ગર્ભાવસ્થાના આઠમે મહિને પણ ફરજ બજાવતી નર્સ

૧૨મી મેના દિવસે વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે નર્સિંગ સ્ટાફ કોરોના વોરિયર્સની ભૂમિકામાં સતત કામગીરી કરી રહ્યો છે. અહીં વાત છે એવી એક પરિચારિકાની જે ગર્ભાવસ્થાના આઠમે મહિને પણ ફરજ બજાવી રહ્યાં છે. ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા ૪ વર્ષથી અર્ચનાબહેન જોશી નર્સ છે. સગર્ભાવસ્થાના આઠમા મહિને પણ તેઓ હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવી રહ્યાં છે.
અર્ચનાબહેન કહે છે કે, મારાથી જ્યાં સુધી થાય ત્યાં સુધી સેવા આપવાનો મારો નિર્ધાર છે. તકેદારીના ભાગરૂપે સગર્ભા બહેનોને કોરોના વોર્ડની ફરજોમાંથી બાકાત રાખવામાં આવે છે, પરંતુ હાલ નર્સિંગ સ્ટાફની ખૂબ જરૂર છે તેને અનુલક્ષીને મારાથી જ્યાં સુધી થાય ત્યાં સુધી સેવા આપવાનો મારો નિર્ધાર છે. હાલમાં હું ઓપરેશન થિયેટર માટે ડ્રેસિંગ માટેની તૈયારી કરવી, સાધનોને ઓટોકલેવ કરવાની કામગીરી સાથે સંકળાયેલા વિભાગમાં કામ કરું છું.
નર્સ કહે છે કે, હું કોરોના વોર્ડમાં કામ કરતી નથી, પરંતુ સંક્રમિત વ્યક્તિઓની શક્યતા હોવાથી સક્રમણ થવાની શક્યતા રહે છે

