નરેન્દ્ર મોદી નવેમ્બરમાં યુકેની મુલાકાત લેવાની શક્યતા 06/07/2015 6:40 am Achyut Sanghavi લંડન, નવી દિલ્હીઃ મે-૨૦૧૪માં લોકસભા ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી સર્વપ્રથમ બ્રિટન જશે એવી માન્યતાને ખોટી પાડીને હવે છેક એક વર્ષ પછી તેમની યુકેની મુલાકાતની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. મોદીને જુલાઈમાં યુકેમાં સત્કારવા કેમરન સરકાર આતુર હતી, પરંતુ હવે બિહાર વિધાનસભા ચૂંટણી પછી તેઓ નવેમ્બરમાં યુકે આવે તેવી સંભાવના વધી છે. વિદેશ સચિવ એસ. જયશંકર હાલમાં બે દિવસ માટે યુકેની મુલાકાતે આવ્યા હતા અને તેમણે બ્રિટિશ પ્રતિનિધિઓને મળીને પીએમ મોદીની નવેમ્બરમાં યોજાનારી મુલાકાત અંગે ગ્રાઉન્ડ વર્ક કરી લીધું છે. જોકે, મોદીની યુકેની મુલાકાતની તારીખ હજુ નિશ્ચિત કરવામાં આવી નથી.
૧૪.૨ મિલિયન જેટલા પેશન્ટ્સને સપ્તાહ સુધી જીપી એપોઈન્ટમેન્ટની રાહ જોવી પડે છે 06/07/2015 6:45 am Achyut Sanghavi લંડનઃ NHSના જીપી પેશન્ટ સર્વે ફોર ઈંગ્લેન્ડના અભ્યાસના તારણો અનુસાર ગયા વર્ષે ૧૪.૨ મિલિયન પેશન્ટ્સને જીપીની મુલાકાત લેવા એક સપ્તાહ કે તેથી વધુ સમયની રાહ જોવી પડી હતી. ડોક્ટર્સની અછત અને પેશન્ટ્સની વધતી સંખ્યાના કારણે રાહ જોતાં પેશન્ટ્સની સંખ્યામાં માત્ર ચાર વર્ષમાં ૪૦ ટકાનો વધારો થયો છે. પ્રતિભાવકોમાંથી ૭૩ ટકાએ શનિવારે અને ૪૦ ટકાએ રવિવારે સ્થાનિક ડોક્ટરની સર્જરી ખુલ્લી રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. કેટલાક પેશન્ટે એપોઈન્ટમેન્ટ માટે ત્રણથી ચાર સપ્તાહ રાહ જોવી પડી હતી, જ્યારે ઘણાંને કોઈ એપોઈન્ટમેન્ટ જ અપાઈ ન હતી. પેશન્ટ્સ એસોસિયેશનના ચીફ એક્ઝીક્યુટિવ કેથેરાઈન મર્ફી કહે છે કે, ‘કોઈ પેશન્ટે જીવીને મળવા એક સપ્તાહ રાહ જોવી પડે તે અસ્વીકાર્ય છે.’
ગુરિન્દર ચઢ્ઢાના સંગીતમય નાટકે વેસ્ટ એન્ડમાં ધૂમ મચાવી 06/07/2015 6:50 am Achyut Sanghavi લંડનઃ વર્તમાન બ્રિટનમાં બ્રિટિશ ભારતીય બાળા અને તેના ફૂટબોલ યાત્રા વિશે બ્રિટિશ ભારતીય ડિરેક્ટર ગુરિન્દર ચઢ્ઢાના સંગીતમય ‘Bend it Like Beckham: The Musical’ નાટકે વેસ્ટ એન્ડમાં ધૂમ મચાવી છે. UB2 (સાઉથોલ)થી યુએસ જવાના જેસ-જૂલના સ્વપ્નને પરિપૂર્ણ થતું નિહાળવા દર્શકો લાઈન લગાવે છે. ગુરિન્દર ચઢ્ઢા અને પોલ માયેડા બર્જેસ દ્વારા ૨૦૦૨ની હીટ ફિલ્મ ‘બેન્ડ ઈટ લાઈક બેકહેમ’ પરથી એડપ્ટ કરાયેલા મ્યુઝિકલમાં યુવાન પ્રતિભાવંત ફૂટબોલ ખેલાડી જેસની વાત છે. જેસ પોતાના હીરો ડેવિડ બેકહેમના પેંગડામાં પગ નાખવો કે યુનિવર્સિટી, કારકીર્દિ અને લગ્નની પરિવારની ઈચ્છાને માન આપવું તે વિશે અસમંજસ અનુભવે છે.
