કોલેજ ડ્રોપઆઉટ લ્યુસી સૌથી યુવા બિલિયોનેર

કોલેજ ડ્રોપઆઉટ લ્યુસી સૌથી યુ

અમેરિકાની 30 વર્ષીય ટેક એન્ટ્રપ્રેન્યોર લ્યુસી ગુઓએ સૌથી યુવા સેલ્ફ-મેડ મહિલા બિલિયોનેરનું સન્માન મેળવ્યું છે. ફોર્બ્સ અમેરિકાની સૌથી અમીર સેલ્ફ-મેડ વિમેનની 10મી એનિવર્સરી લિસ્ટમાં તેમને આ સ્થાન મળ્યું છે. આ લિસ્ટમાં 100 મહિલાઓ છે. યાદીમાં ડિયાન હેડ્રિક્સ (1.91 લાખ કરોડ રૂપિયા) ટોચ પર છે જ્યારે ગાયિકા ટેલર સ્વિફ્ટ 21મા અને લ્યુસી 26મા સ્થાન પર છે.

અમેરિકાની 30 વર્ષીય ટેક એન્ટ્રપ્રેન્યોર લ્યુસી ગુઓએ સૌથી યુવા સેલ્ફ-મેડ મહિલા બિલિયોનેરનું સન્માન મેળવ્યું છે. ફોર્બ્સ અમેરિકાની સૌથી અમીર સેલ્ફ-મેડ વિમેનની 10મી એનિવર્સરી લિસ્ટમાં તેમને આ સ્થાન મળ્યું છે. આ લિસ્ટમાં 100 મહિલાઓ છે. યાદીમાં ડિયાન હેડ્રિક્સ (1.91 લાખ કરોડ રૂપિયા) ટોચ પર છે જ્યારે ગાયિકા ટેલર સ્વિફ્ટ 21મા અને લ્યુસી 26મા સ્થાન પર છે.
લ્યુસી પાસેસનાં સીઈઓ છે અને તેની નેટવર્થ 11,154 કરોડ રૂપિયા છે. ટેલર સ્વિફ્ટની નેટવર્થ 13,728 કરોડ રૂપિયા છે. પણ ઉમરના હિસાબથી લ્યુસી સૌથી યુવા અબજપતિ બની ચૂક્યાં છે. લ્યુસીએ સ્કૂલના અભ્યાસ દરમિયાન કોડિંગ શીખ્યું, વિવાદના કારણે સ્કેલ એઆઈમાંથી હાંકી કઢાયા. પણ પોતાની હિસ્સેદારી વેચી નહીં.
લ્યુસીએ 2022માં પાસેસની શરૂઆત કરી. આ એક ડિજિટલ પ્લેટફોર્મ છે, જ્યાં કન્ટેન્ટ ક્રિએટર્સ પોતાના ફેન્સ સાથે ચાલ ડાયરેક્ટ જોડાઈ શકે છે. તેમાં લાઈવ સ્ટ્રીમિંગ, વન-ઓન-વન મેસેજિંગ અને એક્સક્લુસિવ પોડકાસ્ટની સુવિધા મળે છે. કંપનીએ બે વર્ષમાં 430 કરોડ રૂપિયાનું ફન્ડિંગ એકત્ર કર્યું છે. આ સફળતાએ લ્યુસીને અબજપતિઓની યાદીમાં પહોંચાડી દીધી છે.
લ્યુસીએ કારકિર્દીની શરૂઆત સ્નેપચેટ અને ક્વોરામાં પ્રોડક્ટ ડિઝાઈનરના રૂપમાં કરી હતી. 2016માં તેમણે ફેશન ડિઝાઈનર એલેક્ઝડર વાંગની સાથે મળીને સ્કેલ એઆઈની શરૂઆત કરી, જે ડેટા એનોટેશન અને AI મોડલ ટ્રેનિંગમાં કામ કરે છે. જોકે 2018માં મતભેદના કારણે તેમણે કંપની છોડી દીધી, પણ પોતાની હિસ્સેદારી નહોતી વેચી. આજે સ્કેલ એઆઈનું વેલ્યૂએશન 2.15 લાખ કરોડ રૂપિયા છે,
જેના કારણે તેમની હિસ્સેદારની વેલ્યૂ પણ વધી ગઈ છે.
લ્યુસી ગુઆના માતા-પિતા ચીનથી અમેરિકા આવ્યા હતા. ટેક્નોલોજીમાં રૂચિના કારણે લ્યુસીએ મિડલ સ્કૂલમાં જ કોડિંગ શીખી લીધું હતું. માતા-પિતા ઈલેક્ટ્રિકલ એન્જિનિયર હતા અને તેમને ટેક ફિલ્ડમાં જવાથી રોકતા હતા. તેમનું માનવું હતું કે આ ફિલ્ડમાં છોકરીઓ માટે સફળ બનવું મુશ્કેલ છે. લ્યુસીએ કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી માટે કાર્નેગી મેલન યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. પણ 2014માં થિએલ ફેલોશિપ (86 લાખ રૂપિયા) મળ્યા બાદ તેમણે અભ્યાસ છોડી દીધો.
ફિટનેસ માટે અનોખો લગાવ
લ્યુસી ફિટનેસને લઈને પણ બહુ ગંભીર છે. તેઓ રોજ 20 કિમી દોડે છે. કામ સાથે એ પ્રકારનો લગાવ છે કે રજાઓમાં પણ રોજ 8 કલાક કામ કરે છે. તેઓ સામાન્ય રીતે પોતાના ડેસ્ક પર જ ખાવાનું ખાય છે અને ઓનલાઈન જ મંગાવે છે.
પોતાના 30મા જન્મદિવસે તેમણે પોસ્ટ શેર કરી... ‘હંમેશા આ ઉમરથી ડરતી હતી. ચીની પ્રવાસી સંસ્કૃતિમાં 30ની વય સુધીમાં લગ્ન જરૂરી માનવામાં આવે છે. પણ દર વર્ષે મારી જિંદગી સારી થતી જઈ રહી છે. હું પહેલાથી વધુ આત્મવિશ્વાસુ અને પ્રેરિત છું.
સ્કેટબોર્ડથી જાય છે ઓફિસ
લ્યુસી મિયામી સ્થિત ઘરથી ઓફિસ સુધી સ્કેટબોર્ડથી જાય છે. મિયામીનું આ ઘર જાણીતી આર્કિટેક્ટ જાહા હદીદ દ્વારા ડિઝાઈન કરાયું છે. તેમાં ઈનડોર રિસોર્ટ - સ્ટાઈલ પુલ, ફિટનેસ સેન્ટર, થિએટર, રૂફટોપ હેલિપેડ પણ છે. તેની કિંમત લગભગ 57 કરોડ રૂપિયા છે.

કોલેજ ડ્રોપઆઉટ લ્યુસી સૌથી યુ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.