છોકરી હોવાથી માતાપિતાએ ઉચ્ચ અભ્યાસ કરતાં અટકાવ્યાં હતાં, આજે જાપાનનાં વડાંપ્રધાન

જાપાનમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલતી રાજકીય અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. જાપાનની સંસદે સાને તાકાઈચીને દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢ્યા છે. 64 વર્ષીય તાકાઈચીએ સંસદના લોઅર હાઉસમાં 465માંથી 237 મત મેળવ્યા હતા. જ્યારે અપર હાઉસમાં 125 મત મેળવ્યા હતા, જે સામાન્ય બહુમતી માટે જરૂરી મત કરતાં માત્ર એક વધુ હતો. આ જીત લિબરલ ડેમોક્રેટિક પાર્ટી અને જમણેરી જાપાન ઇનોવેશન પાર્ટી વચ્ચે અંતિમ સમયે થયેલા ગઠબંધનને કારણે થઇ છે.

ટોક્યોઃ જાપાનમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલતી રાજકીય અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. જાપાનની સંસદે સાને તાકાઈચીને દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢ્યા છે. 64 વર્ષીય તાકાઈચીએ સંસદના લોઅર હાઉસમાં 465માંથી 237 મત મેળવ્યા હતા. જ્યારે અપર હાઉસમાં 125 મત મેળવ્યા હતા, જે સામાન્ય બહુમતી માટે જરૂરી મત કરતાં માત્ર એક વધુ હતો. આ જીત લિબરલ ડેમોક્રેટિક પાર્ટી અને જમણેરી જાપાન ઇનોવેશન પાર્ટી વચ્ચે અંતિમ સમયે થયેલા ગઠબંધનને કારણે થઇ છે.
સાને તાકાઇચી જમણેરી વિચારધારા ધરાવે છે. તેમની જીતથી સ્થાનિક શેરબજારોમાં તેજી જોવા મળી હતી. જો કે તેમના કડક રૂઢિચુસ્ત મંતવ્યો, જેમ કે સમલૈંગિક લગ્નનો વિરોધ અને શાહી પરિવારમાં માત્ર પુરુષોનું ઉત્તરાધિકાર સમર્થન જેવા મુદ્દા અવરોધ ઊભો કરી શકે છે.

આપબળે આગેકૂચ
• રાજકારણમાં પ્રવેશ પહેલાં, ટીવી હોસ્ટ તરીકે કામ કર્યું હતું.
• તેઓ મેટલ ડ્રમર (સંગીતમાં બેન્ડ ચલાવનાર) હતા, ક્યારેક તેઓ ડ્રમસ્ટિક્સ પણ તોડી નાખતાં હતાં.
• તેમનાં માતાપિતાએ છોકરી હોવાના કારણે તેમને યુનિવર્સિટી મોકલવાનો ઈનકાર કર્યો હતો.
• યુવાનીમાં તાકાઈચીએ નાનામોટા કામ કરી અભ્યાસ માટે ફી ભરી હતી.

છોકરી હોવાથી માતાપિતાએ ઉચ્ચ અભ્યાસ કરતાં અટકાવ્યાં હતાં, આજે જાપાનનાં વડાંપ્રધાન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.