અશોક લાખાણીને એન્ટ્રેપ્રીન્યોર એવોર્ડ 06/07/2015 6:54 am Achyut Sanghavi લંડનઃ કોલાક સ્નેક ફૂડ્ઝ લિમિટેડના સ્થાપક અને ચીફ એક્ઝીક્યુટિવ અશોક લાખાણીને પ્રતિષ્ઠિત ઈવાય લંડન અને સાઉથ એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર એવોર્ડ્સ ૨૦૧૫ એનાયત કરવામાં આવ્યો છે. અશોક લાખાણીએ કહ્યું હતું કે, ‘લંડન અને સાઉથ બિઝનેસ સેક્ટરની ગુણવત્તા અને મજબૂતી અને તેની ઉદ્યોગસાહસિકતા દર્શાવતી શ્રેષ્ઠ એન્ટ્રીઓને ધ્યાન લેતા મને આવો વિશિષ્ઠ એવોર્ડ જીતવાનો આનંદ છે. આ એવોર્ડ કોલાક ટીમની સખત મહેનતને પ્રતિબિંબિત કરે છે. સ્પર્ધાત્મક આર્થિક આબોહવામાં અમારી સતત સફળતાનો અમને આનંદ છે.’
ઈમિગ્રેશન કૌભાંડઃ એશિયન દંપતીને જેલ 06/07/2015 6:57 am Achyut Sanghavi લંડનઃ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને બ્રિટનમાં છૂપી રીતે રહેવામાં મદદના કૌભાંડમાં પકડાયેલા બાંગલાદેશી દંપતીને જેલની સજા ફરમાવાઈ છે. લેન્કેશાયરના બર્નલીમાં ઘરના માળિયામાં ગેરકાયદે બાંગલાદેશી માઈગ્રન્ટ મળી આવ્યા પછી ધરપકડ કરાયેલા શોહિદૂલ ઈસ્લામ (૪૧)ને સાડા પાંચ વર્ષ અને તેમના પત્ની અનવારા (૩૯)ને બે વર્ષ ત્રણ મહિનાની સજા થઈ છે. દંપતી સાથે સાંઠગાંઠ ધરાવતા અને ૧૨ બાંગલાદેશીને સ્પોન્સર કરનારા રેસ્ટોરાંમાલિક અબ્દુલ શાહીદ (૪૭)ને ૩૦ મહિનાની જેલની સજા કરાઈ છે.
નેતાજી બોઝ અદૃશ્ય થવાના રહસ્યની ચર્ચા 06/07/2015 7:00 am Achyut Sanghavi લંડનઃ લંડન બિઝનેસ સ્કૂલ ખાતે ઈન્ડિયા ક્લબ દ્વારા આયોજિત ‘મોડર્ન ઈન્ડિયન હિસ્ટરી એન્ડ લીડરશિપ કાર્યક્રમ’માં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સન્માનીય, લોકપ્રિય અને અગ્રણી ભારતીય નેતા સુભાષચંદ્ર બોઝના લાપતા થવા વિશેના ઐતિહાસિક રહસ્યની ચર્ચા થઈ હતી. ભારતીય લેખક અને પૂર્વ જર્નાલિસ્ટ અનુજ ધરે આગવા સંશોધનના આધારે દાવો કર્યો હતો કે નેતાજી બોઝ ઉત્તર ભારતમાં અનામી સાધુનો વેશ લઈને છુપાઈ રહ્યા હતા અને ૧૯૮૫માં તેમનું નિધન થયું હતું. એક સમયે મનાતું હતું કે નેતાજી બોઝ ૧૯૪૫માં તાઈપેઈમાં વિમાન તૂટી પડવાથી મૃત્યુ પામ્યા હતા.
નડિયાદના વિદ્યાર્થીનું જર્મનીમાં રહસ્યમય મોત 06/07/2015 8:07 am Viren Vyas છેલ્લા ઘણા સમયથી વિદેશમાં ભારતીયોના અપમૃત્યુની અનેક ઘટના બની છે. આ સ્થિતિમાં જર્મનીમાં નડિયાદના એક વિદ્યાર્થીનું રહસ્યમય મોત થયું છે.
ચાર ખાનગી એરલાઇન્સે સર્વે કર્યા પણ ફ્લાઇટ શરૂ ના કરી 06/07/2015 8:38 am Viren Vyas અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પ્રવાસીઓની અવરજવર વધી રહી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ચાર ખાનગી એરલાઇન કંપનીઓએ તેમની ફ્લાઇટ બંધ કરવાની ફરજ પડી છે.