આખું સફરજન સમાય જા તેટલું પહોળું મોં!

આખું સફરજન સમાય જા તેટલું પહોળ...

અમેરિકાના કનેક્ટિકટમાં રહેતી સામન્થા રેમ્ડેલનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું છે. સામન્થા તેનું મોઢું ૨.૫૬ ઈંચ સુધી પહોળું કરી શકે છે.

અમેરિકાના કનેક્ટિકટમાં રહેતી સામન્થા રેમ્ડેલનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું છે. સામન્થા તેનું મોઢું ૨.૫૬ ઈંચ સુધી પહોળું કરી શકે છે. આ આવડતના જોરે તેને ગિનેસ બુકમાં સ્થાન મળ્યું છે. ૩૧ વર્ષની સામન્થા આખું સફરજન મોંઢામાં રાખી શકે છે. સામન્થાએ આ રેકોર્ડ પછી કહ્યું હતું કે એક સમયે તેની આ આવડત તેના માટે પરેશાની બની ગઈ હતી. આસપાસના લોકો અને મિત્રો તેને મોઢું બહુ મોટું હોવાથી ચીડાવતા હતા અને મશ્કરી કરતા હતા. જોકે સામન્થા હતાશ ન થઇ. તેણે મોઢામાં આખું મોટું સફરજન મૂક્યું હોય એવો એક વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. આ વીડિયો ખૂબ જ વાયરલ થયો અને સામન્થા ખૂબ જ લોકપ્રિય બની ગઈ. તેણે નવા વીડિયો મૂકવાનું શરૂ કર્યું અને એક વખત જે મોંના કારણે તે હાંસીનું પાત્ર બનતી હતી હતી તે જ મોંના કારણે આજે ટીકટોકમાં તેના ૧૭ લાખ ફોલોઅર્સ છે. લાર્જેસ્ટ માઉથ ગેપની કેટેગરીમાં તેનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું છે. મેડિકલ સ્ટોરમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી સામન્થા તેના અલગ અલગ અંદાજના વીડિયો શેર કરતી હતી. તેની મોઢું પહોળું કરવાની જે ક્ષમતા હતી તે જોઈને ફોલોઅર્સે તેને ગિનેસ બુકમાં નામ નોંધાવવા માટે પ્રોત્સાહિત કરી હતી અને જૂઓ... આજે તેના નામે વિશ્વવિક્રમ નોંધાયેલો છે. 

આખું સફરજન સમાય જા તેટલું પહોળ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.