કોરોનામુક્ત થયેલા દર્દીને ૧૦૦ કિમી દૂર ઘરે પહોંચાડ્યોઃ મહિલા રિક્ષા ડ્રાઈવરને ઈનામ

કોરોનામુક્ત થયેલા દર્દીને ૧૦

મણિપુરમાં એક મહિલા રિક્ષા ડ્રાઈવરે કોરોનામાંથી સાજા થયેલ દર્દીને તેના ઘરે પહોંચાડવા માટે ૧૦૦ કિમીનું અંતર કાપ્યું હતું. તેના આ કામ બદલ મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે રૂ. ૧.૧૦ લાખનું ઈનામ આપીને સન્માન કર્યું હતું. કામજોંગ શહેરમાં રહેનાર દર્દીની કોરોનાની સારવાર ઈમ્ફાલમાં ચાલતી હતી. આ બંને જગ્યાઓ વચ્ચેનું અંતર ૧૦૦ કિમી છે. કોરોના વાઈરસને હરાવીને આ દર્દીને પોતાના ઘરે જવું હતું, પણ હોસ્પિટલની એમ્બ્યુલન્સે અન્ય શહેરમાં જવાની ના પાડી. આ સમયે લેઈબી ઓઈનમ નામની મહિલાએ આ દર્દીને રિક્ષામાં ઘરે પહોંચાડવાની જવાબદારી લીધી.

ઇમ્ફાલઃ મણિપુરમાં એક મહિલા રિક્ષા ડ્રાઈવરે કોરોનામાંથી સાજા થયેલ દર્દીને તેના ઘરે પહોંચાડવા માટે ૧૦૦ કિમીનું અંતર કાપ્યું હતું. તેના આ કામ બદલ મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે રૂ. ૧.૧૦ લાખનું ઈનામ આપીને સન્માન કર્યું હતું. કામજોંગ શહેરમાં રહેનાર દર્દીની કોરોનાની સારવાર ઈમ્ફાલમાં ચાલતી હતી. આ બંને જગ્યાઓ વચ્ચેનું અંતર ૧૦૦ કિમી છે. કોરોના વાઈરસને હરાવીને આ દર્દીને પોતાના ઘરે જવું હતું, પણ હોસ્પિટલની એમ્બ્યુલન્સે અન્ય શહેરમાં જવાની ના પાડી. આ સમયે લેઈબી ઓઈનમ નામની મહિલાએ આ દર્દીને રિક્ષામાં ઘરે પહોંચાડવાની જવાબદારી લીધી. તેણે ૧૦૦ કિમીનું અંતર રાતે થાક ખાતાં-ખાતાં ૮ કલાકમાં પૂરું કર્યું અને દર્દીને સુરક્ષિત ઘર સુધી પહોંચાડી દીધી. રાજ્યના મુખ્ય પ્રધાન સુધી આ સમાચાર પહોચ્યાં તો તેમણે લેઈબીના વખાણ કરીને તેને રૂ. ૧.૧૦ લાખનું ઇનામ આપ્યું હતું. બે દીકરાઓની માતા લેઈબી તેના ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ છે. તેના આ સદકાર્યની ચારેકોર પ્રશંસા થઈ રહી છે.

કોરોનામુક્ત થયેલા દર્દીને ૧૦
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.