સુપર લુક આપે છે સિગારેટ પેન્ટ

સુપર લુક આપે છે સિગારેટ પેન્ટ...

ખૂલતાં કે સ્કિની સિગારેટ પેન્ટ આજકાલ ટ્રેન્ડી છે. લોંગ કે શોર્ટ, કુર્તી, ટોપ, ટ્યૂનિક સહિત બીજા કોઇ પણ ટોપ સાથે તમે સિગારેટ પેન્ટ મિક્સ એન્ડ મેચ કરી શકો છો. રેગ્યુલર જીન્સ કે અન્ય બોટમવેર પહેરવા કરતાં સિગારેટ પેન્ટ પહેરવાથી તમને ડિફરન્ટ લુક મળશે. અહીં સિગારેટ પેન્ટ્સ વિશે કેટલીક ટિપ્સ આપી છે તે ફોલો કરો અને મેળવો અલગ જ લુક.

ખૂલતાં કે સ્કિની સિગારેટ પેન્ટ આજકાલ ટ્રેન્ડી છે. લોંગ કે શોર્ટ, કુર્તી, ટોપ, ટ્યૂનિક સહિત બીજા કોઇ પણ ટોપ સાથે તમે સિગારેટ પેન્ટ મિક્સ એન્ડ મેચ કરી શકો છો. રેગ્યુલર જીન્સ કે અન્ય બોટમવેર પહેરવા કરતાં સિગારેટ પેન્ટ પહેરવાથી તમને ડિફરન્ટ લુક મળશે. અહીં સિગારેટ પેન્ટ્સ વિશે કેટલીક ટિપ્સ આપી છે તે ફોલો કરો અને મેળવો અલગ જ લુક.

• સિગારેટ પેન્ટ લોંગ અને શોર્ટ બંને સાઈઝમાં તેમજ ટાઈટ અને ખૂલતાં મળે છે. દેખાવમાં તે કેપ્રી જેવા હોય છે. જોકે કેપ્રી કરતાં આ ટ્રાઉઝરનું સ્ટિચિંગ થોડું અલગ હોવાની સાથે એ એન્કલ લેન્થનાં સિગારેટ પેન્ટ વધુ પસંદ કરાય છે.

• નેરો બોટમવાળાં આ પેન્ટને દેશ - વિદેશમાં સ્ટવ પાઇપ નામે પણ ઓળખાય છે. એ પેન્સિલ પેન્ટ પણ કહેવાય છે.

• સ્કિની સિગારેટ ટ્રાઉઝર પેન્ટ સાથે ક્રોપ ટોપ કે લૂઝ કેમી પણ પહેરવા માટે પસંદ શકાય છે. વિન્ટરમાં સ્વેટર, હુડી સાથે પણ આ પ્રકારના પેન્ટ ઈઝીલી મેચ થશે.

• આ સ્લિમ સિગારેટ પેન્ટ એવા છે કે એ ઓલટાઇમ ટ્રેન્ડી કહી શકાય. એને તમે ગમે ત્યારે કોઈ પણ પ્રસંગે પહેરી શકો છો. ઘણી વાર આપણને એવું લાગતું હોય છે કે અમુક પાર્ટી કે ફંક્શનમાં ભારે ડ્રેસ પહેરવાથી તે કમ્ફર્ટેબલ નથી જોકે એવું નથી. રો સિલ્ક, કોટન સિલ્ક, બ્રોકેડ ફેબ્રિકના સિગારેટ પેન્ટ પણ માર્કેટમાં મળે છે.

• આ ટ્રાઉઝરનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે ઘર કે ઓફિસ દરેક જગ્યાએ એ પહેરીને કમ્ફર્ટેબલ કરી શકો છો. મોટા ભાગે ઓફિસ-વેર માટે સિમ્પલ પ્લેન સિગારેટ પેન્ટ હોય છે જ્યારે ફેન્સી લુક જોઈતો હોય તો એમાં પોકેટ ઉપરાંત બોટમ આગળથી નાનો કટ અને બટન લગાવી તમે એને વધુ સ્ટાઇલિશ બનાવી શકો છો.

• શોર્ટ શર્ટ સાથે લૂઝ સલવારની ફેશન હતી, પણ અત્યારે સિગારેટ પેન્ટ સાથે શોર્ટ અથવા મીડિયમ લેંન્થનાં શર્ટ પહેરવાની ફેશન છે.

• આ સિગારેટ ટ્રાઉઝરની ખાસિયત એ છે કે એની સાથે કોઈ પણ પ્રકારનું ટોપ મેચ થશે. બ્લાઉઝ, ક્રોપ ટોપ, શોર્ટ શર્ટ, મીડિયમ લેંથ શર્ટ, બટનવાળું શર્ટ પહેરવાથી તમારી સ્ટાઇલને વધુ પરફેક્શન મળશે. એમાં પણ પ્લેન સિગારેટ પેન્ટસાથે પ્રિન્ટેડ બ્લાઉઝ કે ક્રોપ ટોપ ગ્લેમરસ લુક આપશે.

• લગ્ન કે પારંપરિક તહેવારોમાં હેન્ડવર્ક કે એમ્બ્રોઇડરી કરેલાં સિલ્કથી માંડીને બ્રોકેડ મટીરિયલના સિગારેટ પેન્ટ મળે છે. કમીઝ, કફતાન કે લોંગ કુર્તી સાથે નાનાં-મોટાં ફંક્શન્સમાં પેન્ટ પહેરી શકાય છે.

• કોટન સિલ્ક, રો સિલ્ક, પાતળા ડેનિમ ફેબ્રિકમાંથી સ્ટિચકરેલાં આ પેન્ટ હાઈ-વેસ્ટ હોય છે. પ્રિન્ટેડ અને પ્લેન એમ બન્ને ફેબ્રિકમાં સરળતાથી મળી રહે છે.

• ઓફિસ, ડેસ્ક, ડિનર-પાર્ટી કે ડિસ્કોથેકમાં સવારથી સાંજ સુધી આ પેન્ટ પહેરવામાં આરામદાયી રહે છે. સ્ટાઇલિશ શર્ટ, સ્વેટર, બ્લાઉઝ, કમીઝ કે લૂઝ કેમી દરેક વિકલ્પ સાથે સ્માર્ટ લાગતા આ પેન્ટ સાથે તમે હાઈ હીલ્સ કે ફ્લેટ ફુટવેઅર કંઈ પણ પહેરી શકો છો.

• આવાં સિગારેટ પેન્ટ ક્લાસી, સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાગે છે. ફિટિંગ પ્રોપર હોય તો આ પેન્ટ કોઈ પણ સાઇઝની મહિલા પહેરી શકે છે. જોકે સિગારેટ પેન્ટ માટે એક વાતનું ખાસ ધ્યાન એ રાખવું જોઇએ કે તે તમને પ્રોપર ફિટિંગમાં આવે. એમાંય સ્લિમ સિગારેટ પેન્ટ ફિટિંગમાં ના હોય તો તે દેખાવમાં ખરાબ લાગે છે.

સુપર લુક આપે છે સિગારેટ પેન્ટ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.