બિકાનેરમાં ભારતની પ્રથમ કન્યા સૈનિક સ્કૂલઃ રાઠી પરિવારે રૂ. 108 કરોડની જમીન દાનમાં આપી

રાજસ્થાનના બિકાનેરના જયમલસરમાં શુક્રવારે દેશની પ્રથમ સરકારી કન્યા સૈનિક શાળાનું ઉદ્ઘાટન કરાયું આવ્યું. શાળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ અને શિક્ષણ મંત્રી મદન દિલાવરે કર્યું હતું. આ શાળા ભારત-પાકિસ્તાન સરહદથી 150 કિમી દૂર છે. આ માટે દાનવીર પૂનમચંદ રાઠીએ 108 કરોડ રૂપિયાની 30 એકર જમીન દાનમાં આપી છે. 

બિકાનેરઃ રાજસ્થાનના બિકાનેરના જયમલસરમાં શુક્રવારે દેશની પ્રથમ સરકારી કન્યા સૈનિક શાળાનું ઉદ્ઘાટન કરાયું આવ્યું. શાળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ અને શિક્ષણ મંત્રી મદન દિલાવરે કર્યું હતું. આ શાળા ભારત-પાકિસ્તાન સરહદથી 150 કિમી દૂર છે. આ માટે દાનવીર પૂનમચંદ રાઠીએ 108 કરોડ રૂપિયાની 30 એકર જમીન દાનમાં આપી છે. બિકાનેરના વતની એવા ઉદ્યોગપતિ રાઠી કોલકતામાં રહે છે. તેમના પરિવારનો કોલકતામાં કાપડ અને બાંધકામનો વ્યવસાય છે. બિકાનેર જિલ્લામાં પરિવાર ટ્રસ્ટે હોસ્પિટલ વોર્ડ, ધર્મશાળા, શાળાઓ વગેરેનું નિર્માણ કર્યું છે.
કન્યા સૈનિક સ્કૂલ માટે મોકાના સ્થળે આવેલી મહામૂલી જમીનના દાતા પૂનમચંદ રાઠી કહે છે કે મને આ કાર્ય માટેની પ્રેરણા માતાપિતા પાસેથી છે. સહુ કોઇ છોકરાઓ માટે કરે છે, પણ મેં વિચાર્યું કે છોકરીઓ માટે પણ કંઈક કરવું જોઈએ. ખાસ કરીને હવે જ્યારે છોકરીઓ સેનામાં જોડાઈ રહી છે. સંપૂર્ણ રેસિડેન્સિયલ સુવિધા સાથેના આ સ્કૂલ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કામાં ફક્ત ધોરણ 6થી 8માં પ્રવેશ આપવામાં આવશે અને વધુમાં વધુ 80 છોકરીઓને પ્રવેશ અપાશે. જાન્યુઆરી 2026થી એડમિશન પ્રોસેસ શરૂ થઇ જશે. અને પહેલી જુલાઈ 2026થી શરૂ થશે. આ શાળા ચિત્તોડગઢ જિલ્લાની સૈનિક સ્કૂલની જેમ ચલાવાશે. શાળાના આચાર્ય અને છાત્રાલય વોર્ડન નિવૃત્ત સૈન્ય અધિકારીઓ હશે. અન્ય ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફ રાજ્ય સેવામાં કાર્યરત કર્મચારીઓ હશે.

બિકાનેરમાં ભારતની પ્રથમ કન્યા સૈનિક સ્કૂલઃ રાઠી પરિવારે રૂ. 108 કરોડની જમીન દાનમાં આપી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.