એક્ટાવિસે અમિત પટેલ - મીતા પટેલની ઓડેન મેકેન્ઝીને £૩૦૬ મિલિયનમાં ખરીદી 10/02/2015 11:29 am Achyut Sanghavi લંડનઃ પૈસો પૈસાને ખેંચી લાવે એ ન્યાયે મલ્ટિમિલિયોનેર ભાઈ-બહેન અમિત પટેલ અને મીતા પટેલે તેમની ડ્રગ સપ્લાયર કંપની ઓડેન મેકેન્ઝીનું વેચાણ આઈરિશ ડ્રગ્સ ગ્રૂપ એક્ટાવિસને કરી ૩૦૬ મિલિયન પાઉન્ડ ઉભા કરી લીધાં છે. ઓડેન મેકેન્ઝી NHS ને જેનરિક દવાઓનાં મુખ્ય સપ્લાયર છે. આ સોદામાં ઓડેન મેકેન્ઝીના પ્રોપર્ટી પોર્ટફોલિયોનો સમાવેશ થતો નથી.
ઉપરાષ્ટ્રપતિએ માણ્યો કચ્છનો રણોત્સવ 09/02/2015 8:07 am Viren Vyas ભૂજઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી ગત સપ્તાહે કચ્છની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે પાકિસ્તાનની સરહદે ધોરડો પાસે આવેલા શ્વેત રણની મુલાકાત લીધી હતી અને કચ્છ યુનિવર્સિટીના પદવીદાન સમાંરભમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.
લંડનવાસી કચ્છી દાતાનું કિડની ડાયાલિસીસ માટે દાન 09/02/2015 8:09 am Viren Vyas વિદેશવાસી કચ્છીઓ હંમેશા તેમના વતન પ્રત્યે અપાર પ્રેમ દર્શાવતા હોય છે.
દવા કયા સમયે લેવી વધુ લાભકારક? 09/02/2015 8:25 am Nilesh Parmar તાવ આવે કે પેટના દુખાવા જેવી એક્યુટ બીમારી વેળા જીપી જ આપણને લખી આપતા હોય છે કે કઈ ગોળી ક્યારે અને કેવી રીતે લેવાની છે. જોકે હાઈ બ્લડપ્રેશર, હાર્ટ ડિસીસ, ઓસ્ટિયોપોરોસિસ, હાઈ કોલેસ્ટરોલ જેવી તકલીફોમાં લાંબા સમય સુધી લેવાતી દવાઓ દિવસના ચોક્કસ સમયમાં લેવાથી એ સૌથી વધુ અસરકારક સાબિત થતી હોવાનું તારણ વૈજ્ઞાનિક અભ્યાસોના આધારે રજૂ થયું છે.
અચ્છે દિન આયેંગે? 10/02/2015 11:29 am Kamal Rao બીજા દેશોની સરખામણીએ બાળમૃત્યુના ઊંચા દરનો આંકડો, હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે જગ્યાનો અભાવ વગેરે બાબતોથી ભારતનું આરોગ્ય ખાતું ઘણા લાંબા સમયથી વગોવાયેલું છે. મે-૨૦૧૪માં શ્રી નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યું એ પહેલાં પ્રવચનોમાં કહેલું કે 'અમે સત્તા હાંસલ કરીશું તો દેશના વહીવટી માળખામાં ફેરફાર કરીને ગરીબો માટે સગવડો વધારીશું.'