રાણીનિવાસ બકિંગહામ પેલેસનું £૧૫૧ મિલિયનના ખર્ચે રીપેરિંગ 27/06/2015 5:37 am Achyut Sanghavi લંડનઃ મહારાણી એલિઝાબેથ દ્વિતીય બકિંગહામ પેલેસ છોડી અન્યત્ર રહેવા જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ક્વીન અને પ્રિન્સ ફિલિપ તેમના રજાઓના નિવાસ વિન્ડસર પેલેસમાં રહેવા જઈ શકે છે. લંડનસ્થિત ૧૮મી સદીના ભવ્ય મહાલયમાં £૧૫૧ મિલિયનના ખર્ચે સમારકામ અને જાળવણીની કામગીરી હાથ ધરાનાર છે. છેલ્લે અહીં ૧૯૫૨માં સમારકામ કરાયું હતું. શાહી મહેલમાં નવેસરથી સજાવટ ઉપરાંત, વાયરિંગ, પ્લમ્બિંગ, એસ્બેસ્ટોસ દૂર કરવાની કામગીરી કરવાની છે. પેલેસના સમારકામ અંગે ભિન્ન મત પ્રવર્તે છે. કેટલાક લોકો પેલેસ ખાલી કરી સમારકામની તરફેણ કરે છે. બીજી તરફ, પેલેસમાં વિશ્વના શ્રેષ્ઠ કલાસંગ્રહ હોવાથી કેટલાક આ સ્થળે મ્યુઝિયમ બનાવવાની તરફેણમાં છે.
પૂ. સ્વામી પરમાત્માનંદજી સરસ્વતીજીના કાર્યક્રમો 30/06/2015 2:04 pm Kamal Rao પરમ પૂજ્ય સ્વામી દયાનંદ સરસ્વતીના શિષ્ય અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓથી લઇને કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પોતાના લેક્ચર દ્વારા શિક્ષણ આપનાર પૂ. સ્વામી પરમાત્માનંદજીના સત્સંગ કાર્યક્રમનું આયોજન આગામી તા. ૯-૧૦ જુલાઇ ૨૦૧૫ના રોજ સાંજે ૭થી ૯ દરમિયાન પાટીદાર હાઉસ, ૨૨, લંડન રોડ, વેમ્બલી HA9 7EX ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રારંભે સ્નેહમિલન બાદ સાંજના ૭-૩૦થી ૮-૪૫ ભક્તો યોગ વિષે વાર્તાલાપ કરશે અને તે પછી રાતના ૯ સુધી શ્રોતાઅોના પ્રશ્નોના ઉત્તર આપશે. જતીન્દર કુમાર દ્વારા આયોજીત આ 'પ્રેયરફુલ લિવીંગ – ભક્તિ યોગ' પ્રવચનમાં પધારવા સૌને નિમંત્રણ છે.
બ્રિટિશ વિદ્યાર્થીઓ દ્વારા ઈમિગ્રન્ટ્સનું સ્મગલિંગ 27/06/2015 5:41 am Achyut Sanghavi લંડનઃ કેલાઈસથી ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને યુકેમાં ઘુસાડવા માટે નાણાકીય મુશ્કેલી અનુભવતા બ્રિટિશ વિદ્યાર્થીઓ, બારમાલિકો અને દુકાનદારોનો ઉપયોગ લોકોની હેરફેર કરતી ગેન્ગ્સ દ્વારા કરાતો હોવાનો આક્ષેપ ફ્રેન્ચ સત્તાવાળાએ લગાવ્યો છે. ફ્રેન્ચ બંદરે આ પ્રવૃતિમાં પકડાતી ચાર વ્યક્તિમાં એક બ્રિટિશર હોવાનું ફ્રેન્ચ પ્રોસિક્યુટરે જણાવ્યું છે. ગયા વર્ષે આ અંગે ૧૦૦ બ્રિટિશરને જેલ કરાઈ હોવાનું ફ્રેન્ચ અધિકારીએ જણાવ્યું હતું.
