દેશવિદેશની માનુનીઓનું માનીતું સેક્સી શિફોન

દેશવિદેશની માનુનીઓનું માનીતુ...

દુનિયાભરમાં ફેબ્રિકમાં અનેક વેરાયટી ઉપલબ્ધ છે, અને તેમાં પણ ભારતમાં વિવિધ પ્રકારના ફેબ્રિકની લાંબી યાદી થાય તેમ છે. ખાદી કે સુતરાઉ કાપડથી લઈને વિવિધ પ્રકારના સિલ્ક, શાટિન, શિફોન જેવા મટિરિયલ ભારતના પરિધાન ક્ષેત્રની ઓળખ બની રહ્યાં છે.

દુનિયાભરમાં ફેબ્રિકમાં અનેક વેરાયટી ઉપલબ્ધ છે, અને તેમાં પણ ભારતમાં વિવિધ પ્રકારના ફેબ્રિકની લાંબી યાદી થાય તેમ છે. ખાદી કે સુતરાઉ કાપડથી લઈને વિવિધ પ્રકારના સિલ્ક, શાટિન, શિફોન જેવા મટિરિયલ ભારતના પરિધાન ક્ષેત્રની ઓળખ બની રહ્યાં છે.

આ પરંપરાગત ફેબ્રિકમાંથી કોઈને કોઈ મટિરિયલ ફેશનનો રાજમાર્ગ સરતું કરે છે. બલ્કે એમ કહી શકાય કે એક પછી એક ફેબ્રિક ફેશનમાં મોખરે હોય છે. વર્તમાન સમયની વાત કરીએ તો માનુનીઓને, ખાસ કરીને સેલિબ્રિટીઓને શિફોન પર વહાલ ઊભરાયું છે. કહેવાની જરૂર નથી કે એક તબક્કે હિન્દી ફિલ્મોની ટોચની અદાકારાઓએ શિફોનની પારદર્શક કે અર્ધપારદર્શક સાડી પહેરીને વરસતા વરસાદમાં રોમાંટિક ગીતો આપ્યાં છે. મહિલાને રોમાંટિક બતાવવાની શિફોનની ખાસિયતે જ આ ફેબ્રિકને ફરી એક વખત ફેશનના રાજમાર્ગ પર લાવી મૂક્યું છે.

મહત્ત્વની વાત એ છે કે હોલીવૂડ સેલિબ્રિટીઓ સુધ્ધાં શિફોનના ગાઉન, સ્કર્ટ, મેક્સી ડ્રેસ પર પસંદગી ઉતારવા લાગી છે. થોડા સમય પૂર્વે એન્જલીના જોલીએ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં શિફોન ફેબ્રિકમાંથી ડિઝાઈન કરેલો બ્રાઉન કલરનો મેક્સી ડ્રેસ પહેરીને પોતાની કાયાના કામણ પાથર્યાં હતાં. જ્યારે દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ પોતાના ભાઈના લગ્ન પૂર્વેના એક કાર્યક્રમમાં મેજન્ટા રંગની પારદર્શક શિફોન સાડી અને એવા જ રંગનું ડિઝાઈનર બ્લાઉઝ પહેરીને જાણે કે રતિનો અવતાર ધારણ કર્યો હતો.
ફેશન ડિઝાઈનરો કહે છે કે શિફોનની પારદર્શકતા અથવા અર્ધપારદર્શકતા, હવા જેવી હળવાશને પગલે તેનું લહેરાવું જેવી ખાસિયતો ડિઝાઈનરવેર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાંથી તમે મેક્સી ડ્રેસ, મિડી, ગાઉન, લેયરવાળું સ્કર્ટ, ઝાલરવાળું ફ્રોક જેવા કંઈકેટલાય ડ્રેસ ડિઝાઈન કરી શકો.
શિફોન મટિરિયલ એકદમ હળવું હોવાથી કોઈ પણ ડ્રેસ બનાવવાનું સરળ રહે છે. તમે તેમાંથી બનાવવામાં આવતાં ડિઝાઈનરવેરમાં લેયર બનાવો તોય તે વજનદાર નથી લાગતું. તેમાંથી બનાવેલા મેક્સી ડ્રેસ કે ગાઉન આ ફેબ્રિકની પારદર્શકતાને કારણે એકદમ સેક્સી લાગે છે. શિફોન એકદમ લાઈટ વેઇટ હોવાથી તેમાંથી બનાવેલા વસ્ત્રો ડેનિમ કે લેધર જેવા વસ્ત્રો સાથે સરસ વિરોધાભાસ સર્જે છે. જેમ કે, તમે ડેનિમ સાથે શિફોનનું ટોપ પહેરી શકો. અને લેધરના જેકેટ જેવા ટોપ સાથે ફ્લેરવાળું શિફોનનું સ્કર્ટ પહેરી શકો.

અહીં એ વાતની નોંધ લેવી રહી કે ફેશન ડિઝાઈનરો શિફોન મટિરિયલમાંથી લેયરવાળા ડ્રેસથી લઈને લહેરાતા કફતાન, ડિઝાઈનર બ્લાઉઝ અને ટોપ જેવા વિવિધ પ્રકારના પરિધાન બનાવે છે. અને શિફોનની સાડી તો ઓલ ટાઈમ ફેવરિટ ગણાય છે. હા, ફેશનનું ચક્ર ફરે ત્યારે તેના મુખ્ય માર્ગમાં અન્ય કોઈ ફેબ્રિક આવે તે સ્વાભાવિક છે. આમ છતાં એ વાતમાં બેમત નથી કે દસકાઓથી પરંપરાગત ફેબ્રિકમાં પ્રિય રહેલું શિફોન આજે પણ એટલું જ માનીતું છે. બલ્કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માનુનીઓનું પ્રિય થઈ પડયું છે.

દેશવિદેશની માનુનીઓનું માનીતુ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.