દિલ તો બચ્ચા હૈ જી... દાદીમાં એઆઇ પાત્રના પ્રેમમાં પડ્યાં

દિલ તો બચ્ચા હૈ જી... દાદીમાં એઆ

એઆઇ નામે દુનિયામાં હલચલ મચાવનાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે ટેક્નોક્રેટ કે યુવા પેઢીને જ નહીં, વડીલોને પણ ઘેલું લગાડ્યું છે. આવો જ એક મામલો ચીનમાં સામે આવ્યો છે. તુબેઈ પ્રાંતનાં રહેવાસી ઝાંગ યુલાન નામનાં 84 વર્ષીય મહિલા એઆઇ પાત્રના પ્રેમમાં પડી ગયાં છે. 

બેજિંગ: એઆઇ નામે દુનિયામાં હલચલ મચાવનાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે ટેક્નોક્રેટ કે યુવા પેઢીને જ નહીં, વડીલોને પણ ઘેલું લગાડ્યું છે. આવો જ એક મામલો ચીનમાં સામે આવ્યો છે. તુબેઈ પ્રાંતનાં રહેવાસી ઝાંગ યુલાન નામનાં 84 વર્ષીય મહિલા એઆઇ પાત્રના પ્રેમમાં પડી ગયાં છે. આ કેરેક્ટર બોસી એઆઈ પ્રેસિડેન્ટ તરીકે ઓળખાય છે. આ એઆઈ કેરેક્ટરને રોમેન્ટિક સ્ટોરીઓ અને પોતાના પાર્ટનર પ્રત્યે બહુ જ પ્રેમાળ અને કાળજી રાખનારું માનવામાં આવે છે, જેના પગલે લોકોને આ એઆઈ કેરેક્ટર પ્રત્યે બહુ આકર્ષણ છે. ઝાંગ આ એઆઇ પાત્રના રોજિંદા સંપર્કમાં રહેતાં હતાં અને આ ‘પરિચય’ સમયના વહેવા સાથે ‘પ્રેમમાં પલટાઇ’ ગયો. ઝાંગ સાથે દરરોજ 10-10 કલાકથી વધુ સમય પસાર કરવા લાગ્યાં. દાદીમાં તેને પ્રેમપત્રો લખવા લાગ્યાં અને પછી તો લગ્નનો વિચાર શરૂ થયો. હદ તો ત્યારે થઇ જ્યારે તેમણે એઆઇની વાતોમાં આવીને એક લાખ રૂપિયાની ખરીદી કરી નાંખી. દાદીમાની પૌત્રીના ધ્યાને આ વાત અને હવે તેણે આ મામલે કોર્ટમાં ધા નાંખી છે.

દિલ તો બચ્ચા હૈ જી... દાદીમાં એઆ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.