અમેરિકામાં બ્લડ કેન્સર રિસર્ચ માટે દુનિયાભરમાંથી પસંદ થયેલા 11 વિદ્યાર્થીમાં એક છે વાપીની ટિશિરા શાહ

અમેરિકામાં બ્લડ કેન્સર રિસર્

દક્ષિણ ગુજરાતના વાપી શહેરમાં વસતા શાહ પરિવારની દીકરી હાલ અમેરિકાની યુર્નિવસિર્ટીમાં અને વિખ્યાત કેન્સર હોસ્પિટલમાં આધુનિક ટેકનોલોજી સાથે બ્લડ કેન્સર ક્ષેત્રે રિચર્સ કરી રહી છે. અમેરિકાની બફેલો યુર્નિવર્સિટીમાં 2023માં નિષ્ણાંતોએ બ્લડ કેન્સરના રિચર્સ માટે વિશ્વભરમાંથી માત્ર 11 વિદ્યાર્થીની પસંદગી કરી હતી. જેમાં ભારતમાંથી એક માત્ર વાપીની ટિશિરા શાહનો સમાવેશ થાય છે.

સુરતઃ દક્ષિણ ગુજરાતના વાપી શહેરમાં વસતા શાહ પરિવારની દીકરી હાલ અમેરિકાની યુર્નિવસિર્ટીમાં અને વિખ્યાત કેન્સર હોસ્પિટલમાં આધુનિક ટેકનોલોજી સાથે બ્લડ કેન્સર ક્ષેત્રે રિચર્સ કરી રહી છે. અમેરિકાની બફેલો યુર્નિવર્સિટીમાં 2023માં નિષ્ણાંતોએ બ્લડ કેન્સરના રિચર્સ માટે વિશ્વભરમાંથી માત્ર 11 વિદ્યાર્થીની પસંદગી કરી હતી. જેમાં ભારતમાંથી એક માત્ર વાપીની ટિશિરા શાહનો સમાવેશ થાય છે.

ટિશિરાએ પાંચમાંથી બે વર્ષ અલગ અલગ લેબમાં શોધ-સંશોધન કર્યા બાદ પીએચડી માટેની પરીક્ષા પાસ કરીને બ્લડ કેન્સરના સંશોધન માટે લેબમાં રિસર્ચનું કામ શરૂ કર્યું છે. વાપી ટાઉન મહાવીર નગરમાં રહેતાં શાહ પરિવારના ડો. કલેન શાહની પુત્રી ટિશિરા શાહે અમદાવાદ યુર્નિવસિર્ટીમાં એમ.એસ.એલ.એસ. રિસર્ચમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ હતું. અમેરિકામાં રિચર્સ માટે સૌપ્રથમ કેન્સર નિષ્ણાતોની પેનલ દ્વારા ટિશિરા શાહનો ઓનલાઇન ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો અને પસંદગી કરવામાં આવી હતી. પાંચ રિચર્સમાં હવે ટિશિરા આધુનિક લેબમાં બ્લડ કેન્સરનું રિચર્સ કરી રહી છે.

નિણાંતોના માર્ગદર્શનમાં સંશોધન
ટિશિરા શાહના પિતા ડો. કલેન શાહ અને માતા નંદિની શાહે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમેરિકાની બફેલો યુર્નિવસિર્ટિમાં નિષ્ણાતોની ટીમના ઈન્ટરવ્યુમાંથી પાસ થવું ખુબ જ મુશ્કેલ હોય છે. ભારતમાં રિચર્સમાં ઘણો સમય લાગે લાગે છે. ઉદાહરણ તરીકે ભારતમાં કેન્સર સંશોધનની 6 દિવસની કામગીરી અમેરિકામાં એક દિવસમાં થઇ જાય છે. ટિશિરા શાહ 11 વિદ્યાર્થીઓ પૈકી સૌથી નાની વયની છે. રોઝવેલ કેન્સર હોસ્પિટલની અત્યંત આધુનિક લેબમાં તે અમેરિકાનાં નિષ્ણાત મહિલા તબીબના માર્ગદર્શનમાં બ્લડ કેન્સરના રિચર્સનું કામ કરી રહી છે. 11 વિદ્યાર્થીઓ પૈકી અમેરિકાની સરકારે ટિશિરાને સ્ટાઈપેન્ડ સાથે વિશેષ પ્રેસિડેન્શિયલ ફેલોશિપ પણ આપી છે, જે ગૌરવપ્રદ બાબત છે. હવે ટિશિરા ત્રણ વર્ષ બ્લડ કેન્સર ઉપર સંશોધન કરી થિસિસ લખીને પીએચડી ની ડિગ્રી પ્રાપ્ત કરશે.

અમેરિકામાં બ્લડ કેન્સર રિસર્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.