સમરમાં ઠંડકનો અહેસાસ કરાવશે યોગ્ય કાપડ અને કલરની પસંદગી

સમરમાં ઠંડકનો અહેસાસ કરાવશે ય

ઉનાળો એટલે કેવળ ગરમી નહીં, પણ અસહ્ય ઉકળાટ અને પરસેવો! પખવાડિયા પહેલાંની જ વાત કરોને... આપણે સહુએ બ્રિટનમાં રહ્યે રહ્યે ગુજરાતની કાળઝાળ ગરમીનો અનુભવ કરી લીધો. સૂર્યનારાયણ જ્યારે પોતાનો પ્રકોપ બતાવી રહ્યા હોય, ત્યારે ફેશન માત્ર દેખાવ પૂરતી મર્યાદિત નથી રહેતી, તે આરામ અને સ્વાસ્થ્યનો પણ વિષય બની જાય છે. ઘણીવાર આપણે સુંદર દેખાવા માટે એવા કપડાં પહેરી લઈએ છીએ જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. સિન્થેટિક અને જાડા કાપડને કારણે પરસેવો સુકાતો નથી અને ત્વચા પર રેશિસ, ખંજવાળ અને અળાઈ જેવી સમસ્યાઓ સર્જાય છે.
આથી જ ઉનાળામાં હંમેશા એવા વસ્ત્રો પસંદ કરવા જોઇએ જે માત્ર સ્ટાઇલિશ જ નહીં, પણ 'બ્રિધેબલ' (શ્વાસ લઈ શકે તેવા) અને ‘સ્કિન-ફ્રેન્ડલી’ (ત્વચા માટે અનુકૂળ) હોય.

શા માટે ‘બ્રિધેબલ’-‘સ્કિન-ફ્રેન્ડલી’ ફેબ્રિક્સ જરૂરી છે?
આપણી ત્વચા પણ શ્વાસ લે છે. જ્યારે આપણે કપડાં પહેરીએ છીએ, ત્યારે કાપડ અને ત્વચા વચ્ચે હવાની અવરજવર થવી જરૂરી છે. ‘બ્રિધેબલ’ ફેબ્રિક્સ કુદરતી રેસામાંથી બનેલા હોય છે, જે હવાને સરળતાથી પસાર થવા દે છે. આનાથી પરસેવો ઝડપથી સુકાઈ જાય છે અને શરીરનું તાપમાન જળવાઈ રહે છે.
બીજી તરફ, ‘સ્કિન-ફ્રેન્ડલી’ ફેબ્રિક્સ નરમ હોય છે અને તેમાં કેમિકલ્સનો ઓછો ઉપયોગ થયો હોય છે. તે ત્વચા પર ઘર્ષણ ઓછું કરે છે, જેનાથી રેશિસ અને એલર્જી થવાની શક્યતા નહીંવત્ થઈ જાય છે. ખાસ કરીને સેન્સિટિવ ત્વચા વાળી મહિલાઓ માટે આ ફેબ્રિક્સ આશીર્વાદરૂપ છે.

ઉનાળા માટે અનુકૂળ ફેબ્રિક્સ

• કોટનઃ સદાબહાર આરામ
અહેસાસ કરાવતું કોટન અથવા સુતરાઉ કાપડ ઉનાળા માટે સૌથી લોકપ્રિય અને વિશ્વસનીય પસંદગી છે. તે પ્યોર નેચરલ ફેબ્રિક છે, જે અત્યંત ‘બ્રિધેબલ’ છે. કોટન પરસેવાને ખૂબ જ ઝડપથી શોષી લે છે અને ત્વચાને કોરી રાખે છે. કોટનની કુર્તીઓ, ડ્રેસ, અને સાડીઓ ઉનાળામાં ડેઈલી વેઅર માટે આદર્શ છે.

• લિનનઃ ક્લાસી અને કૂલ
 લિનન એ ફ્લેક્સ (Flax) નામના છોડના રેસામાંથી બને છે. તે કોટન કરતાં પણ વધુ મજબૂત અને વધુ ‘બ્રિધેબલ’ હોય છે. લિનનનું કાપડ ત્વચા પર બિલકુલ ચોંટતું નથી. જે ઉનાળામાં અત્યંત આરામદાયક છે. જોકે લિનનમાં કરચલીઓ જલ્દી પડે છે, પણ તેની આ ‘નેચરલ ક્રશ’ ઈફેક્ટ જ તેને એક અલગ અને ક્લાસી લુક આપે છે. લિનનના શર્ટ્સ, ટ્રાઉઝર અને શોર્ટ્સ હળવા રંગોમાં ખૂબ જ સુંદર લાગે છે.

• મોડલઃ રેશમી અહેસાસ
મોડલ એ બીચ (Beech) નામના ઝાડના પલ્પમાંથી બનેલું સેમી-સિન્થેટિક ફેબ્રિક છે. તે કોટન કરતાં પણ વધુ નરમ અને લચીલું હોય છે. મોડલમાં હવાની અવરજવર ખૂબ સારી હોય છે અને તે પરસેવાને શોષવામાં પણ સક્ષમ છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કરચલીમુક્ત રહે છે અને વારંવાર ધોવા છતાં તેની નરમાશ અને રંગ જળવાઈ રહે છે. મોડલના ટી-શર્ટ્સ અને મેક્સી ડ્રેસ ખૂબ જ આરામદાયક હોય છે.

• ખાદીઃ સ્વદેશી અને સ્વસ્થ
ખાદી એ હાથથી કાંતેલું છે તેમાં હવાની અવરજવર ખૂબ સારી રહે છે. તે ઉનાળામાં ઠંડક અને શિયાળામાં હૂંફ આપે છે.

• લિનન અને મલમલઃ એકદમ હળવું
સમર ટાઇમ વસ્ત્રોના વિકલ્પમાં લિનન એકદમ હળવું તો છે જ સાથે સાથે તેના વસ્ત્રો એલિગન્ટ લૂક પણ આપે છે. આ કાપડ હવાને સરળતાથી પસાર થવા દે છે અને ઝડપથી સુકાઈ પણ જાય છે. મલમલ ખૂબ જ નરમ હોય છે.

સમરમાં હંમેશા પસંદ કરો
લાઇટ કલર અને લૂઝ ફિટિંગ
ગરમીના દિવસોમાં રાહત માટે યોગ્ય કાપડના વસ્ત્રો કરવાની સાથોસાથ તેના કલર અને ફિટિંગ પર પણ વિશેષ ધ્યાન આપો. ડાર્ક કલર ગરમી બહુ શોષે છે જ્યારે સફેદ, ક્રીમ, પેસ્ટલ બ્લૂ, મિન્ટ ગ્રીન કે પીચ જેવા હળવા રંગો ગરમી ઓછી શોષે છે. આથી વસ્ત્રોની પસંદગી વેળા આવા કલરને પ્રાધાન્ય આપો. સાથે સાથે ફિટ કપડાં પહેરવાનું ટાળો. લૂઝ ફિટિંગ ધરાવતા કપડાંમાં શરીરને વધુ હવા મળતી હોવાથી ગરમીમાં ઘણી રાહત અનુભવશો.

સમરમાં ઠંડકનો અહેસાસ કરાવશે ય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.