હત્યા કરાયેલી મહિલાની ઓળખ જાહેર 27/06/2015 5:44 am Achyut Sanghavi લંડનઃ જેરાર્ડ્સ ક્રોસ ખાતે હત્યા કરાયેલી ૩૪ વર્ષીય મહિલા વેસ્ટ લંડનના હેઈઝની અનિતા કપૂર હોવાની ઓળખ પોલીસે જાહેર કરી છે. ગળું દબાવાના કારણે રુંધામણથી મોત મિસ કપૂરનું મોત થયાનું થેમ્સ વેલી પોલીસે જણાવ્યું જણાવ્યું હતું. આ સંબંધે હેઈઝની એક વ્યક્તિની ધરપકડ કરાયા પછી તેને કોઈ ચાર્જ વગર મુક્ત કરી દેવાઈ હતી.
ડાયાબિટીશ ભીતિ નિવારણ અભિયાન 30/06/2015 2:09 pm Kamal Rao 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' અને સંગત સેન્ટર દ્વારા આગામી તા. ૧ અોગસ્ટ, ૨૦૧૫ શનિવારના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન સંગત સેન્ટર, ૨૨ સેનક્રોફ્ટ રોડ, અોફ લોકેટ રોડ, હેરો ખાતે ડાયાબિટીશ ભીતિ નિવારણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
રોધરહામ યૌનશોષણ કૌભાંડ નવા ૩૦૦ શકમંદની ઓળખ 27/06/2015 5:48 am Achyut Sanghavi લંડન, બર્મિંગહામઃ રોધરહામ બાળ યૌનશોષણની નવી તપાસમાં નેશનલ ક્રાઈમ એજન્સીને વધુ ૩૦૦ શકમંદની ભાળ મળી છે. એજન્સીએ જણાવ્યું છે કે નવા શકમંદોમાં એશિયન પુરુષોની, જ્યારે બહુમતી પીડિતામાં બ્રિટિશ છોકરીઓની સંખ્યા વધુ છે. ગયા વર્ષે ઓગસ્ટમાં પ્રોફેસર એલેક્સ જયના રિપોર્ટના પગલે એજન્સીએ યૌનશોષણ કૌભાંડમાં વધુ તપાસ હાથ ધરી હતી. બીજી તરફ, વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે કબૂલાત કરી છે કે ૨૦૧૦ની સામાન્ય ચૂંટણી અગાઉ રંગભેદી તંગદિલી ફેલાય તેવા ભયથી એશિયન ગ્રૂમિંગ ગેન્ગ્સ વિશેનો રિપોર્ટ જાહેર કરાયો ન હતો.
યાદ અપાવતી ભેટ તે આનું નામ 30/06/2015 2:11 pm Kamal Rao એક એવી ભેટનું નામ આપો જે આપને હરહંમેશ ભેટ આપનાર મિત્રની મીઠી યાદ અપાવતી રહે? 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ને વર્ષો સુધી સહયોગ આપનાર કવિ અને સાહિત્યકાર મિત્ર શ્રી યોગેશ પટેલ (વર્લ્ડ મસાલા)એ તસવીરમાં જણાય છે તે 'મગ'ની ભેટ મોકલી છે. તેમણે આજ ભેટ પોતાના અન્ય મિત્રોને પણ મોકલી છે.
ટયૂનિશિયા, કુવૈત-ફ્રાન્સમાં ઇસ્લામિક સ્ટેટનો નરસંહાર, ૧૮ બ્રિટિશના મોત 30/06/2015 2:15 pm Viren Vyas ઇરાક અને સીરિયામાં આતંક મચાવનાર ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસે ૨૬ જૂને ત્રણ કલાકમાં વિશ્વના ત્રણ દેશોમાં કરેલા હુમલામાં ૬૭ લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના બ્રિટિશ હતાં.