સંગમ રેડિયોઃ નારીશક્તિની સાચી પરિભાષા

નવરાત્રીના પર્વથી લઇને ઘરમંદિરમાં આપણે દેવીની-શક્તિની આરાધના કરીએ છીએ, જે હિંમત, કરુણા અને ઊર્જાના રૂપનું પ્રતીક છે. પરંતુ દેવીનું સ્વરૂપ ફક્ત મંદિરો અને મૂર્તિઓમાં જ જોવા મળે છે એવું જરૂરી નથી; તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ અડગ રહેતી સ્ત્રીઓમાં જોવા મળે છે. તેલંગણના મખનુર ગામથી ગુંજતી સંગમ રેડિયોની ધૂન આ નારીશક્તિનો પુરાવો છે, જ્યાં દલિત મહિલાઓ આપબળે, માત્ર સમાજનો અવાજ જ નથી બની પણ સમાજને પરિવર્તનનો માર્ગ પણ બતાવે છે.

હૈદરાબાદઃ નવરાત્રીના પર્વથી લઇને ઘરમંદિરમાં આપણે દેવીની-શક્તિની આરાધના કરીએ છીએ, જે હિંમત, કરુણા અને ઊર્જાના રૂપનું પ્રતીક છે. પરંતુ દેવીનું સ્વરૂપ ફક્ત મંદિરો અને મૂર્તિઓમાં જ જોવા મળે છે એવું જરૂરી નથી; તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ અડગ રહેતી સ્ત્રીઓમાં જોવા મળે છે. તેલંગણના મખનુર ગામથી ગુંજતી સંગમ રેડિયોની ધૂન આ નારીશક્તિનો પુરાવો છે, જ્યાં દલિત મહિલાઓ આપબળે, માત્ર સમાજનો અવાજ જ નથી બની પણ સમાજને પરિવર્તનનો માર્ગ પણ બતાવે છે.

વર્ષ 2008માં શરૂ થયેલો આ કોમ્યુનિટી રેડિયો આજે સો કરતાં વધુ ગામડાઓમાં ગુંજતો રહે છે. તેમાં મોટા સ્ટુડિયો કે આકર્ષક સાધનો નથી. એક સામાન્ય ઇમારત, થોડા માઇક્રોફોન અને બેસિક મિક્સિંગ ડેસ્ક ધરાવતો આ કોમ્યુનિટી રેડિયો ખેડૂતો, મહિલાઓ અને બાળકો માટે આશાનું કિરણ બની ગયું છે.
45 વર્ષનાં મસનગરી નરસમ્મા અને 44 વર્ષીય અલ્ગોલ નરસમ્મા તેના કેન્દ્રમાં છે, જેમને સહુકોઇ પ્રેમથી ‘જનરલ’ નામથી સંબોધે છે. બન્ને મહિલાઓ એન્કરિંગ કરે છે, ખેતીના મુદ્દાઓ ઉઠાવે છે, ઈન્ટરવ્યૂ લે છે, કાર્યક્રમોનું સંપાદન કરે છે અને જરૂર પડ્યે ટેકનિકલ ખામીઓ સુધારવા માટે રેડિયો ટાવર ૫ર ચઢી જતાં પણ ખચકાતાં નથી. આ કામ બહુ હિંમત અને બહાદુરી કરતાં ઓછું નથી. આજે, જ્યારે મુખ્ય પ્રવાહના માધ્યમો ઘણીવાર ગામડાઓ અને કોરાણે ધકેલાયેલી વાર્તાઓને અવગણે છે, ત્યારે સંગમ રેડિયો આવા તમામ દબાયેલા અવાજો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.
ગામડાંની મહિલાઓ કહે છે કે રેડિયોએ તેમને અવાજ ઉઠાવવા - તેમના પ્રશ્નો રજૂ કરવા અને પરિવર્તન તરફ પગલાં માંડવાની હિંમત આપી છે. મસનગરી નરસમ્મા કહે છે. ‘આ રેડિયો અમારું શસ્ત્ર છે. તેના દ્વારા, અમે અમારું સત્ય બોલીએ છીએ.’ આ શબ્દો પોતે જ મહિલા શક્તિનો છે, સત્ય બોલવાની હિંમત, પોતાના સંજોગો બદલવાની શક્તિ અને અન્યને રસ્તો બતાવવાનો આત્મવિશ્વાસ દર્શાવે છે.

સંગમ રેડિયોની કહાણી આપણને બધાને યાદ અપાવે છે કે મહિલા શક્તિ ફક્ત પૂજાની પ્રતિમાઓમાં જ નહીં, પરંતુ તેમની આસપાસના સમાજને બદલવાના પડકારનો સામનો કરતી સામાન્ય-હિંમતવાન મહિલાઓમાં પણ વસે છે.

ખેડૂતો અને મહિલાઓ માટે રેડિયો એક શક્તિશાળી અવાજ બની ગયો
સંગમ રેડિયો ગામડાંઓમાં પરિવર્તન લાવ્યો છે. મહિલાઓ હવે ખુલ્લેઆમ બોલે છે અને ઘરેલુ હિંસા અને આરોગ્ય જેવા મુદ્દાઓ ઉઠાવીને તેનો ઉકેલ પણ શોધે છે. ખેડૂતોએ બીજ સંરક્ષણ અને ઓર્ગેનિક ખેતીની ટેક્નિક શીખી છે. જેના કારણે ઉપજ અને આવકમાં વધારો થયો છે. બાળકો અને યુવાનો માટેના કાર્યક્રમોએ શિક્ષણનું મહત્ત્વ વધાર્યું છે.

સંગમ રેડિયોઃ નારીશક્તિની સાચી પરિભાષા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.