US supreme court allows same-sex marriage 27/06/2015 7:22 am K.K. Joseph In a majority 5 to 4 decision, the US supreme court has ruled that the constitution guarantees a right to same-sex marriage.
વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ સર્જતા ચીની કરતૂત 30/06/2015 3:00 pm Vikram Nayak ચીને ફરી એક વખત ભારતને પોતાના વિશ્વાસઘાતી સ્વભાવનો પરચો દેખાડ્યો છે. બન્ને દેશના વડાઓની એકબીજાના દેશોની મુલાકાત પછી એક મૈત્રીપૂર્ણ માહોલ રચાયો હતો. ભારતે ભૂતકાળના ખરાબ અનુભવોની કડવાશ ભૂલીને મિત્રતાનો હાથ લંબાવ્યો હતો, ચીની ડ્રેગનનો ડંખીલો સ્વભાવ બદલાય તેવું લાગતું નથી. ગયા સપ્તાહે ચીને યુનાઇટેડ નેશન્સ (યુએન)માં પાકિસ્તાનની તરફેણમાં મતદાન કરીને પાકિસ્તાનમાં રહીને સરહદ પાર ત્રાસવાદ ફેલાવતા ઝકી ઉર રહેમાન લખવી સામેના પગલાંને અવરોધવાનું કામ કર્યું છે.
મોદી કેસમાં વસુંધરા ભરાયા 27/06/2015 7:26 am Viren Vyas એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીને યુકેમાં રેસિડેન્ટ સ્ટેટસ અપાવવા માટે ઇમિગ્રેશન અપીલનાં સમર્થનમાં ચાર વર્ષ પહેલાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ હસ્તાક્ષર કર્યાની વાતને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સમક્ષ પોતે કબૂલી છે. એક ન્યૂઝ ચેનલમાં જણાવ્યા પ્રમાણે, વસુંધરાએ પાર્ટીને જણાવ્યું છે કે, તેમણે મોદીને મિત્રતાના સંબંધે આ મદદ કરી હતી.
પંછી બનું ઉડતી ફિરું, મસ્ત ગગન મેં... 30/06/2015 3:15 pm Vikram Nayak વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ વેળા પણ શનિવારે આપ સહુ સુજ્ઞ વાચકોની સેવામાં ઉપસ્થિત થવાનું સદભાગ્ય સાંપડ્યું છે. (જોકે, શુક્રવારની ત્રણ રક્તપાતભરી ઘટનાઓની પીડા સાવ ખંખેરી શકતો નથી) વર્ષોપૂર્વે મારા બાળકો નાના હતા કે ત્યારબાદ તેમને ત્યાં સંતાનોની પા પા પગલી થઇ ત્યારે, આપની જેમ, હું પણ એક નાની રમત રમતો હતો... આઈ સી ફ્રોમ માય લિટલ આઈ, સમથિંગ બિગિનિંગ વીથ એ... કે પછી બી... કે પછી સી... કે બીજો કોઇ અંગ્રેજી મૂળાક્ષર આવે. બે, પાંચ કે સાત વર્ષના પુત્ર-પુત્રી (પૌત્ર-પૌત્રી) સાથે રમવાની મજા પડી જાય - તેને પણ અને આપણને પણ. ક્યારેક આપણે વોલ પેઇન્ટના કલરની વાત કરીએ તો ક્યારેક કાલીઘેલી ભાષામાં તે આપણને કંઇક પૂછવાનો પ્રયાસ કરે. ક્યારેક આકાશમાં વાદળાં કેવાં દેખાય છે તેની વાત હોય, તો ક્યારેક ફળફૂલ કે શાકભાજીના રંગ કે નામની વાત પણ હોય.
Satnam Singh becomes the first Indian to be picked for NBA 27/06/2015 7:42 am K.K. Joseph The 19 year old Satnam Singh Bhamara, who hails from a remote village in Punjab became the first Indian basketball player to be drafted in the National Basketball Association (NBA) after being picked by Dallas Mavericks
મનોરંજનનો મહાસાગર આનંદ મેળો: મ્હાલનારાઅોના અભિપ્રાયો 30/06/2015 3:27 pm Kamal Rao 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા છેલ્લા પાંચ વર્ષોથી યોજાતા 'આનંદ મેળા'માં મહાલવા આવતા સૌ કોઇ પહેલી વાર મઝા માણી લીધા બાદ અચૂક બીજી વખત 'અનંદ મેળા'માં આવે જ છે. અમે 'આનંદ મેળા'માં આવેલ વિવિધ વય જુથના કેટલાક લોકોનો 'આનંદ મેળા' માટે અભિપ્રાય લીધો હતો જેના ટૂંકા અંશો તેમના જ શબ્દોમાં અત્રે રજૂ કર્યા છે.