મોના પટેલઃ જેફ બેઝોસના લગ્નમાં ગુજરાતી ગર્લ

ઇ-કોમર્સ જાયન્ટ એમેઝોનના માલિક બિલિયોનેર જેફ બેઝોસ અને લોરેન સાંચેઝના લગ્નના પખવાડિયું વીતી ગયું છે, પરંતુ તેના ભવ્યાતિભવ્ય લગ્નની ચર્ચા હજુ ચાલી રહી છે. વેનિસની ભવ્ય નહેરો અને પ્રખ્યાત લોકો વચ્ચે સમુદ્રના મધ્યમાં તેમના લગ્નની ઉજવણી કરી હતી. બિઝનેસમેન જેફ બેઝોસ અને ભૂતપૂર્વ ટીવી પત્રકાર લોરેન સાંચેઝે 27 જૂને યોજાયેલા લગ્ન સમારંભમાં દુનિયાભરમાંથી બહુ જ મર્યાદિત મહેમાનોને આમંત્રિત કર્યા હતા, લગ્ન કર્યા હતા. જેમાં એક ગુજરાતી-અમેરિકન નામનો પણ સમાવેશ થાય છે. આ ગુજરાતી મહેમાન હતા મોના પટેલ.

વેનિસ: ઇ-કોમર્સ જાયન્ટ એમેઝોનના માલિક બિલિયોનેર જેફ બેઝોસ અને લોરેન સાંચેઝના લગ્નના પખવાડિયું વીતી ગયું છે, પરંતુ તેના ભવ્યાતિભવ્ય લગ્નની ચર્ચા હજુ ચાલી રહી છે. વેનિસની ભવ્ય નહેરો અને પ્રખ્યાત લોકો વચ્ચે સમુદ્રના મધ્યમાં તેમના લગ્નની ઉજવણી કરી હતી. બિઝનેસમેન જેફ બેઝોસ અને ભૂતપૂર્વ ટીવી પત્રકાર લોરેન સાંચેઝે 27 જૂને યોજાયેલા લગ્ન સમારંભમાં દુનિયાભરમાંથી બહુ જ મર્યાદિત મહેમાનોને આમંત્રિત કર્યા હતા, લગ્ન કર્યા હતા. જેમાં એક ગુજરાતી-અમેરિકન નામનો પણ સમાવેશ થાય છે. આ ગુજરાતી મહેમાન હતા મોના પટેલ.
ઓળખ આપવી હોય તો કહી શકાય કે મોટા પટેલ ઉદ્યોગસાહસિક અને પરોપકારી છે. હાર્વર્ડ ગ્રેજ્યુએટ મોના પટેલ તેમના ડિઝાઇનર ગાઉનના લીધે સ્ટાર-સ્ટડેડ વેડિંગમાં છવાઇ ગયાં હતાં.
વડોદરાનાં વતની મોના પટેલ 22 વર્ષની ઉંમરે રટગર્સ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે અમેરિકા ગયા હતા અને આગળ જતાં ગુજરાત યુનિવર્સિટીમાંથી અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પૂર્ણ કરવા માટે ભારત પરત ફર્યા હતા. તેનાએ MIT માંથી MBA કર્યું અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પણ અભ્યાસ કર્યો. આજે, તેઓ ડલ્લાસ સ્થિત એક ઉદ્યોગપતિ છે અને હેલ્થકેર, ટેક્નોલોજી અને રિઅલ એસ્ટેટ ક્ષેત્રે પ્રોપર્ટીઝ ધરાવે છે, જેની કુલ મૂલ્ય લાખો ડોલર્સમાં છે.
મોના પટેલ આ પહેલી વખત સમાચારમાં ચમક્યાં છે એવું નથી. આ વર્ષે જ તેઓ મેટ ગાલામાં તેમના ડાયમંડ બેલ્ટ અને રોબોટિક ડોગના કારણે અખબારોમાં છવાયા હતા. તેના આઉટફિટમાં સંસ્કૃતિ, પરંપરા અને સર્જનનો સમાવેશ થતો હતો. પોતાના વસ્ત્રમાં તેમણે ત્રિવેણીસંગમ રચીને આ પ્રસંગને અવિસ્મરણીય બનાવ્યો હતો.

મોના પટેલઃ જેફ બેઝોસના લગ્નમા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.