84 વર્ષની વયે પણ ફિટનેસ ટનાટન
આ છે 84 વર્ષના ચંડીગઢના વિદ્યાવતી. જીવનના આઠ દાયકા બાદ પણ તેમની ફિટનેસ અકબંધ છે. તેમણે થોડા સમય પૂર્વે યોજાયેલી 47મી માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 3000 મીટર ચાલવાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ છે 84 વર્ષના ચંડીગઢના વિદ્યાવતી. જીવનના આઠ દાયકા બાદ પણ તેમની ફિટનેસ અકબંધ છે. તેમણે થોડા સમય પૂર્વે યોજાયેલી 47મી માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 3000 મીટર ચાલવાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યાર પછી મેદાન પર તેમણે પોતાનું સ્ટ્રેચિંગ દર્શાવ્યું ત્યારે યુવાન ખેલાડીઓ પણ ચકિત રહી ગયા હતા. તેમના જણાવ્યા મુજબ, નિવૃત્તિ પછી વ્યસ્ત રહેવા એક દિવસ બહેનપણી સાથે માસ્ટર્સ એથ્લેટિક્સમાં ગયા હતાં. ત્યાર પછી તેઓ સતત ૧૫ વર્ષથી સ્પર્ધામાં મેડલ જીતી રહ્યાં છે.
