રોયલ અને ક્લાસી કંગન

રોયલ અને ક્લાસી કંગન...

ભારતીય યુવતીઓ સામાન્ય દિવસોમાં ભલે કંગન પહેરવાનું પસંદ કરતી ન હોય, પરંતુ પ્રસંગોમાં ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યા હોય ત્યારે આકર્ષક કંગન તમારા લુકને સંપૂર્ણ કરવામાં મદદ કરે છે. ટ્રેડિશનલ ડ્રેસમાં કંગન પહેરવાનું સેલેબ્સ પણ પસંદ કરે છે. કંગનની સુંદર ડિઝાઈન અને વેરાઈટી વેડિંગ સીઝનમાં ટ્રેડિશન સાથે ચાર ચાંદ લગાવશે અને હાથની સુંદરતામાં અભિવૃદ્ધિ કરશે.

ભારતીય યુવતીઓ સામાન્ય દિવસોમાં ભલે કંગન પહેરવાનું પસંદ કરતી ન હોય, પરંતુ પ્રસંગોમાં ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યા હોય ત્યારે આકર્ષક કંગન તમારા લુકને સંપૂર્ણ કરવામાં મદદ કરે છે. ટ્રેડિશનલ ડ્રેસમાં કંગન પહેરવાનું સેલેબ્સ પણ પસંદ કરે છે. કંગનની સુંદર ડિઝાઈન અને વેરાઈટી વેડિંગ સીઝનમાં ટ્રેડિશન સાથે ચાર ચાંદ લગાવશે અને હાથની સુંદરતામાં અભિવૃદ્ધિ કરશે.
• બ્રેસલેટ કંગનઃ બ્રેસલેટ સ્ટાઈલ કંગનમાં નંગ લગાવવામાં આવ્યાં હોય છે. તે દરેક વેસ્ટર્ન ડ્રેસની સાથે સુંદર લાગે છે. બ્રેસલેટ કંગન ટ્રેડિશનલ ડ્રેસીસની સાથે ક્લાસી લુક માટે પહેરી શકાય છે. બ્રેસલેટ સ્ટાઈલ કંગન યુવતીઓમાં હોટ ફેવરિટ છે.
• કુંદનના કંગનઃ ગોલ્ડ અથવા સિલ્વરની મદદથી કુંદન કંગન બનાવવામાં આવે છે. કુંદનના સેટની સાથે કુંદનના કંગન પહેરવાનો આગ્રહ રાખો. રોયલ લુક આપતાં આ કંગન દરેક આઉટફિટની સાથે મેચ થાય છે. તેને લગ્ન અને નાના-મોટા પ્રસંગોમાં કેરી કરી શકાય છે.
• ટેમ્પલ ડિઝાઈન કંગનઃ સાઉથની લોકપ્રિય ટેમ્પલ ડિઝાઈન જવેલરી સેલેબ્સમાં ખૂબ પોપ્યુલર છે. આ ઉપરાંત દક્ષિણ ભારત સિવાય હવે તે સમગ્ર ભારતમાં ઈન ડિમાન્ડ છે. ટેમ્પલ ડિઝાઈન પહેરવામાં ખૂબ સુંદર અને આકર્ષક લાગે છે.
• પોલ્કી કંગનઃ પોલ્કી કંગન શાહી લુક આપે છે. એમાં અલગ અલગ રંગના સ્ટોન લગાવવામાં આવે છે, જે સુંદરતામાં અભિવૃદ્ધિ કરવાનું કામ કરે છે. ટ્રેડિશનલની સાથે રિચ લુક મેળવવા પોલ્કી કંગન ટ્રાય કરી જૂઓ.
• પર્લ કંગનઃ દરેક આઉટફિટ સાથે ગોલ્ડન અને સિલ્વર જવેલરી જ મેચ થાય એવું નથી. અમુક આઉટફિટ સાથે પર્લ જવેલરી વધુ સુંદર લાગે છે. પર્લ જવેલરી જ્યારે પહેરો ત્યારે એની સાથે પર્લ કંગન પહેરવાથી એ તમારી સુંદરતામાં ઉમેરો કરવાનું કામ કરે છે, એટલું જ નહીં રોયલ લુક પણ આપશે.

• મીનાકારી કંગનઃ મીનાકારી એ પ્રાચીન સમયથી ચાલી આવતી કથા છે. મીનાકારીથી બનાવવામાં આવતી જવેલરી યુવતીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહી છે. મીનાકારી એરિંગ્સ, નેકપીસ, કંગન એમ દરેક પ્રકારની જવેલરીને પસંદ કરવામાં આવે છે. પ્રસંગોમાં મીનાકારી જવેલરી અને કંગન કલાસી લુક આપે છે.
• લાખનાં કંગનઃ લાખ એક ખાસ પ્રકારનો, લાલ અને કુદરતી રેઝીન પદાર્થ છે. એમાંથી કંગન બનાવવામાં આવે છે. લાખનાં કંગન ખાસ કરીને રાજસ્થાનમાં બનાવવામાં આવે છે. આ કંગન દેખાવમાં જેટલાં સુંદર લાગે છે એટલાં જ પહેરવામાં પણ લાગે છે.

રોયલ અને ક્લાસી કંગન...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.