અરેબિયન સ્ટાઇલ મેકઅપઃ યે કાલી કાલી આંખે...

અરેબિયન સ્ટાઇલ મેકઅપઃ યે કાલી...

સાઉદી અરેબિયાની મહિલાઓ ભલે તેમનો ચહેરો દેખાડતી ન હોય કે જાહેરમાં તેમનો ચહેરો ખુલ્લો રાખીને ફરતી ન હોય, પરંતુ તેમની આંખોનાં કામણથી કોઈ બચી શક્યું નથી. મોટી, ઘેરી અને આકર્ષક આંખો જ તેમની સુંદરતાની ઓળખ છે. અરેબિયન મહિલાઓની આંખોમાં જાણે કોઈ રહસ્ય હોય એવું પ્રતીત થાય છે એનું કારણ છે મેકઅપની ટેક્નિક. તેઓ લાજવાબ વાઇબ્રન્ટ અને કલરફુલ આઇ મેકઅપ કરી જાણે છે. મેકઅપ વડે આંખોનો જાદુ કઈ રીતે પાથરવો એ મિડલ ઇસ્ટ દેશોની મહિલાઓની વિશેષતા છે.

સાઉદી અરેબિયાની મહિલાઓ ભલે તેમનો ચહેરો દેખાડતી ન હોય કે જાહેરમાં તેમનો ચહેરો ખુલ્લો રાખીને ફરતી ન હોય, પરંતુ તેમની આંખોનાં કામણથી કોઈ બચી શક્યું નથી. મોટી, ઘેરી અને આકર્ષક આંખો જ તેમની સુંદરતાની ઓળખ છે. અરેબિયન મહિલાઓની આંખોમાં જાણે કોઈ રહસ્ય હોય એવું પ્રતીત થાય છે એનું કારણ છે મેકઅપની ટેક્નિક. તેઓ લાજવાબ વાઇબ્રન્ટ અને કલરફુલ આઇ મેકઅપ કરી જાણે છે. મેકઅપ વડે આંખોનો જાદુ કઈ રીતે પાથરવો એ મિડલ ઇસ્ટ દેશોની મહિલાઓની વિશેષતા છે.

આપ સહુને જાણીને નવાઇ લાગશે કે એક અભ્યાસ અનુસાર અરેબિયન મહિલાઓ મેકઅપ પાછળ સૌથી વધુ ખર્ચ કરે છે, જેમાં આંખના મેકઅપનો ફાળો વિશેષ હોય છે. ગ્લેમરસ ફિલ્ડ સાથે સંકળાયેલી વિશ્વભરની મહિલાઓ અરેબિયન મેકઅપ સ્ટાઇલને ફોલો કરે છે. ભારતમાં પાર્ટી ક્રેઝી મહિલાઓમાં પણ હવે આ મેકઅપ સ્ટાઇલ પોપ્યુલર બનતી જાય છે. સિમ્પલ ટેકનિક અને કેટલાંક ખાસ પ્રકારનાં સૌંદર્યપ્રસાધનો વડે તમે ઘરેબેઠાં અરેબિયન લુક મેળવી શકો છો. આ માટે તમારી પાસે પર્પલ અથવા ડાર્ક મહેંદી કલરના આઇશેડો, ડાર્ક બ્લેક લિક્વિડ આઇલાઇનર, કોહલ (એક પ્રકારનું કાજલ) અને આઇ લેશીઝ (ઓપ્શનલ) હોવાં જોઈએ.

અરેબિયન લુક માટે કલરની પસંદગી બહુ સમજીવિચારીને કરવી જોઈએ. આ સ્ટાઇલમાં સૌથી મહત્વનો છે આઇ મેકઅપ. આંખોને આકર્ષક અને અણિયાળી બનાવવા માટે મુખ્યત્વે કોહલનો ઉપયોગ કરવામાં આવે છે. કોહલ અને બ્લેક આઇલાઇનરનું કોમ્બિનેશન આંખને સ્મોકી લુક આપે છે.

