નીતા અંબાણીને AAPI હ્યુમેનેટિરયન એવોર્ડ અને કી ટુ ધ સિટી ઓફ ટેમ્પા સન્માન

નીતા અંબાણીને AAPI હ્યુમેનેટિરય

રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર ચેરમેન નીતા અંબાણીને અમેરિકામાં તેમના સામાજિક અને માનવતાવાદી યોગદાન બદલ AAPI હ્યુમેનેટેરિયન એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર ચેરમેન નીતા અંબાણીને અમેરિકામાં તેમના સામાજિક અને માનવતાવાદી યોગદાન બદલ AAPI હ્યુમેનેટેરિયન એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, AAPIના નામે જાણીતું અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશ્યન્સ ઓફ ઇંડિયન ઓરિજિન સંગઠન અમેરિકામાં વસતા ભારતવંશી ડોક્ટરોનું સૌથી મોટું વ્યાવસાયિક સંગઠન છે. આ ઉપરાંત નીતા અંબાણીને ફ્લોરિડા રાજ્યના ટેમ્પા સિટીના મેયર જેન કાસ્ટરે તેમને સિટીના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનું એક ‘કી ટુ ધ સિટી ઓફ ટેમ્પા’થી પણ સન્માનિત કર્યા હતા. ટેમ્પાના મેયર જેન કાસ્ટરે નીતા અંબાણીને કી ટુ ધ સિટી સન્માન એનાયત કરતા કહ્યું કે, આ સન્માન એવા વ્યક્તિઓને આપવામાં આવે છે, જેમણે માનવજાતના કલ્યાણ માટે અસાધારણ સેવાઓ - યોગદાન આપ્યું હોય. આ કી કોઇ દરવાજો નથી ખોલતી પરંતુ, ટેમ્પા સિટીના લોકોના દિલના દરવાજા જરૂર ખોલે છે.

નીતા અંબાણીને AAPI હ્યુમેનેટિરય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.