મેકઅપ, બ્રશ અને ટૂલ્સ મેકઅપને બનાવે બેસ્ટ

મેકઅપ, બ્રશ અને ટૂલ્સ મેકઅપને

પ્લાસ્ટિક, આઈલાઈનર, આઈ શેડો જેવી મેકઅપ પ્રોડક્ટસ વેનિટી બોક્સમાં હોય છે, પરંતુ પરફેક્ટ લુક માટે જરૂરી મેકઅપ ટૂલ્સ શું તમારી પાસે રાખો છો? કયા બ્યુટી ટુલ્સ વેનિટી બોક્સમાં હોવા જોઈએ? આજે આ અંગે જાણીએ.

પ્લાસ્ટિક, આઈલાઈનર, આઈ શેડો જેવી મેકઅપ પ્રોડક્ટસ વેનિટી બોક્સમાં હોય છે, પરંતુ પરફેક્ટ લુક માટે જરૂરી મેકઅપ ટૂલ્સ શું તમારી પાસે રાખો છો? કયા બ્યુટી ટુલ્સ વેનિટી બોક્સમાં હોવા જોઈએ? આજે આ અંગે જાણીએ.

• બ્રો કોમ્બઃ જે રીતે વાળને સેટ કરવા માટે આપણે વિવિધ પ્રકારના કોમ્બનો ઉપયોગ કરીએ છીએ એવી રીતે આઈબ્રોઝને સેટ કરવા માટે બ્રો કોમ્બ પણ આપણી પાસે રાખવો જોઈએ. એનાથી તમે આઈબ્રોને સરળતાથી સેટ કરી શકો છો,
• આઈલેશ કર્લરઃ આઈ મેકઅપને ઈફેક્ટિવ લુક આપવા માટે તમારી પાસે આઈલેશ કર્લર પણ હોવો જોઈએ. એના ઉપયોગથી આઈલેશિઝ ઘટ્ટ અને આંખો મોટી દેખાય છે. જેમની આંખો નાની છે એમના માટે આ ટુલ્સ બહુ ફાયદાકારક સાબિત થશે.
• ફાઉન્ડેશન બ્રશઃ ઘણી યુવતીઓ ફાઉન્ડેશનને આંગળીનાં ટેરવાં વડે ફેસ ઉપર સ્પ્રેડ કર્યા બાદ ફાઉન્ડેશન બ્રશનો ઉપયોગ કરતી નથી. એનાથી ઘણી વખત ફાઉન્ડેશન સમાન રીતે સ્પ્રેડ થતું નથી.
• બ્યુટી સ્પંજઃ મેકઅપ રિમૂવ કરવા માટે ટિયરશેપ સ્પંજનો ઉપયોગ કરો. યુવતીઓ મેકઅપ ઉતારવા માટે કપડાંનો ઉપયોગ કરતી હોય છે. એનાથી સ્કિન ડેમેજ થવાના ચાન્સીસ વધી જાય છે, સ્કિનને ડેમેજ થતી અટકાવવા બ્યુટી સ્પંજ રાખો અથવા કોટન બોલ્સથી મેકઅપ ઉતારો.
• આઈશેડો બ્રશઃ આઈલાઈનરની જેમ દરેક આઈશેડોમાં બ્રશ આવતું નથી. ઘણી વખત બ્રાન્ડેડ આઈશેડોમાં બ્રશ ઈનબિલ્ટ હોય છે, પણ ક્યારેક તે એટલું સ્મૂધ હોતું નથી. આવી સ્થિતિમાં આઈશેડો લગાવવા માટે ઘણી યુવતીઓ આંગળીનો ઉપયોગ કરતી હોય છે. આંગળીથી આઈ શેડોનો ઉપયોગ કરવાનું ટાળો. બજારમાં આઈ શેડો બ્રશ ઉપલબ્ધ છે, તેને વેનિટી બોક્સમાં રાખો.
• બ્લશઓન બ્રશઃ બ્લશરથી ચિકને હાઈલાઈટ કરવા માટે બ્રશનો ઉપયોગ કરો. એનાથી તમે મેકઅપને યોગ્ય કટ આપી શકો, તેથી વેનિટીમાં એક-બે બ્લશઓન રાખશો તો કામ ચાલી જશે.
• લિપસ્ટિક બ્રશઃ સ્ટિક લિપસ્ટિક તમે સીધી હોઠ ઉપર ટ્રાય કરી શકો છો, પરંતુ તમે લિક્વિડ લિપસ્ટિક યૂઝ કરો ત્યારે તેને એપ્લાય કરવા લિપસ્ટિક બ્રશ જરૂર રાખો. તમારી પાસે વધારે નહીં તો એક-બે લિપસ્ટિક બ્રશ તો હોવાં જ જોઈએ.
• બ્લેન્ડિંગ બ્રશઃ બે શેડ્સને બ્લેન્ડ કરવા માટે બ્લેન્ડિંગ બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે. આઈશેડો, લિપસ્ટિક અને બ્લશ ઓન બ્રશની સાથે એક બ્લેન્ડિંગ બ્રશ પણ રાખો.
• ટ્વીઝરઃ આઈબ્રોઝને શેપ આપવા માટે અથવા આઈબ્રોના બિનજરૂરી વાળને ખેંચીને કાઢવા માટે તમે ટ્વીઝરનો ઉપયોગ કરી શકો છો. તમને પાર્લર જવાનો સમય ન મળે ત્યારે તમે ઘરેબેઠાં આઈબ્રોને યોગ્ય શેપ આપી શકો છો.

મેકઅપ, બ્રશ અને ટૂલ્સ મેકઅપને
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.