સોનમની સુંદરતાનું રહસ્ય

સોનમની સુંદરતાનું રહસ્ય...

સેંકડો લોકો સ્કિન કેર અને ફેશન સેન્સ માટે સોનમ કપૂરને ફોલો કરે છે. સોનમે તાજેતરમાં એક ફેશન શો દરમિયાન રેમ્પવોક કર્યું હતું. 

સેંકડો લોકો સ્કિન કેર અને ફેશન સેન્સ માટે સોનમ કપૂરને ફોલો કરે છે. સોનમે તાજેતરમાં એક ફેશન શો દરમિયાન રેમ્પવોક કર્યું હતું. આ દરમિયાન તેણે સ્કિનકેર અને હેરકેર અંગે વાત કતાં જણાવ્યું હતું કે, તે ત્વચાના સૌંદર્ય માટે ઉબટન અને ગુલાબજળનો ઉપયોગ કરે છે. જ્યારે હેર કેર માટે તેને બદામ અને કોપરેલ પર ભરોસો છે. સોનમ કહે છે કે સ્કિન માટે યોગ્ય લાગે તેવી દરેક વસ્તુ હું અજમાવુ છું. જોકે ઈન્ડિયન ગર્લ્સે બહુ બધું સનસ્ક્રિન વાપરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે દીકરા વાયુના જન્મ બાદ સોનમે પહેલી વખત રેમ્પ વોક કર્યું હતું. સોનમે પ્રેગનન્સી દરમિયાન બ્રેક લીધો હતો. હવે તે ફરી એક્ટિંગ અને ફેશન શોમાં એક્ટિવ થઈ છે. માતા બન્યા પછી જીવન અઘરું બનતું હોવાનું અનેક લોકો કહે છે. જોકે સોનમનું માનવું છે કે, માતૃત્વ ધારણ કરવું ખરેખર ખૂબ આનંદની વાત છે અને તેને પોતાની જાતને એક માતા તરીકે જોવાનું ખૂબ ગમે છે. સોનમે મે 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા અને ઓગસ્ટ 2022માં દીકરા વાયુનો જન્મ થયો હતો. 

સોનમની સુંદરતાનું રહસ્ય...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.