કિચન કોર્નરઃ કુકવેર દ્વારા આપો રસોડાને મોર્ડન લુક

કિચન કોર્નરઃ કુકવેર દ્વારા આપ

આપણે ઘરના ઇન્ટિરિયર સાથે કિચનમાં પણ પૈસા ખર્ચ કરીએ છીએ, જેથી ઘરની સાથે સાથે કિચન પણ મોર્ડન લાગે. પરંતુ, મોટાભાગના લોકો સાથે એ સમસ્યા પણ છે કે કિચનમાં ઉપયોગી એવા ક્યાં વાસણ ખરીદવા જેથી કિચન મોર્ડન પણ લાગે અને વપરાશમાં પણ સરળતા રહે. આજકાલ બજારમાં વિવિધ પ્રકારના કુકવેર ઉપલબ્ધ છે, જેનાથી તમે કિચનને મોર્ડન લુક આપી શકો છો. તેની સૌથી મોટી ખાસિયત એ પણ છે કે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારા છે, સાથે મેન્ટેન કરવા પણ સરળ છે. થોડા સમય પહેલા જ્યાં કિચનમાં સ્ટીલ અને નોનસ્ટિક વાસણોનો ઉપયોગ થતો ત્યાં આજે અનેક પ્રકારના કુકવેર પોતાનું સ્થાન બનાવી રહ્યા છે.

• સ્ટોન વેરઃ આ શબ્દ પરથી જ સ્પષ્ટ થાય છે કે આ વાસણ પથ્થરના બનેલા હોય છે. તેનો ઉપયોગ પિઝા બેઝ, બેડ, કેક અને પાસ્તા સિવાય સૂપ બનાવવામાં કરવામાં આવે છે. આ વાસણમાં ભોજન બનાવું સ્વાસ્થ્ય માટે હેલ્ધી હોય છે, કારણ કે પથ્થરથી બનેલા હોવાથી ભોજન બનાવતી વખતે તેમાંથી કોઈ પણ પ્રકારના કેમિકલ તત્ત્વો રિલીઝ નથી થતા. સાફ કરવા પણ સરસ હોય છે. પ્રમાણમાં જાડા તળિયાવાળા હોવાથી ભોજન બળી જવાનો ડર પણ રહેતો નથી.
• ક્લે કુકવેરઃ તેમાં ભોજન ગેસ પર બને છે. તેલનો ઓછો ઉપયોગ થાય છે. જો એસિડિક ભોજનને પણ આ વાસણમાં બનાવવામાં આવે તો માટીના આલ્કેલાઇન ગુણ ભોજનને બેલેન્સ કરે છે.
• કાસ્ટ આયર્ન કુકવેરઃ કાસ્ટ આયર્ન કુકવેરનો ઉપયોગ બ્રેસિંગ, ડીપ ફ્રાઈંગ કે બેક્ડ ડિશિસ બનાવવામાં થાય છે. તેમાં ધીમું કુકિંગ સરળતાથી કરી શકાય છે. આ વાસણમાં ભોજન બને છે. સાથે સાથે જ તેમાં આયર્ન હોવાથી ભોજન બનતી વખતે આ આયર્ન તત્ત્વ ભોજનમાં ભળીને આપણને મળી રહે છે, જે હિમોગ્લોબિન વધારવામાં ખૂબ મદદરૂપ છે.
• પોર્સેલીન કુકવેરઃ ચોકલેટ ઓગાળવી, ક્રીમી સૂપ અને સોસ વગેરે બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. તે વજનમાં લાઈટ અને વિવિધ આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે. સાથે સ્ક્રેચ રેઝિસ્ટન્ટ હોય છે. તેનો ઉપયોગ માઈક્રોવેવ અને ઓવન બંનેમાં કરી શકાય છે.

કિચન કોર્નરઃ કુકવેર દ્વારા આપ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.