બ્યૂટિ કેરઃ કારેલા - સ્વાસ્થ્ય પણ જાળવે, સુંદરતા પણ નિખારે

સ્વાદમાં કડવા કારેલા સ્વાસ્થ્ય અને સુંદરતામાં માટે ઉપયોગી નીવડે છે. કારેલામાં ફોસ્ફરસ પ્રચૂર માત્રામાં સમાયેલું હોય છે. તે કફ, કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. તેના સેવનથી ભોજનનું પાચન વ્યવસ્થિત રીતે થાય છે અને ભૂખ પણ લાગે છે. અસ્થમાની તકલીફમાં કારેલા ફાયદાકારક છે. દમના રોગમાં કારેલાનું મસાલા વગરનું શાક ખાવાથી લાભ થાય છે.

સ્વાદમાં કડવા કારેલા સ્વાસ્થ્ય અને સુંદરતામાં માટે ઉપયોગી નીવડે છે. કારેલામાં ફોસ્ફરસ પ્રચૂર માત્રામાં સમાયેલું હોય છે. તે કફ, કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. તેના સેવનથી ભોજનનું પાચન વ્યવસ્થિત રીતે થાય છે અને ભૂખ પણ લાગે છે. અસ્થમાની તકલીફમાં કારેલા ફાયદાકારક છે. દમના રોગમાં કારેલાનું મસાલા વગરનું શાક ખાવાથી લાભ થાય છે.
પેટમાં ગેસ અને અપચાની તકલીફ પર કારેલાનો રસ પીવાથી ફાયદો થાય છે. લાંબા સમયથી આ તકલીફ સતાવતી હોય તો પણ ફાયદો કરે છે. કારેલાનો જ્યૂસ લીવરની તકલીફ દૂર કરે છે. કમળામાં પણ તે ગુણકારી છે. નિયમિત રીતે પીવાથી આઠ-દસ દિવસમાં જ તેનો ફાયદો જોવા મળે છે. કારેલાના પાન અથવા કારેલાને પાણીમાં ઉકાળીને સેવન કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. ઊલટી-જુલાબ થવા પર કારેલાના રસમાં મીઠું ભેળવીને પીવાથી આરામ થાય છે. જલોદરની સમસ્યા હોય તો કારેલાનો રસ પાણીમાં ભેળવીને પીવાથી લાભ થાય છે. લકવા અથવા પેરાલેસિસમાં પણ કાચા કારેલા ખાવાથી દરદીને ફાયદો થાય છે. રક્તશુદ્ધિ માટે કારેલા અમૃત સમાન છે.
ડાયાબિટિસમાં તેને અસરકારક માનવામાં આવ્યા છે. પા કપ કારેલા અને પા કપ ગાજરનો રસ ભેળવીને પીવાથી લાભ થાય છે. રક્તયુક્ત હરસમાં કારેલા લાભદાયક છે. એક ચમચો કારેલાના રસમાં અડધો ચમચો સાકર ભેળવીને પીવાથી આરામ થાય છે. ગઠિયો વા અને હાથ-પગમાં બળતરા થવા પર કારેલાના રસથી માલિશ કરવાથી રાહત થાય છે. કિડની સમસ્યાઓમાં કારેલાનું ઉકાળેલું પાણી પીવાથી ગુણકારી નીવડે છે. તે કિડનીને સક્રિય કરીને હાનિકારક તત્વોને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. હૃદયસંબંધી સમસ્યાઓમાં કારેલા એક ઉત્તમ ઇલાજ છે. તે હૃદયની ધમનીઓમાં હાનિકારક વસાને જામવા નથી દેતું. આથી રક્તસંચાર વ્યવસ્થિત રહે છે અને હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે. કેન્સર સામે રક્ષણ પામવા કારેલાના રસનું સેવન કરવું લાભકારી છે.
સુંદરતાની વાત કરીએ તો...
કારેલાનો ફેસ પેક લગાડવાથી ચહેરા પરના ડાઘા દૂર થાય છે અને ચહેરો નિખરે છે.
કારેલા - લીમડાના પાનનો ફેસ પેક બનાવવા માટે કારેલા અને લીમડાના પાનને વાટી તેમાં હળદર ભેળવી દેવી અને ચહેરા પર લગાડવું. 10 મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો. અઠવાડિયામાં બે વખત લગાડવાથી ફાયદો થાય છે.
કારેલા અને સંતરાના રસનો ફેસ પેક બનાવવા કારેલા અને સંતરાની છાલને ગ્રાઇન્ડરમાં વાટી લેવી. આ મિશ્રણને ચહેરા પર લગાડવું. 10-15 મિનીટ પછી ધોઇ નાખવું. અઠવાડિયામાં બે વખત લગાડી શકાય.
કારેલા અને ખીરાનો ફેસ પેક પણ ત્વચા માટે બહુ લાભકારક છે. ખીરાની પ્રકૃતિ ઠંડક પ્રદાન કરવાની છે. આ ઉપરાંત ખીરા ચહેરા પર ચમક લાવે છે. ખીરા અને કારેલાનો પેક લગાડવાથી ગરમીને કારણે થતી ચહેરા પરની બળતરા દૂર થાય છે. તેમજ ઊગ્ર તડકાને કારણે ટેનિંગ થયેલી ત્વચાથી રાહત મળે છે. ખીરા અને કારેલાને ગ્રાઇન્ડરમાં વાટી તેનો પેક બનાવી. ચહેરા અને ગરદન પર લગાડવો અને 15-20 મિનીટ પછી ધોઇ નાખવો. આ પેક અઠવાડિયામાં બે-ત્રણ વખત લગાડવો.

બ્યૂટિ કેરઃ કારેલા - સ્વાસ્થ્ય પણ જાળવે, સુંદરતા પણ નિખારે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.