ફેશન મંત્રઃ સ્ટાઇલ અને પર્સનાલિટી નિખારશે નેકલેસ
આજે ફેશનની દુનિયામાં નેકલેસ માત્ર આભૂષણ નથી, પણ વ્યક્તિની સ્ટાઈલ અને પર્સનાલિટીને ઉજાગર કરતી એક મહત્ત્વપૂર્ણ એક્સેસરી બની ગયા છે. દરેક સીઝનમાં નેકલેસની નવી નવી ડિઝાઈન અને ટ્રેન્ડ્સ આવી રહ્યાં છે, જે મહિલાઓને પોતાના લુકને વધુ બ્રાઈટ અને એલિગન્ટ બનાવવામાં મદદ કરે છે. આજે આપણે જાણીએ છેલ્લા કેટલાક સમયથી લોકપ્રિય નેકલેસ ફેશન ટ્રેન્ડ્સ વિશે.

• ચોકર નેકલેસ
પ્રસંગોમાં સાડી, ચોલી કે ઈન્ડોવેસ્ટર્ન આઉટફિટ સાથે ચોકર નેકલેસ પહેરવામાં આવે છે. આ મોતી, કુંદન, સ્ટોન કે બીડ્સ જેવી વિવિધ સામગ્રીને ભેગી કરીને બનાવવામાં આવે છે. આ નેકલેસ તમને રોયલ લૂક આપશે.
• લેયર્ડ નેકલેસ
હાલમાં લેયર્ડ નેકલેસ એ આજનો સૌથી મોટો ટ્રેન્ડ બની ગયો છે. બે-ત્રણ પાતળી ચેઈનને એકસાથે પહેરવાથી મોડર્ન, સિમ્પલ અને ક્લાસી લુક મળે છે. ખાસ કરીને વેસ્ટર્ન ડ્રેસ, કુરતી કે ટીશર્ટ સાથે આ સ્ટાઇલ ખૂબ સારી લાગે છે. આ ટ્રેન્ડ દરેક વયના લોકોમાં લોકપ્રિય છે. પ્રસંગોમાં લેયર્ડ સ્ટાઈલ પર્લ નેકલેસ અને સ્ટોન નેકલેસ પહેરવાનો ટ્રેન્ડ છે.
• ચંકી ચેઇન નેકલેસ
મોટી લિંક્સવાળી ગોલ્ડ અથવા સિલ્વર ચેઈનની ડિઝાઈન છેલ્લાં બે વર્ષથી ખાસ ફેશનમાં રહી છે. પાર્ટી લુક હોય કે ફોર્મલ, ચંકી ચેઈન નેકલેસ પહેરવાથી ડ્રેસિંગ સ્ટાઇલિશ લાગે છે. આ ટ્રેન્ડ ખાસ કરીને કોલેજ ગોઇંગ યુવતીઓમાં ખૂબ જ હિટ છે.
• મિનિમલિસ્ટ નેકલેસ
સિમ્પલ અને સોબર લુક પસંદ કરનારાઓ માટે મિનિમલ નેકલેસ પરફેક્ટ છે. પાતળી ચેઈન પર નાનાં પેન્ડન્ટ જેમ કે, હાર્ટ, સ્ટાર, લીફ અથવા ઇનિશિયલ હાલમાં ખૂબ ફેશનમાં છે. ઓફિસ, કોલેજ કે ડેઈલી વેરમાં આ ટ્રેન્ડ ખાસ પસંદ કરવામાં આવે છે.
• પર્લ નેકલેસ
મોતીનો નેકલેસ એવરગ્રીન છે, તેનો ક્યારેય જૂનો થતો નથી, પરંતુ હાલ તેમાં મોડર્ન ટચ સાથે નવી ડિઝાઈન આવી છે. જેમ કે, પર્લ ચોકર, અસિમેટ્રિકલ પર્લ ચેઈન અને મિક્સ-મટીરિયલ પર્લ નેકલેસ. પરંપરાગત સાડી હોય, ઈન્ડોવેસ્ટર્ન આઉટફિટ હોય કે વેસ્ટર્ન ડ્રેસ, પર્લ નેકલેસ દરેક લુકને રોયલ બનાવે છે.