આરુષી પ્રતાપઃ ઓટિસ્ટિક બાર્બી માટે રોલ મોડલ બનતી ફેશન ડિઝાઇનર

રમકડાં બનાવતી વિશ્વપ્રસિદ્ધ કંપની મેટલ દ્વારા તાજેતરમાં ‘ઓટિસ્ટિક બાર્બી’ લોન્ચ કરવામાં આવી છે. આ બાર્બી ડોલનું લોન્ચિંગ ભારતીય સંદર્ભમાં એટલા માટે ખાસ છે કારણ કે આ બાર્બીના સર્જનમાં ઓટિઝમ ધરાવતી ભારતીય ફેશન ડિઝાઈનર અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ આરુષી પ્રતાપનો વિશેષ સહયોગ રહ્યો છે.

વોશિંગ્ટનઃ રમકડાં બનાવતી વિશ્વપ્રસિદ્ધ કંપની મેટલ દ્વારા તાજેતરમાં ‘ઓટિસ્ટિક બાર્બી’ લોન્ચ કરવામાં આવી છે. આ બાર્બી ડોલનું લોન્ચિંગ ભારતીય સંદર્ભમાં એટલા માટે ખાસ છે કારણ કે આ બાર્બીના સર્જનમાં ઓટિઝમ ધરાવતી ભારતીય ફેશન ડિઝાઈનર અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ આરુષી પ્રતાપનો વિશેષ સહયોગ રહ્યો છે.
આરુષી પ્રતાપ આ પ્રોજેક્ટ માટે સાચા અર્થમાં રોલ મોડલ સાબિત થઈ છે. ડોલના કપડાંની પસંદગી, રંગો અને તેની એસેસરીઝ આરુષીના પોતાના અંગત અનુભવો પરથી પ્રેરિત છે. ઓટિસ્ટિક વ્યક્તિઓની સંવેદનાત્મક જરૂરિયાતો ખૂબ જ અલગ હોય છે, જેને ધ્યાનમાં રાખીને આરુષિએ આ બાર્બી માટે ખાસ વસ્ત્રો અને એસેસરીઝ ડિઝાઇન કરવામાં મદદ કરી છે.
માત્ર બે વર્ષની નાની ઉંમરે આરુષીને ઓટિઝમ હોવાનું નિદાન થયું હતું. શરૂઆતના વર્ષોમાં તે શબ્દો દ્વારા પોતાની વાત રજૂ કરવામાં મુશ્કેલી અનુભવતી હતી. આથી તેણે પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે ચિત્રો દોરવાનું શરૂ કર્યું. કલા પ્રત્યેનો આ લગાવ જ તેને ફેશન ડિઝાઇનની દુનિયામાં લઈ ગયો. આજે, એક સફળ ઓટિસ્ટિક ફેશન ડિઝાઇનર તરીકે તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે.
આરુષીનું માનવું છે કે, ‘ઓટિઝમ એ મારો સુપરપાવર છે’. આ બાર્બી દ્વારા તે વિશ્વને સંદેશ આપવા માગે છે કે ઓટિસ્ટિક બાળકો પણ પોતાની અજોડ ક્ષમતાઓ દ્વારા સમાજમાં ગૌરવભેર સ્થાન મેળવી શકે છે.

આરુષી પ્રતાપઃ ઓટિસ્ટિક બાર્બી માટે રોલ મોડલ બનતી ફેશન ડિઝાઇનર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.