ઇટલીની સંસદમાં મહિલા સાંસદે બાળકને સ્તનપાન કરાવ્યું

ઇટલીની સંસદમાં મહિલા સાંસદે બ

ઇટલીની સંસદમાં પહેલીવાર એક મહિલા સાંસદે બાળકને સ્તનપાન કરાવ્યું છે. 36 વર્ષનાં સાંસદ ગિલ્ડા સ્પોર્ટિએલોને તેમના બે મહિનાના પુત્ર ફ્રેડરિકોને સ્તનપાન કરાવતા જોઈને ગૃહમાં ઉપસ્થિત સાંસદોએ તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું હતું.

ઇટલીની સંસદમાં પહેલીવાર એક મહિલા સાંસદે બાળકને સ્તનપાન કરાવ્યું છે. 36 વર્ષનાં સાંસદ ગિલ્ડા સ્પોર્ટિએલોને તેમના બે મહિનાના પુત્ર ફ્રેડરિકોને સ્તનપાન કરાવતા જોઈને ગૃહમાં ઉપસ્થિત સાંસદોએ તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું હતું. સંસદમાં બ્રેસ્ટફીડિંગ ઘણા દેશોમાં સામાન્ય છે, પરંતુ બે-તૃતીયાંશ પુરુષ સાંસદો ધરાવતા ઇટલીમાં આવું પહેલી વાર બન્યું છે. ઇટલીની સંસદે ગત નવેમ્બરમાં ઘડેલા નિયમ અંતર્ગત મહિલા સાંસદોને તેમના સંતાન સાથે સંસદમાં પ્રવેશની અને બાળક એક વર્ષનું થાય ત્યાં સુધી તેને સંસદમાં સ્તનપાન કરાવવાની મંજૂરી અપાઈ હતી.

ઇટલીની સંસદમાં મહિલા સાંસદે બ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.