વડોદરાઃ ૧૨મી મેના દિવસે વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે નર્સિંગ સ્ટાફ કોરોના વોરિયર્સની ભૂમિકામાં સતત કામગીરી કરી રહ્યો છે. અહીં વાત છે એવી એક પરિચારિકાની જે ગર્ભાવસ્થાના આઠમે મહિને પણ ફરજ બજાવી રહ્યાં છે. ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા ૪ વર્ષથી અર્ચનાબહેન જોશી નર્સ છે. સગર્ભાવસ્થાના આઠમા મહિને પણ તેઓ હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવી રહ્યાં છે.
અર્ચનાબહેન કહે છે કે, મારાથી જ્યાં સુધી થાય ત્યાં સુધી સેવા આપવાનો મારો નિર્ધાર છે. તકેદારીના ભાગરૂપે સગર્ભા બહેનોને કોરોના વોર્ડની ફરજોમાંથી બાકાત રાખવામાં આવે છે, પરંતુ હાલ નર્સિંગ સ્ટાફની ખૂબ જરૂર છે તેને અનુલક્ષીને મારાથી જ્યાં સુધી થાય ત્યાં સુધી સેવા આપવાનો મારો નિર્ધાર છે. હાલમાં હું ઓપરેશન થિયેટર માટે ડ્રેસિંગ માટેની તૈયારી કરવી, સાધનોને ઓટોકલેવ કરવાની કામગીરી સાથે સંકળાયેલા વિભાગમાં કામ કરું છું.
નર્સ કહે છે કે, હું કોરોના વોર્ડમાં કામ કરતી નથી, પરંતુ સંક્રમિત વ્યક્તિઓની શક્યતા હોવાથી સક્રમણ થવાની શક્યતા રહે છે
વધુમાં અર્ચનાબહેને જણાવ્યું હતું કે, ભલે હું કોરોના વોર્ડમાં કામ ના કરતી હોઉ, પરંતુ હાલમાં હોસ્પિટલમાં અવર જવર કરતાં લોકોમાં સંક્રમિત વ્યક્તિઓ હોવાની શક્યતા રહે છે અને મારે તો મારી સાથે આવનારા બાળકની સુરક્ષા કરવાની છે, એટલે ખૂબ સાવચેતી લઉં છું. સેનેટાઈઝર સાથે જ રાખું છું અને ડગલેને પગલે તેનો ઉપયોગ કરું છું. નર્સ કહે છે કે, અમે સ્વેચ્છાએ સ્વીકારેલી જોબ છે, એટલે સંજોગો ગમે તેવા અઘરા હોય અમારે ફરજ બજાવવી જોઇએ
હાલમાં ચેપ મુક્ત રહેવાની તકેદારી રૂપે લિફ્ટ વાપરવી હિતાવહ નથી. પરંતુ હું આ અવસ્થામાં દાદરા પણ ન ચડી શકું. એટલે ટિસ્યુ પેપર સાથે રાખું છું. લિફ્ટના હેન્ડલને હાથથી સીધો સ્પર્શના કરતા ટિસ્યુ પેપરથી પકડું છું અને બહાર નીકળીને તુરંત જ સેનેટાઈઝ કરવાની, હેન્ડ વોશ કરવાની, મારું ઘર હોસ્પિટલ પરિસરમાં હોવાથી જરૂર પૂરતી જ અવર જવર કરવાની, નોકરીમાંથી ઘેર પહોંચી સેનેટાઈઝ થવાની, સ્નાન કરવાની જરૂરી તમામ કાળજી લઉં છું. કારણ કે, અત્યારે સેવા આપવી એ કટોકટીના સમયની માંગ છે એટલે જાતને સુરક્ષિત રાખવાની તકેદારી રાખીને ફરજ બજાવું છું. અમે આ સ્વેચ્છાએ સ્વીકારેલી જોબ છે, એટલે સંજોગો ગમે તેવા અઘરા હોય અમારે ફરજ બજાવવી જોઇએ.
નર્સ કહે છે કે, દર્દીઓ અને તેમના પરિવારજનો સ્થિતિ સમજીને સારું વર્તન કરે તો અમારો ઉત્સાહ વધે છે. હાલમાં જોખમી અને અઘરી ગણાતી કોરોના વોર્ડની ફરજો બાળકો અને પરિવારથી અળગી રહીને નર્સિંગની બહેનો અદા કરી રહી છે. અહીં સતત સાત દિવસ ફરજો બજાવવાની હોય છે અને ચેપ પ્રસરતો અટકાવવા ઘેર જવાને બદલે હોસ્ટેલમાં રહેવું પડે છે. ત્યારપછી ૭ દિવસ ક્વોરન્ટીનનું પાલન કરવું પડે. એટલે નાના નાના બાળકો અને કુટુંબીજનોથી ૧૪ દિવસની ફરજિયાત જુદાઈ પાળી તેઓ દર્દીઓની સંભાળ રાખે છે. મેલ નર્સ એટલે કે બ્રધર્સ પણ એટલી જ નિષ્ઠાથી ફરજો બજાવે છે. દર્દી અને તેમના પરિવારજનો સ્થિતિ સમજીને સારૂ વર્તન અને એપ્રિશિયેશન કરે તો અમારો ઉત્સાહ વધે છે.
નર્સિંગ સમુદાય રોજે રોજ કોરોનાગ્રસ્તોની નિર્ભય સેવા આપે છે.૨૦૨૦નું વર્ષ વિશ્વ આરોગ્ય સંસ્થાએ નર્સિંગના સેવા વ્યવસાયને સમર્પિત કર્યું છે અને કુદરત પણ જાણે એમની નિષ્ઠાની કસોટી કરતી હોય તેમ આ વર્ષે જ વિશ્વ કોરોનાની વિરાટ મહામારીના રૂપમાં આરોગ્ય કટોકટીનો સામનો કરી રહ્યું છે અને કપરા સંજોગોમાં નર્સિંગ સમુદાય રોજે રોજ કોરોનાગ્રસ્તોની નિર્ભય સેવા આપે છે.

ગર્ભાવસ્થાના આઠમે મહિને પણ ફરજ બજાવતી નર્સ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.