ભૂકંપના ૧૪ વર્ષ પછી પણ.... ઃ 26/01/2015 11:52 am Viren Vyas ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ આવેલા ગોઝારા ભૂકંપમાં અંજારમાં પ્રજાસત્તાક પર્વની રેલીમાં નીકળેલા ૧૮૨ બાળકો, ૨૧ શિક્ષકો અને બે પોલીસ કર્મીઓ મૃત્યુ પામ્યા હતા. આ મૃતકોને શ્રદ્ધાંજલિરૂપે ‘વીર બાળભૂમિ-વીરાંજલિ પાર્ક’ના નિર્માણની જાહેરાત થઇ હતી, પરંતુ ભૂંકપ આવ્યાના ૧૪ વર્ષ બાદ પણ વીરાંજલિ પાર્કનું નિર્માણ સરકારી ઓફિસોની બહાર થયું નથી. એક સ્થળે ૨૦૦થી વધુ લોકોનાં મોતથી કચ્છ હચમચી ગયું હતું. વીર બાળભૂમિના નિર્માણની જાહેરાત સમયે નિર્ધારિત થયેલું સ્થળ પણ બદલાયું છે. અત્યારે સ્થિતિમાં વીરાંજલિ પાર્કનું બજેટ ૨૦૦૯માં અંદાજાયેલા રૂ. બે કરોડથી વધીને રૂ. ત્રણ કરોડ સુધી પહોંચ્યું છે. જે-તે સમયે ખુદ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત હવે નક્કર સ્વરૂપ ધારણ કરે તેવી માગણી મૃતક બાળકોના પરિવારજનો કરી રહ્યા છે.
India pays homage to Gandhiji on Martyrs' Day 20/01/2015 1:29 pm Arvind Rajput Since Mahatma Gandhi’s martyrdom on January 30, 1948 this day was declared as the Martyrs’ Day in India.
Speeding teenage driver regrets killing grandfather 26/01/2015 11:55 am Rupanjana Dutta A teenage driver who killed a grandfather as he sped a 105,000 Range Rover at 81 mph, in a 30 mph zone has regretted his action. Kirpal Singh Sokhi, 19, careered into Stephen Beckett’s car after “flooring” the powerful 4x4, which he had allegedly taken without permission.
વર્ષ ૨૦૦૧ના ભૂકંપના કેસોમાં હજુ પણ ચુકાદા આવ્યા નથી 26/01/2015 11:55 am Viren Vyas અમદાવાદઃ વર્ષ ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ભૂકંપને ૨૬ જાન્યુઆરીએ ૧૪ વર્ષ પૂર્ણ થયા છે. આ કુદરતી હોનારતના ઘા તો રુઝાયા છે, પરંતુ યાતના ઘટી નથી. ભૂકંપ પીડિતોને અદાલતોમાંથી પણ ઝડપી ન્યાય મળ્યો નથી.
MI5, MI6 and GCHQ to undergo sweeping changes 20/01/2015 1:34 pm Arvind Rajput The operations of MI5, MI6 and GCHQ would undergo sweeping changes, Parliament’s secret intelligence watchdog said.
ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરીઃ 26/01/2015 12:00 pm Viren Vyas સોરઠવાસીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને અંતે રાષ્ટ્રીય વન્ય પ્રાણી બોર્ડની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી મળી છે. આવા ૫૩ પ્રોજેક્ટોને એકસાથે લીલીઝંડી આપવામાં આવી છે. જેમાં સરહદી માર્ગો અને ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ હસ્તકનાં આંતર માળખાકીય પ્રોજેક્ટોનો પણ સમાવેશ થાય છે. ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને હવે ચારથી પાંચ માસમાં જ મંજૂરી આપી કેન્દ્ર સરકાર તે અંગે જાહેરાત કરે તેવી શક્યતા છે. ગિરનાર રોપ-વે પ્રોજેક્ટની પરિકલ્પના ૧૯૮૩માં સૌપ્રથમ વખત રજૂ થયા બાદ તે વારંવાર ખોરંભે ચઢતો આવ્યો છે. હવે તેને મંજૂરી મળતાં આ સાથે તમામ અટકળોનો અંત પણ આવ્યો છે.