બ્યૂટી કેરઃ નાજુક હોઠ પણ માગે છે ખાસ સંભાળ

બ્યૂટી કેરઃ નાજુક હોઠ પણ માગે

મોટાભાગના લોકો ચહેરાની ત્વચાની રંગત નિખારવા કે પછી વાળની શાઈનિંગ કે ગ્રોથ વધારવા માટે જાતભાતના વિવિધ નુસ્ખાઓ અજમાવતા હોય છે. આ બધાની વચ્ચે મોટા ભાગે હોઠના કેર લેવાની વાત ઈગ્નોર થઈ જાય છે. જ્યારે હકીકત એ છે કે હોઠ ચહેરાનો સૌથી આકર્ષક અને નાજુક ભાગ છે. અન્ય ભાગની સરખામણીમાં તેની ચામડી પાતળી અને સેન્સિટિવ હોય છે, આથી તેની ખાસ દેખભાળ જરૂરી છે. જોકે આ માટે મોંઘી પ્રોડક્ટ્સ, ખૂબ સમય કે વધુ મહેનતની જરૂરત નથી. ઘરમાં રહેલી અમુક વસ્તુઓ તમારા હોઠને નરમ મુલાયમ ગુલાબની પાંખડી જેવા બનાવી દેશે.

ઘણીવાર વધતી ઉમર, વાતાવરણની અસર, શરીરમાં પૂરતા પાણીનો અભાવ, ખરાબ ક્વોલિટીની લિપસ્ટિક કે પ્રદૂષણ જેવા વિવિધ કારણસર હોઠ સૂકાઈ જાય છે, કાળા પડે છે અથવા તો ફાટી જાય છે. વારંવાર હોઠ પર જીભ ફેરવવાની આદત પણ હોઠને સૂકા બનાવે છે. આથી હોઠના સૌંદર્યને જાળવવા સૌથી પહેલા એ વાતનું ધ્યાન રાખજો કે હોઠ થોડા પણ ડ્રાય થયાનું અનુભવાય કે તરત ગ્લાસ ભરીને પાણી પી લો. શરીરમાં પાણીની કમી થઈ રહી છે તેની સૌથી પહેલી નિશાની આપણા હોઠ જ આપણને આપે છે. પૂરતા પ્રમાણમાં પાણી પીઓ. જો હોઠ વારંવાર ફાટી જતા હોય તો... તેના પર પેટ્રોલિયમ જેલી કે થોડું નવશેકું ઘી લગાવી શકો છો. ઘીથી હોઠોનો રંગ ગુલાબી થાય છે અને કાળાશ હોય તો ઓછી થાય છે. દૂધની તાજી મલાઈ લગાવવાથી પણ હોઠને નેચરલ હાઈડ્રેશન મળી રહે છે.

નેચરલ સ્ક્રબ કરવું જરૂરી... એક ચમચી મધમાં થોડી ખાંડ મિક્સ કરો. બે ટીપાં લીંબુના નીચોવો અને એકદમ હલાવીને પેસ્ટ જેવું મિશ્રણ કરી લો. તેને હોઠ પર એકાદ મિનિટ માટે સ્ક્રબ કરો. આ સિવાય તમે એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલમાં થોડું મધ મિક્સ કરીને હોઠ પર મસાજ કરો અને દસેક મિનિટ સૂકાવા દો પછી ધોઈ લો.

આ પણ જરૂર કરો...

દરરોજ નાભિમાં બે ટીપાં સરસવ કે પછી નાળિયેરનું તેલ નાખો. • લિપસ્ટિક લગાવતા પહેલા લિપ બામ જરૂર લગાવો. • સસ્તી ક્વોલિટીની લિપસ્ટિક ક્યારેય ન વાપરશો. • લિપ બામ ખાસ કરીને જેમાં SPF હોય તેનો ઉપયોગ કરો. • ભોજનમાં વિટામિન ઇ અને સી ધરાવતા ખોરાક વધુ લો.
જો આ રીતે થોડો સમય તમારા હોઠોના જતન માટે આપશો તો તે હંમેશાં ચમકદાર અને આકર્ષક રહેશે.

બ્યૂટી કેરઃ નાજુક હોઠ પણ માગે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.