મોદીબ્રાન્ડ આયારામ - ગયારામનો સુવર્ણ યુગ 20/01/2015 7:00 am Nilesh Parmar ભારતીય રાજકારણને સંપૂર્ણપણે પચાવીને નરેન્દ્ર દામોદરદાસ મોદીએ રીતસર પોતાના વશમાં કર્યું છે. એ વડા પ્રધાન હોવાની સાથે જ ભારતીય જનતા પક્ષના એકમેવ તારણહાર છે.
ડાંગના ગાંધી ઘેલુભાઇ નાયકનું અવસાનઃ 19/01/2015 10:13 am Viren Vyas ડાંગના ગાંધી તરીકે ઓળખાતા અને જેમણે ડાંગને ગુજરાતમાં સમાવ્યું તેવા સ્વાતંત્ર્ય સેનાની ઘેલુભાઈ નાયક (૯૨)નું ગત સપ્તાહે અવસાન થયું છે. ૧૯ જૂન ૧૯૨૪ના રોજ ગણદેવી તાલુકાના કોલવા ખાતે જન્મેલા માતા લક્ષ્મીબેન અને પિતા ગુલાબભાઈના સંતાન ઘેલુભાઈના નિધનથી ડાંગ સહિત અમલસાડ, ગણદેવી તેમ જ ગુજરાતભરમાં શોક વ્યાપ્યો છે. તેઓ થોડા દિવસ પહેલા પડી જતા તેમને માથામાં ઈજા હતી. તેમને વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ૧૬ જાન્યુઆરીએ અવસાન થયું હતું. તેમણે હિન્દ છોડો ચળવળ-૧૯૪૨માં ભાગ લીધો હતો અને જેલમાં પણ ગયા હતા. આ ચળવળમાં તેમના મોટાભાઈ છોટુભાઈએ પણ અમદાવાદની સાબરમતી જેલમાં જેલવાસો ભોગવ્યો હતો. ૧૯૬૦માં ડાંગ જિલ્લામાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિમાં ડાંગને ગુજરાતમાં સમાવવાનું વિરલ કાર્ય તેમણે અને છોટુભાઈએ કર્યું હતું. પૂ. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી જુગતરામભાઈએ ડાંગની પ્રજાના ઉત્થાન માટે છોટુભાઈ-ઘેલુભાઈને ડાંગ મોકલ્યા હતા. ૭ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ આહવા ખાતે ડાંગ સ્વરાજ આશ્રમની સ્થાપના કરીને આ બંને ભાઇઓએ ડાંગની આદિવાસી પ્રજાના દુઃખ દર્દ અને ઉત્થાન માટે અનેકવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી હતી.
તમામ નેતામાં મોદી વિશિષ્ટ, તેઓ કોઇ વૈચારિક માન્યતામાં ગૂંચવાયેલા નથીઃ પ્રો. ભગવતી 20/01/2015 10:34 am Mukesh Patel કોલંબિયા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી પ્રો. જગદીશ ભગવતીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારમાં તેમની સક્રિય ભૂમિકા વિશે પૂછવામાં આવતાં તેઓ ખડખડાટ હસી પડે છે.