કરાચી વર્ક સલવાર કુર્તાઃ સાદગીમાં પણ શાન ઉમેરો

કરાચી વર્ક સલવાર કુર્તાઃ સાદગ

આજકાલ ફેશનની દુનિયામાં જૂની પરંપરાઓને નવી રીતે રજૂ કરવાની પરંપરા ચાલી રહી છે. એમાં પણ કરાચી વર્ક તો સ્ત્રીઓ માટે એક એવી સ્ટાઇલ બની ગઈ છે જે શાનદાર પણ લાગે છે અને ગ્રેસફૂલ પણ. તમારા વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી દે છે. કરાચી વર્ક એટલે હાથ વડે થતું ઝીણું અને નાજુક કામ, જેનાથી સામાન્ય કુર્તા પણ રોયલ દેખાય છે. કરાચી વર્કનું મૂળ તેના નામ પ્રમાણે જ પાકિસ્તાનના કરાચી શહેરમાં છે, જ્યાં કલાકારો હાથ વડે પાતળા દોરા, આભલા, ઝરદોશી અને બીડ્સનું વર્ક કરે છે. હાથભરત કેટેગરીમાં આવતા આ વર્કમાં મુખ્યત્વે રેશમના તાંતણા અને ઝરીનો ઉપયોગ થાય છે, જે વસ્ત્રને અને તમારા વ્યક્તિત્વને એક અલગ જ આભા આપે છે એમ કહીએ તો પણ જરાય ખોટું નથી. ખાસ કરીને સલવાર કુર્તા, દુપટ્ટા અને બ્લાઉસ પર આ પ્રકારનું કામ ખૂબ લોકપ્રિય છે.

આજની ફેશનમાં કરાચી વર્કનો ટ્રેન્ડ
આજના ફેશન ડિઝાઇનર્સ આ પરંપરાગત ભરતકામને આધુનિક ડિઝાઇન સાથે જોડીને નીત નવી સ્ટાઇલ બનાવી રહ્યા છે. પેસ્ટલ કલરનાં કુર્તા, દુપટ્ટા, મિનિમલ ઝરદોશી બોર્ડર એ બધામાં કરાચી વર્ક ખરેખર અદ્દભુત લાગે છે. ખાસ કરીને ફેસ્ટિવલ સીઝનમાં અથવા ફેમિલી ફંક્શનમાં મહિલાઓ આ લુક પસંદ કરે છે કારણ કે એ ખૂબ એલિગન્ટ લાગે છે, હેવી દેખાવા છતાં હળવું લાગે છે.

કરાચી વર્કની પસંદગીનું કારણ
• રોયલ લુક: કપડાને રાજસી આભા આપે છે.
• દરેક પ્રસંગ માટે યોગ્ય: કેઝ્યુઅલ ડે આઉટ હોય કે મહેંદી નાઇટ, કરાચી વર્ક હંમેશાં હિટ એન્ડ ફિટ છે. કરાચી વર્ક નારીત્વનું નાજુક પણ આત્મવિશ્વાસથી ભરપૂર પ્રતિક છે. એથી જ આજકાલ બોલિવૂડથી લઈને ઈન્ફ્લુએન્સર સુધી, સૌના વોર્ડરોબમાં કરાચી વર્કનું એક આઉટફિટ જરૂર હોય છે.
• નાજુકતાનું પ્રતીકઃ કરાચી વર્ક સલવાર કુર્તા એ ફક્ત એક પહેરવેશ નથી, એ સ્ત્રીની નાજુકતા, સૌંદર્ય અને પરંપરાનો પ્રતિબિંબ છે. આજની આધુનિક સ્ત્રી, જે આરામ અને રોયલ્ટી બંને સાથે જીવવા માગે છે, માટે આ લુક એકદમ યોગ્ય છે.
 
કાપડ-ડિઝાઇનનો મેળ
કરાચી વર્ક સામાન્ય રીતે શીફોન, જ્યોર્જેટ અથવા કોટન સિલ્ક જેવા ફેબ્રિક પર કરવામાં આવે છે. જો તમે ગરમીમાં આ વસ્ત્રો પહેરવા માગો છો, તો કોટન પર કરેલું હળવું વર્ક પરફેક્ટ છે. જ્યારે ઠંડી કે તહેવારના દિવસો માટે સિલ્ક અથવા જ્યોર્જેટનો વિકલ્પ પસંદ કરી શકો છો, આ પસંદ લુકને રિચ બનાવે છે. ડિઝાઇનમાં ફ્લોરલ પેટર્ન, પાંખડી આકારની બૂટીઓ, અથવા મિરર વર્કની બોર્ડર ખૂબ લોકપ્રિય છે.

ક્યાં પહેરવું યોગ્ય?
કરાચી વર્ક સલવાર કુર્તા લગ્ન, સગાઈ, તહેવાર કે ખાસ ઉજવણી જેવા પ્રસંગો માટે એકદમ યોગ્ય છે. પરંતુ આજકાલ લોકો એને ફ્યુઝન સ્ટાઇલમાં પણ પહેરે છે, જેમ કે કરાચી વર્ક કુર્તા સાથે પલાઝો કે સ્ટ્રેઇટ પેન્ટ, જે ખૂબ મોડર્ન પણ ટ્રેડિશનલ લુક આપે છે. દિવસના સમય માટે હળવા રંગના કુર્તા અને સાંજના પ્રસંગ માટે ડાર્ક શેડવાળો લુક વધુ સુંદર લાગે છે.
 
કઇ રીતે સ્ટાઇલ કરી શકો?
• કુર્તો હેવી વર્કવાળો હોય, તો દુપટ્ટો સાદો રાખો.
• ચાંદી કે કુંદન જ્વેલરી લુકને સંપૂર્ણ બનાવશે.
• ફૂટવેરમાં મોજડી કે ચપ્પલ સરસ લાગે છે.
• હેરસ્ટાઈલમાં લૂઝ વેવ્સ કે પછી લો બન વાળીને તાજા ફૂલ લગાવો. તમારું વ્યક્તિત્વ ખીલી ઉઠશે, મહેકી ઉઠશે.

અજમાવી જુઓ આ લુક
• પીચ કરાચી કુર્તા + સફેદ પલાઝો + સિલ્વર ઝુમકા + નરમ બન હેરસ્ટાઈલ. બ્રન્ચ કે ડે ટાઈમ લુક માટે પરફેક્ટ!
• એમરલ્ડ ગ્રીન કરાચી કુર્તા સેટ + સ્મોકી આઈઝ + ગોલ્ડ સેન્ડલ્સ એટલે સાંજના ફંક્શન માટે શાનદાર પસંદગી!

આ પ્રકારે મિક્સ એન્ડ મેચ પણ કરી શકો
• મોડર્ન ફ્યુઝનઃ કરાચી વર્ક કુર્તા સાથે ડેનિમ જીન્સ અજમાવો - વાઇબ્રન્ટ લુક મળશે.
• ફેસ્ટિવ લુકઃ ગોટાપત્તી બોર્ડર અને મિરર વર્ક કુર્તા - તહેવાર માટે પરફેક્ટ કોમ્બિનેશન છે.
• ઓફિસ: પેસ્ટલ કરાચી કુર્તા, સ્ટ્રેઈટ પેન્ટ અને ન્યૂડ મેકઅપ - સરળ પણ સ્ટાઇલિશ લુક મળશે.

કરાચી વર્ક સલવાર કુર્તાઃ સાદગ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.