માલીની હલિમાનો વિશ્વવિક્રમ એક સાથે ૯ સંતાનને જન્મ

માલીની હલિમા સિસે નામની માતાએ અનોખો વિશ્વવિક્રમ રચ્યો છે. આ વિક્રમ છે એક સાથે સૌથી વધુ બાળકોને જન્મ આપવાનો. હલિમાએ પાંચમી મેના રોજ મોરોક્કાના કાસાબ્લાન્કામાં આવેલા એન બોર્જા ક્લિનિકમાં એક સાથે નવ બાળકોને જન્મ આપીને વિશ્વવિક્રમ રચી દીધો છે.
માલીની હલિમા સિસે નામની માતાએ અનોખો વિશ્વવિક્રમ રચ્યો છે. આ વિક્રમ છે એક સાથે સૌથી વધુ બાળકોને જન્મ આપવાનો. હલિમાએ પાંચમી મેના રોજ મોરોક્કાના કાસાબ્લાન્કામાં આવેલા એન બોર્જા ક્લિનિકમાં એક સાથે નવ બાળકોને જન્મ આપીને વિશ્વવિક્રમ રચી દીધો છે. આમાંથી ચાર પુત્ર છે અને પાંચ પુત્રી છે. આ અગાઉનો વિશ્વવિક્રમ નાદિયા સુલેમાનના નામ ઉપર નોંધાયેલો હતો જેણે આઠ બાળકોને જન્મ આપ્યો હતો અને તમામ જીવી ગયા હતાં. હવે જન્મના પાંચ મહિના બાદ તમામ નવ બાળકો સુરક્ષિત રહેતાં આ વિક્રમ હલિમાના નામ ઉપર લખાઇ ગયો છે. ૨૬ વર્ષની હલિમા કહે છે કે તમામ બાળકો સારી રીતે મોટા થઇ રહ્યા છે અને તેમની કાળજી લેવામાં આનંદ અનુભવાય છે. તેનો પતિ કાદર આર્બિ ૩૫ વર્ષનો છે અને માલી નેવીમાં ખલાસી છે. સંતાનોના જન્મવેળા તે દરિયાઇસફરે હોવાથી સંતાનોને છેક નવ જુલાઇના રોજ જોઇ શક્યો હતો. હલિમાએ ચાર પુત્રોના નામ મોહમ્મદ, બાહ, અલ હદજી અને ઓમર રાખ્યા છે, જ્યારે પાંચ પુત્રીઓના નામ હવા, અદમા, ફાતિમા, ઓઉમોઉ અને કાડિડિયા રાખ્યા છે.
