આસમાનને આંબતું રોમાંચક બર્થડે સેલિબ્રેશન
જુસ્સાને અને ઉંમરના આંકડાને કંઇ નિસ્બત નથી. આ વાત સાબિત કરી દેખાડી છે ડો. શ્રદ્ધા ચૌહાણે.
જુસ્સાને અને ઉંમરના આંકડાને કંઇ નિસ્બત નથી. આ વાત સાબિત કરી દેખાડી છે ડો. શ્રદ્ધા ચૌહાણે. હંમેશા રોમાંચક જિંદગી જીવવાનું પસંદ કરનાર આ લેડીએ પોતાના 80મા જન્મદિવસ પર 10 હજાર ફૂટ ઊંચાઈથી સ્કાયડાઈવિંગ કરીને શાનદાર ઉજવણી કરી હતી. આસમાનને આંબતા આ સાહસ સાથે જ તેઓ આવું સાહસ કરનારા સૌથી મોટી ઉમરના ભારતીય મહિલા બની ગયાં છે. ‘સ્કાયહાઈ ઈન્ડિયા’એ એક વીડિયો જારી કર્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે કે હિંમત - જુસ્સાની કોઈ ઉમર હોતી નથી અને પ્રેમની કોઈ સીમા હોતી નથી. વીડિયોમાં ડો. શ્રદ્ધા ચૌહાણના પુત્ર રિટાયર્ડ બ્રિગેડિયર સૌરભ સિંહ શેખાવત તેમને મદદ કરતા જોવા મળે છે.
