કારની સીટ પરથી કાનૂની જંગ લડતાં ‘રિયલ લાઇફ લિંકન લોયર’

કારની સીટ પરથી કાનૂની જંગ લડતા...

હોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ ‘ધ લિંકન લોયર’માં કારમાંથી ઓફિસ ચલાવતા વકીલનું પાત્ર દર્શાવાયું છે. પણ, બિહારના મધુબની જિલ્લામાં એક મહિલા વકીલ વાસ્તવમાં છેલ્લા 14 વર્ષથી કારને જ પોતાની ઓફિસ બનાવીને અસ્તિત્વ અને સ્વાભિમાનની લડાઈ લડી રહ્યા છે. 57 વર્ષનાં અનીતા ઝા મધુબની જિલ્લા અદાલતમાં ત્રણ દસકાનો બહોળો અનુભવ ધરાવતા અનુભવી વકીલ છે. છતાં સાથી વકીલોની પુરુષપ્રધાન માનસિકતાના કારણે તેમને કોર્ટ પરિસરમાં બેસવા માટે એક નાની કેબિન પણ મળી શકી નથી. વર્ષોસુધી કેબિન મેળવવા માટે સંઘર્ષ કર્યા પછી હાર માનીને વકીલાત છોડી દેવાને બદલે તેમણે પોતાની કારને જ ‘મોબાઈલ ઓફિસ’માં ફેરવી દીધી છે.

પટણાઃ હોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ ‘ધ લિંકન લોયર’માં કારમાંથી ઓફિસ ચલાવતા વકીલનું પાત્ર દર્શાવાયું છે. પણ, બિહારના મધુબની જિલ્લામાં એક મહિલા વકીલ વાસ્તવમાં છેલ્લા 14 વર્ષથી કારને જ પોતાની ઓફિસ બનાવીને અસ્તિત્વ અને સ્વાભિમાનની લડાઈ લડી રહ્યા છે. 57 વર્ષનાં અનીતા ઝા મધુબની જિલ્લા અદાલતમાં ત્રણ દસકાનો બહોળો અનુભવ ધરાવતા અનુભવી વકીલ છે. છતાં સાથી વકીલોની પુરુષપ્રધાન માનસિકતાના કારણે તેમને કોર્ટ પરિસરમાં બેસવા માટે એક નાની કેબિન પણ મળી શકી નથી. વર્ષોસુધી કેબિન મેળવવા માટે સંઘર્ષ કર્યા પછી હાર માનીને વકીલાત છોડી દેવાને બદલે તેમણે પોતાની કારને જ ‘મોબાઈલ ઓફિસ’માં ફેરવી દીધી છે.

લાઇબ્રેરીથી કમ નથી, કારની પાછલી સીટ
અનીતા ઝાની કારની પાછલી સીટ આજે કોઈ લાઈબ્રેરીથી કમ નથી. ત્યાં કાનૂની ફાઈલો, કાયદાના પુસ્તકો અને દસ્તાવેજો ગોઠવાયેલા જોવા મળે છે. તેઓ સવારથી સાંજ સુધી કારમાં જ બેસીને કેસનો અભ્યાસ કરે છે, દલીલો તૈયાર કરે છે અને અસીલોને કાનૂની માર્ગદર્શન આપે છે.

અનિતાએ આવું શા માટે કરવું પડ્યું?
મધુબની જિલ્લા કોર્ટમાં મહિલા વકીલો માટે પાયાની સુવિધાઓ કે શૌચાલયનો પણ અભાવ છે. વર્ષ 2013માં મહિલા વકીલોએ સ્વખર્ચે ફાળો ઉઘરાવીને ચેમ્બર બનાવવાની કોશિશ કરી ત્યારે પુરુષ વકીલોએ તે થવા ન દીધું. આ પછી અનિતા ઝાએ ખુલ્લામાં ટેબલ-ખુરશી નાખીને બેસવાની શરૂઆત કરી તો ત્યાં પણ તેમણે રોકવામાં આવ્યા. પછી, અનીતા ઝાએ નક્કી કર્યું કે તેઓ ન્યાયની આ લડાઈ પોતાની કારમાંથી લડશે.
સોશિયલ મીડિયા પર ‘રિયલ લાઈફ લિંકન લોયર’ તરીકે વાયરલ થયેલા અનીતા ઝા આજે ચર્ચાનું કેન્દ્ર છે. તેમની મક્કમતાના તો વખાણ થઈ રહ્યા છે સાથે જ તેમની આ સ્થિતિએ ન્યાયતંત્ર સામે એક ગંભીર સવાલ પણ ઉભો કર્યો છે. લોકોને ન્યાય અપાવવા જજ સામે દલીલો કરતી સ્ત્રીને ન્યાય મેળવવા માટે આટલા વર્ષો કારમાં કેમ ગાળવા પડે?

કારની સીટ પરથી કાનૂની જંગ લડતા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.