શિકાગોમાં સગર્ભા મહિલા બ્રાયના હિલને પરીક્ષામાં પ્રસવ પીડા શરૂ થઈ છતાં તે પેપર આપીને હોસ્પિટલ ગઈ

બ્રાયના હિલ લોયોલા યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાં ગ્રેજ્યુએશનની વિદ્યાર્થી છે. તાજેતરમાં ૩૮ માસની પ્રેગ્નન્સી દરમિયાન બ્રાયના પરીક્ષા આપવા ગઈ હતી. કમ્પ્યુટર પર બેસીને તે ઓનલાઈન પરીક્ષા આપી રહી હતી ત્યારે પ્રસવ પીડા તેને શરૂ થયું. આવી સ્થિતિમાં તેની પાસે બેઠક છોડવાનો કોઈ વિકલ્પ નહોતો. જો તે સીટ પરથી ઊભી થઈ હોત તો અધવચ્ચે પરીક્ષા છોડ્યાનો છેતરપિંડીનો આરોપ લાગી શકે તેમ હતો અને તે પરીક્ષામાં નાપાસ પણ થઈ શકે તેમ હતી.
ઓનલાઈન પરીક્ષામાં વિદ્યાર્થીઓએ કેમેરાની સામે જ રહેવું પડે છે. આથી બ્રાયના પરીક્ષા આપતી વખતે સીટ પરથી ઊભી ન થઈ અને એક કલાક સુધી લેબર પેન સહન કરતી રહી. તેણે પેપર પૂરું કર્યા પછી તબીબી સારવાર લીધી. બ્રાયનાએ કહ્યું કે, પરીક્ષા આપ્યા પછી માતા અને પતિને ફોન કર્યો. પીડા તો થતી હતી, પણ પરીક્ષા છોડી નહીં. મારા પતિને જાણ કરી હતી કે, મને હોસ્પિટલ આવતા વાર લાગશે.
શિકાગોઃ બ્રાયના હિલ લોયોલા યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાં ગ્રેજ્યુએશનની વિદ્યાર્થી છે. તાજેતરમાં ૩૮ માસની પ્રેગ્નન્સી દરમિયાન બ્રાયના પરીક્ષા આપવા ગઈ હતી. કમ્પ્યુટર પર બેસીને તે ઓનલાઈન પરીક્ષા આપી રહી હતી ત્યારે પ્રસવ પીડા તેને શરૂ થયું. આવી સ્થિતિમાં તેની પાસે બેઠક છોડવાનો કોઈ વિકલ્પ નહોતો. જો તે સીટ પરથી ઊભી થઈ હોત તો અધવચ્ચે પરીક્ષા છોડ્યાનો છેતરપિંડીનો આરોપ લાગી શકે તેમ હતો અને તે પરીક્ષામાં નાપાસ પણ થઈ શકે તેમ હતી.
ઓનલાઈન પરીક્ષામાં વિદ્યાર્થીઓએ કેમેરાની સામે જ રહેવું પડે છે. આથી બ્રાયના પરીક્ષા આપતી વખતે સીટ પરથી ઊભી ન થઈ અને એક કલાક સુધી લેબર પેન સહન કરતી રહી. તેણે પેપર પૂરું કર્યા પછી તબીબી સારવાર લીધી. બ્રાયનાએ કહ્યું કે, પરીક્ષા આપ્યા પછી માતા અને પતિને ફોન કર્યો. પીડા તો થતી હતી, પણ પરીક્ષા છોડી નહીં. મારા પતિને જાણ કરી હતી કે, મને હોસ્પિટલ આવતા વાર લાગશે.
બ્રાયનાએ જણાવ્યું કે, હું ઘરમાં હંમેશાં મજાકમાં કહેતી હતી કે હું મારી પરીક્ષા હોસ્પિટલના બેડ પર આપીશ, પરંતુ મને ખબર નહોતી કે મારી ડિલિવરી આવી રીતે થશે. પરીક્ષા પૂરી કરી હું હોસ્પિટલમાં એડમિટ થઈ અને દીકરાને જન્મ આપ્યો. ડિલિવરી પછી બીજા દિવસે પણ બ્રાયનાની પરીક્ષા હતી.
તેણે આ વાત હોસ્પિટલના સ્ટાફને કહી તો તેમણે બ્રાયનાને ઓનલાઈન પરીક્ષા આપવા માટે એક ખાલી રૂમ ફાળવી આપ્યો અને બહાર લખ્યું ડુ નોટ ડિસ્ટર્બ. તેણે પરીક્ષાના બ્રેકમાં દીકરાનું ધ્યાન પણ રાખ્યું હતું.