મુઝફ્ફરનગરમાં અનોખા લગ્નઃ ૩ ફૂટના દૂલ્હેરાજા, દુલ્હન અઢી ફૂટની

લોકડાઉનને લીધે ઘણાં યુગલ સાદાઈથી લગ્ન કરી રહ્યાં છે અથવા તેમના લગ્ન પાછા ઠેલાય છે. ઘણાય લગ્નો નિયમોને ધ્યાનમાં રાખીને થઈ રહ્યાં છે. જોકે બિહારના મુઝફ્ફરપુરમાં લોકડાઉનમાં એક અનોખા નિકાહ તાજેતરમાં પઢાયા. દુલ્હા-દુલ્હનની હાઈટને લીધે આ નિકાહે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ જોડીમાંથી દુલ્હાની હાઈટ ૩ ફૂટ છે અને દુલ્હનની હાઈટ અઢી ફૂટ છે. સ્થાનિક લોકોના સાથ-સહકારથી નિકાહમાં કોઈ અડચણ આવી નહીં.

ઓછી હાઈટને લીધે બંનેમાંથી કોઇનાં લગ્ન થઈ રહ્યાં નહોતાં. ૩૭ વર્ષ સુધી કુંવારા રહેલા દુલ્હાને આખરે ૨૯ વર્ષની પોતાની લાઈફ પાર્ટનર મળી જ ગઈ. દુલ્હાનું નામ ફૂલ બાબુ છે અને દુલ્હનનું નામ સરવરી બેગમ છે. મુઝફ્ફરપુરમાં પૂર્વ કાઉન્સિલ અબ્દુલ્લાએ સમાજના સાથ સહકારથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને આ નિકાહ કરાવ્યાં હતાં.