સૌથી પહેલાં આંખની અંદરના ભાગમાં ડાર્ક બ્લેક કોહલ લગાવો. ઇનર કોર્નર પર બ્લેક લાઇનર વડે લાંબી રેખા ખેંચી લો. સામાન્ય રીતે આંખને અણિયાળી બતાવવા કાનની તરફના આંખના ખૂણા પર લાંબી રેખા ખેંચવામાં આવે છે, જ્યારે અરેબિયન સ્ટાઇલમાં અંદરની સાઇડ એટલે કે નાકની તરફના ભાગમાં પણ લાંબી રેખા ખેંચવાની હોય છે. ત્યાર બાદ આઉટર કોર્નર પર બ્રશની સહાયથી ડાર્ક મહેંદી કલરનો આઇશેડો લગાવો. આ સ્ટાઇલમાં કોર્નરના મેકઅપ પર વધુ ફોકસ રાખવામાં આવે છે.

આંખને ક્રેઝી લુક આપવા માટે ઉપરના ભાગમાં ડાર્ક બ્લેક લાઇનરનો જાડો થર લગાવવો. જો આર્ટિફિશ્યલ લેશીઝ વાપરવા હોય તો એના પર મસ્કરા લગાવી શકાય. આઇબ્રોની નીચેના ભાગમાં પણ મેંદી ગ્રીન કલરના આઇશેડોને હાઇલાઇટ કરો. મેકઅપ થયા બાદ છેલ્લે આંખના આકારને ફરીથી ડિફાઇન કરી લો.

અરેબિયન લુકમાં મેંદી કલરની વિશેષતા છે. ગ્રીન કલર આંખને બોલ્ડ લુક આપે છે, પરંતુ કેટલીક મહિલાઓ પર્પલ કલર પણ પસંદ કરે છે. અરેબિયન આઇ મેકઅપમાં વેરિયેશન ઉમેરવા ગ્લેમરસ ફિલ્ડ સાથે સંકળાયેલી મહિલાઓ ગોલ્ડન અને સિલ્વર કલરનો ભરપૂર ઉપયોગ કરે છે. નાઇટ પાર્ટીમાં આંખની બ્યુટીને વધારવા તેમ જ ડ્રામેટિક લુક આપવા ગ્લિટર્સ બેસ્ટ ઓપ્શન છે. જો આંખની નીચેની ત્વચા ડાર્ક થઈ ગઈ હોય તો મેકઅપ કરતાં પહેલાં કન્સિલર અપ્લાય કરવાનું ભૂલશો નહીં.

આરબ દેશની મહિલાઓ તો ચહેરો છુપાવીને રાખે છે તેથી આંખના મેકઅપને જ સર્વાધિક પ્રાધાન્ય આપે છે, પરંતુ આપણે ઓવરઓલ લુક પર ધ્યાન આપવું પડે. આંખની બ્યુટીની સાથે ચહેરાના મેકઅપને નજરઅંદાજ ન કરી શકાય.

અરેબિયન આઇ મેકઅપ સાથે પર્ફેક્ટ મેચ માટે કન્સિલર, પ્રીમર, ઓરેન્જ અથવા રેડ અને પર્પલનું મિક્ચર ધરાવતી ક્રીમસન રેડ કલરની લિપસ્ટિક તેમ જ સ્કિન ટોન સાથે મેચ થાય એવા ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો.

કોઈ પણ મેકઅપની શરૂઆત ફાઉન્ડેશનથી જ થાય છે. ફાઉન્ડેશન અને કન્સિલરથી ચહેરા પરના ડાઘ-ધબ્બા છુપાઈ જાય છે. ફાઉન્ડેશન ત્વચા પરના વધારાના તેલને શોષી લે છે. મોટા ભાગની ભારતીય મહિલાઓની ત્વચા ઘઉંવર્ણી હોય છે તેથી પીચ કલરના ફાઉન્ડેશનનો ઉપયોગ બેસ્ટ રહેશે. એનાથી ગાલ પણ ભરાવદાર દેખાય છે. જો તમે ઇચ્છો તો બ્લડ કલરના બ્લશર લગાવી ગાલને ઉભાર આપી શકાય.

લિપ મેકઅપ હંમેશાં આંખના મેકઅપને ધ્યાનમાં રાખીને જ કરવો જોઈએ. અરેબિયન સ્ટાઇલ સાથે ક્રીમસન રેડ અથવા ઓરેન્જ શેડ્સની લિપસ્ટિક ગ્લેમરસ લુક આપશે.

અરેબિયન સ્ટાઇલ મેકઅપઃ યે કાલી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.