તમારી પર્સનાલિટીને નિખારશે પર્ફ્યુમનો પમરાટ

તમારી પર્સનાલિટીને નિખારશે પ

દરેક વ્યક્તિની પર્સનાલિટીની જેમ પર્ફ્યુમ્સની પસંદગીમાં પણ વિવિધતા હોય છે. પર્ફ્યુમની ખરીદી કરતી વખતે તમારી પર્સનાલિટી, ઉંમર, વ્યક્તિત્વ વગેરે ધ્યાનમાં રાખશો તો આ સુગંધનો ખજાનો તમારા વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી દેશે. જેમ કે, ફ્લોરલ પર્ફ્યુમમાં ફૂલોની સુગંધ હોય છે અને આ પ્રકારના પર્ફ્યુમ સૌથી વધારે પોપ્યુલર જોવા મળે છે. દરેક ઉંમરની સ્ત્રી આ પર્ફ્યુમ વાપરી શકે છે. ગુલાબ, જેસ્મિન, લેવેન્ડર વગેરે અનેક જાતનાં ફૂલોની સુગંધવાળા પર્ફ્યુમ માર્કેટમાં મળે છે.

દરેક વ્યક્તિની પર્સનાલિટીની જેમ પર્ફ્યુમ્સની પસંદગીમાં પણ વિવિધતા હોય છે. પર્ફ્યુમની ખરીદી કરતી વખતે તમારી પર્સનાલિટી, ઉંમર, વ્યક્તિત્વ વગેરે ધ્યાનમાં રાખશો તો આ સુગંધનો ખજાનો તમારા વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી દેશે. જેમ કે, ફ્લોરલ પર્ફ્યુમમાં ફૂલોની સુગંધ હોય છે અને આ પ્રકારના પર્ફ્યુમ સૌથી વધારે પોપ્યુલર જોવા મળે છે. દરેક ઉંમરની સ્ત્રી આ પર્ફ્યુમ વાપરી શકે છે. ગુલાબ, જેસ્મિન, લેવેન્ડર વગેરે અનેક જાતનાં ફૂલોની સુગંધવાળા પર્ફ્યુમ માર્કેટમાં મળે છે.
તો ખૂબ જ સોફિસ્ટિકેટેડ અને મેચ્યોર મહિલાઓ માટે ચંદન અને દેવદારની વૃક્ષોની હળવી સુગંધવાળા પર્ફ્યુમ પર્ફેક્ટ ચોઈસ ગણાય છે. જો તમે ચાળીશ વર્ષની ઉપરના હો અને બિઝનેસ હાઉસમાં કામ કરતા હો તો આ પ્રકારનાં પર્ફ્યુમ તમારી પર્સનાલિટીમાં વધારો કરશે. જો તમે કોર્પોરેટ જગતમાં કાર્યરત હો તો સ્પાઈસી પર્ફ્યુમ બેસ્ટ ચોઈસ ગણાશે. આ પ્રકારના પર્ફ્યુમ્સની સુગંધ ખૂબ જ સ્ટ્રોન્ગ હોય છે અને સાંજની પાર્ટીઓમાં તેમજ ખાસ પ્રસંગોમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. એમાં વેનિલા, કસ્તુરી અને અમુક ફૂલોની તીવ્ર સુગંધ હોય છે.
પર્ફ્યુમની સુગંધને બોટલ સુંઘીને જાણી ન શકાય. આ માટે તમે પલ્સ પોઈન્ટ એટલે કે જ્યાં તમારી નાડીઓ ત્વચાની એકદમ નજીક હોય એવા સ્થાને એટલે કે કાંડા પાસે, કાનની પાછળ, ગળા પર પર્ફ્યુમ છાંટીને તમે ટ્રાય કરી શકો છો. પર્ફ્યુમ છાંટયા પછી પાંચ મિનિટ બાદ એની સાચી સુગંધ જાણી શકાય છે. જો તમારી સ્કિન ડ્રાય હોય તો પહેલાં મોઈશ્ચરાઈઝર લગાવીને પછી પર્ફ્યુમ લગાવવવું જેથી એને લાંબા સમય સુધી જાળવી શકાય.
એક વાત હંમેશા યાદ રાખશો કે યુડી ટોઈલેટ (ઈડીટી) કરતાં યુડી પર્ફ્યુમ (ઈડીપી) વધારે તીવ્ર હોય છે અને એટલે એ વધારે સમય સુધી ટકે છે.

