર”ને અા વર્ષે એમની સુંદર, પ્રશંસનીય સેવાની કદરરૂપે "ક્વીન્સ એવોર્ડ ફોર વોલંટીયર સર્વિસ ૨૦૧૫”ના સર્વોચ્ચ એવોર્ડ માટે પસંદગી થયાના ખુશ ખબરની જાહેરાત ગુરૂવાર તા. ૪ જુન ૨૦૧૫ના રોજ સત્તાવીસ ગામ પાટીદાર સમાજ હોલમાં એના પ્રમુખ શ્રી બી. ટી. શાહ અને સેક્રેટરી શ્રી જયંતભાઇ દોશી તરફથી લગભગ ૨૦૦ જેટલા વડિલોની હાજરીમાં કરી ત્યારે ઉપસ્થિત સૌ કોઇના ચહેરા ખીલી ઉઠ્યા હતા.
Thank you 09/06/2015 11:41 am Merul Patel Thank you for contacting ABPL. You should receive an automated email to confirm receipt, and someone will be contacting you shortly.
Thank you 09/06/2015 11:46 am Merul Patel Thank you for contacting ABPL. You should receive an automated email to confirm receipt, and someone will be contacting you shortly.
જૈનાચાર્ય પ.પૂ. સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજશ્રીની ૨૯ કિ.મી. લાંબી ઐતિહાસિક પગપાળા પાલખી યાત્રા 09/06/2015 11:57 am Kamal Rao પ.પૂ. યુગદિવાકર અાચાર્યશ્રી ધર્મસુરીશ્વરજી મહારાજશ્રીના સમુદાયના અાચાર્ય ભગવંત શ્રી સૂર્યોદયસુરી મહારાજ સાહેબ અસ્વસ્થ તબિયતના કારણે શુક્રવાર તા. ૫ જુન ૨૦૧૫ના રોજ સાંજે મુંબઇ ખાતે ૮૪ વર્ષની વયે કાળધર્મ પામ્યા હતા.