સમરમાં ટ્રાય કરો સોલિડ પરફ્યુમ

ઉનાળો એટલે ગરમી અને પરસેવાની સિઝન. આ સિઝનમાં ખાસ પરસેવાની સ્મેલથી બચવા માટે યુવતીઓ અલગ અલગ પ્રકારના પરફ્યુમનો ઉપયોગ કરતી હોય છે. માર્કેટમાં આમ તો પરફ્યુમની અલગ અલગ ઘણી વેરાયટી મળે છે પણ હાલમાં ટ્રેન્ડમાં છે સોલિડ પરફ્યુમ. આ પરફ્યુમ દેખાવમાં બામ જેવાં હોય છે અને એને આંગળી ઉપર લઈને કાંડા, કાનની પાછળ, ગળામાં લગાવી શકાય છે.

ઉનાળો એટલે ગરમી અને પરસેવાની સિઝન. આ સિઝનમાં ખાસ પરસેવાની સ્મેલથી બચવા માટે યુવતીઓ અલગ અલગ પ્રકારના પરફ્યુમનો ઉપયોગ કરતી હોય છે.
માર્કેટમાં આમ તો પરફ્યુમની અલગ અલગ ઘણી વેરાયટી મળે છે પણ હાલમાં ટ્રેન્ડમાં છે સોલિડ પરફ્યુમ. આ પરફ્યુમ દેખાવમાં બામ જેવાં હોય છે અને એને આંગળી ઉપર લઈને કાંડા, કાનની પાછળ, ગળામાં લગાવી શકાય છે.
સામાન્ય રીતે માર્કેટમાં જે લિક્વિડ પરફ્યુમ મળે છે એમાં આલ્કોહોલ તેમજ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. જોકે આ સોલિડ પરફ્યુમ હોય એ કુદરતી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે.
સોલિડ પરફ્યુમ મોટાભાગે બી વેક્સ, શિયા બટર અને એસેન્શિયલ ઓઇલમાંથી બનાવવામાં આવે છે. હાલ માર્કેટમાં વેનિલા, રોઝ, જાસ્મિન, લેવેન્ડર અને ચંદનની સુગંધવાળા સોલિડ પરફ્યુમ ઉપલબ્ધ છે. એમાં લિક્વિડ પરફ્યુમની જેમ આલ્કોહોલ કે બીજાં કોઈ કેમિકલનો ઉપયોગ થતો નથી. એટલે એના વપરાશથી એલર્જી થવાનું જોખમ ભાગ્યે જ રહે છે.
સોલિડ પરફ્યુમની આગવી વિશેષતા એ છે કે તેની સુગંધ લાંબો સમય ટકે છે. એને અપ્લાય કર્યા બાદ એની સુગંધ આરામથી આઠથી દસ કલાક જળવાઈ રહે છે. જોકે તમે જે સોલિડ પરફ્યુમ યૂઝ કરો છો એમાં સુગંધનું પ્રમાણ કેટલું છે એના પર નિર્ભર કરે છે કે પરફ્યુમની સ્મેલ કેટલા સમય સુધી ટકશે.
સોલિડ પરફ્યુમમાં વેક્સ, બટર, ઓઇલ જેવા નેચરલ મોઇશ્ચરાઝિંગ એજન્ટનો ઉપયોગ થાય છે. એટલે જેમને ડ્રાય સ્કિનની સમસ્યા હોય એ લોકો માટે સોલિડ પરફ્યુમ ખૂબ સારો વિકલ્પ છે. બીજી બાજુ, લિક્વિડ પરફ્યુમમાં જે આલ્કોહોલ છે એ ઘણી વાર સ્કિનને ડ્રાય કરી નાખે છે. સોલિડ પરફ્યુમની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પોકેટ સાઇઝમાં આવે છે એટલે તમે એને આરામથી ખિસ્સામાં નાખીને આખો દિવસ ફરી શકો છો અને જરૂર પડે ત્યારે એને અપ્લાય કરી શકો છો. બીજી બાજુ લિક્વિડ પરફ્યુમ કાચની વજનવાળી બોટલમાં આવે છે, જેને તમે ગમે ત્યાં તમારી સાથે લઈ જઈ ન શકો. વળી, એમાં લીકેજ થવાનું પણ જોખમ હોય છે. લિક્વિડ પરફ્યુમની આ મર્યાદાને કારણે પરિવહન દરમિયાન એનો ઉપયોગ બહુ મર્યાદિત કરી દેવો પડે છે.
સોલિડ પરફ્યુમ લિક્વિડ પરફ્યુમની સરખામણીમાં પ્રમાણમાં ઘણાં સસ્તાં હોય છે. એટલે જે લોકો મોંઘાં પરફ્યુમ ખરીદવાનું પસંદ નથી કરતા તે લોકો માટે પણ સોલિડ પરફ્યુમ સારો વિકલ્પ છે.

સમરમાં ટ્રાય કરો સોલિડ પરફ્યુમ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.