ફેશન ફંડાઃ બોલ્ડ ટચ આપે હોલ્ટર નેક

ફેશન ફંડાઃ બોલ્ડ ટચ આપે હોલ્ટર...

યુવતીઓ હંમેશાં કંઈક અલગ પહેરવાનું પસંદ કરે છે. એમાંય હાલ તો સમરના દિવસો ચાલી રહ્યા છે, જેમાં હેવી આઉટફિટ પહેરવાને બદલે ગરમીમાં રાહત આપવાની સાથે સ્ટાઈલ આપે એવાં આઉટફિટ પહેરવાનો તેઓ આગ્રહ રાખે છે. એમાં હોલ્ટર નેક કૂલ લુક આપે છે.

યુવતીઓ હંમેશાં કંઈક અલગ પહેરવાનું પસંદ કરે છે. એમાંય હાલ તો સમરના દિવસો ચાલી રહ્યા છે, જેમાં હેવી આઉટફિટ પહેરવાને બદલે ગરમીમાં રાહત આપવાની સાથે સ્ટાઈલ આપે એવાં આઉટફિટ પહેરવાનો તેઓ આગ્રહ રાખે છે. એમાં હોલ્ટર નેક કૂલ લુક આપે છે. ઇન્ડિયન વેર હોય કે પછી વેસ્ટર્ન વેર હોય તેની ડિઝાઈન જો જરા હટકે હોય તો આખા આઉટફિટનો લુક બદલાઇ જાય છે એવી જ એક પેટન હોલ્ટર નેક છે, જે આઉટફિટને ટ્રેન્ડી બનાવી શકે છે.
બેકલેસ હોલ્ટર નેક ડિઝાઇનની વાત કરીએ તો આ ડિઝાઈન ફક્ત ફ્રન્ટથી જ નહીં, પરંતુ બેકથી પણ સુંદર લાગે છે. આ નેક ડિઝાઈન બ્લાઉઝ અને ટોપમાં પણ બની શકે છે. બીજાં આઉટફિટ સાથે પણ આ નેક ડિઝાઈનને ટ્રાય કરી શકાય છે. બેકલેસ હોલ્ટર નેક ડિઝાઈનને કેઝ્યુઅલથી લઈને હોલિડેમાં સરળતાથી પહેરી શકાય છે.
પાર્ટી કે ફંક્શન માટે હોલ્ટર નેક ક્રોપ ટોપમાં ડિઝાઈન કરાય છે. ક્રોપ ટોપ સાથે સ્કર્ટ કે પેન્ટ પણ કેરી કરી શકાય છે. સિલ્વર કે ગોલ્ડન કલરના હોલ્ટર ક્રોપ ટોપ પહેરીને નીચે ડાર્ક પર્પલ સ્ટ્રેટ પેન્ટ અને સિલ્વર સ્ટિલેટોસની સાથે ટીમઅપ કરવાથી યુનિક લુક મળશે. આ લુક યંગ જનરેશનને એલિગન્ટ અને સ્ટાઇલિશ દેખાવ આપે છે. 

એમ્બ્રોઈડેડ હોલ્ટર નેક ડિઝાઈન પણ બનાવવામાં આવે છે, જે એકદમ પરફેક્ટ લુક આપે છે. આ લુક સાથે તમે એકસપેરિમેન્ટ કરી શકો છો. એમ્બ્રોઈડેડ હોલ્ટર નેકની સાથે લોંગ અથવા શોર્ટ સ્કર્ટ ટ્રાય કરો. આની સાથે રફલ્સ સાડી, ગાઉન પણ કેરી કરી શકો છો. આમાં તમને ડિસન્ટ લુક મળશે. એમ્બ્રોઈડેડ હોલ્ટર નેક ડિઝાઈન પ્રસંગોમાં ચોલીમાં કરાવી એક્ટ્રેક્ટિવ લુક મેળવી શકાય છે. આમ, હોલ્ટર નેક ડિઝાઈનને વિવિધ આઉટફિટમાં અલગ અલગ રીતે ટ્રાય કરવાથી ગોર્જિયસ લુક ક્રિએટ કરી શકાય છે.

ફેશન ફંડાઃ બોલ્ડ ટચ આપે હોલ્ટર...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.