પર્ફ્યુમના ડાઘ-ધબ્બા દૂર કરવા માટે

પર્ફ્યુમના ડાઘને પરસેવાના ડાઘ સમજીને પૂરતી તકેદારી રાખો અને બને એટલા જલદી કાઢી નાખવા પ્રયત્ન કરો. કોટન જેવા વોશેબલ કપડાં પરથી આ ડાઘ કાઢવા લીંબુનો રસ લગાડી ઘસી નાખો. ચપટી ડિટર્જન્ટ અને પાણીથી પણ આ ડાઘ કાઢી શકાય. ત્યારબાદ તરત જ એને એકદમ ગરમ પાણીમાં ધોઈ લો. માત્ર ડાર્ક કે બ્લેક રંગનાં કપડાં આ રીતે નહીં ધોઈ શકાય. જો સિલ્ક કે સાટીનનું કપડું હોય તો ડ્રાય ક્લીન કરાવવું જ યોગ્ય રહેશે. તમે ગમેતેટલા જલદીમાં હો હમેશાં એ વાતનું ધ્યાન રાખો કે પર્ફ્યુમ શરીર પર છાંટવા માટે છે, કપડાં પર નહીં.
પર્ફ્યુમ એ નાનામોટા સૌને પસંદ આવે એવો પરફેક્ટ ગિફ્ટ ઓપ્શન છે. આજના જમાનામાં પર્ફ્યુમ સ્ટાઈલ અને ફેશનનું પ્રતીક બની ગયું છે. વ્યક્તિ જે પ્રકારનું પર્ફ્યુમ પસંદ કરે છે એના પરથી તેના વ્યક્તિત્વનો અંદાજ આવી જાય છે. દરેક વ્યક્તિ પોતપોતાની પસંદગી અનુસાર પર્ફ્યુમ પસંદ કરે છે. દરેક વ્યક્તિની ત્વચા અલગ-અલગ હોય છે અને તેમના શરીરની ગંધ પણ અલગ હોવાને કારણે ઘણી વાર કોઇ એક પર્ફ્યુમ એક વ્યક્તિ માટે યોગ્ય હોય પરંતુ બીજી વ્યક્તિ માટે તે યોગ્ય ન હોય એવું પણ બની શકે છે. આથી પર્ફ્યુમની પસંદગી યોગ્ય રીતે કરવી જરૂરી છે.

ટેસ્ટ કર્યા પછી જ ખરીદો પર્ફ્યુમ

પર્ફ્યુમ ખરીદતી વખતે ક્યારેય એને ડાયરેક્ટ ત્વચા પર ન છાંટવું, પરંતુ સૌથી પહેલાં દુકાનમાં ઉપલબ્ધ કાર્ડસ્ટ્રિપ પર નાખીને સ્મેલ ટેસ્ટ કરવો, જેથી એની વાસ્તવિક સુગંધ જાણી શકાય. ત્યારબાદ તમારી પસંદગીનું પરફ્યુમ તમારી ત્વચા પર લગાવીને ટેસ્ટ કરી જોવું. દુકાનમાં પર્ફ્યુમ અને કોલન બન્ને મળે છે. આ બન્નેમાં થોડોક તફાવત હોય છે. પર્ફ્યુમમાં એસેન્શિયલ ઓઈલની માત્રા વધારે હોય છે, જ્યારે કોલનમાં આલ્કોહોલની માત્રા વધારે હોય છે. પર્ફ્યુમની સુગંધ વધુ ટકે છે, જ્યારે કોલનની સુગંધ ઓછો સમય ટકે છે. જે પુરુષો પર્ફ્યુમ કે કોલનનો વપરાશ ન કરતા હોય તેઓ આફ્ટરશેવ લોશન વાપરે તો પણ દિવસભર તાજગીનો અહેસાસ કરી શકે છે.

સ્થળ અને સીઝન પ્રમાણે પસંદગી

જો તમે કામ કરતી વ્યક્તિ હો તો જ્યાં કામ કરો છો એ સ્થળ કેટલું મોટું છે એના આધારે પણ પર્ફ્યુમની પસંદગી થઈ શકે. નાની જગ્યા માટે તીવ્ર સુગંધવાળું પર્ફ્યુમ પસંદ ન કરવું. બલકે લાઈટ સુગંધ આપતું સિટ્રસ અથવા લેમન-બેઝ્ડ પર્ફ્યુમ પસંદ કરવું.
નાની જગ્યામાં હળવી સુગંધવાળું પર્ફ્યુમ વાપરવાથી તમે ફ્રેશનેસ અનુભવશો તેમજ તમારી આસપાસના લોકોને પણ પરેશાની નહીં થાય. ભીડભાડવાળી જગ્યામાં ફ્રૂટી પરફ્યુમ વાપરવું યોગ્ય રહેશે. ઠંડીની સીઝનમાં સ્ટ્રોંગ સુગંધવાળું પર્ફ્યુમ પસંદ કરવું જોઇએ.
જ્યારે ગરમીની સીઝનમાં ભીની સુગંધવાળું પર્ફ્યુમ પસંદ કરવું. તૈલી ત્વચાવાળા સ્ટ્રોંગ પર્ફ્યુમ વાપરી શકે, જ્યારે સૂકી ત્વચાવાળાએ લાઈટ પર્ફ્યુમ વાપરવું જોઈએ. શાવર લીધા પછી પર્ફ્યુમને તરત જ લગાવવાથી તમારું શરીર સુગંધને જલદી શોષી લે છે.
ગરમીઓમાં મોજાં કે ઈનરવેઅર જેવાં વસ્ત્રોને ધોતી વખતે પાણીમાં પર્ફ્યુમનાં એક-બે ટીપાં નાખી દેવાથી પસીનાને કારણે એમાં દુર્ગંધ નહીં આવે.

તમારી પર્સનાલિટીને નિખારશે પ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.